
મધ્યપ્રદેશથી સસ્તા ભાવે દેશી તમંચા લાવીને નવસારીમાં ઊંચા ભાવે વેચવા મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે 15 દિવસ પહેલા ત્રણ શખ્સની ધરપકડ કરી હતી. ત્યારે હવે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને વધુ એક સફળતા મળી છે. આ કેસમાં એસઓજીએ વધુ એક ફરાર આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ નવસારીમાં એક માથાભારે શખ્સને રૂ. 30 હજારમાં દેશી તમંચો વચ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
15 દિવસ પહેલા 3 આરોપી ઝડપાયા હતા. નવસારી જિલ્લામાં દેશી તમંચાનો છેલ્લા ઘણા સમયથી વેપાર થાય છે. ત્યારે બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે 15 દિવસ પહેલા નવસારી જિલ્લામાં દેશી તમંચાનો વેપાર કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલમાં જલાલપુરમાં રહેતા 24 વર્ષીય કમલસિંહ નુરા ડાવર, સુનિલ જગત ખરત અને આશિષકુમાર રામનિહાલ મિશ્રાની ધરપકડ કરી હતી. આ ત્રણેય આરોપી જિલ્લામાં દેશી તમંચાની લે-વેચ કરતા હતા. આ આરોપીઓની પૂછપરછમાં અન્ય એક શખ્સ શાહરૂખ શેખનું નામ સામે આવ્યું હતું.
નવસારીમાં માથાભારે શખ્સને દેશી તમંચો વેચ્યો. પોલીસ તપાસ દરમિયાન જાણ થઈ કે શાહરૂખ યુપીથી નવસારી આવ્યો છે. આથી એસઓજીએ બાતમીના આધારે વોચ ગોઠવી શારરૂખને દબોચી લીધો હતો. તેની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેણે દેશી તમંચો વાઘા ભરવાડ નામના એક માથાભારે શખ્સને વેચ્યો હતો. ભૂતકાળમાં વાઘા ભરવાડ દ્વારા નવસારીના એક વકીલ પર સુરત ખાતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે સુરતના ખટોદરા ખાતે પોલીસ કેસ પણ થયો હતો. આરોપી શાહરૂખે કબુલ્યું કે તે એમપીથી સસ્તા ભાવે દેશી તમંચો લાવીને નવસારીમાં ઊંચા ભાવે વેચતો હતો. અત્યાર સુધી આરોપીઓએ 4થી વધુ તમંચા વેચ્યા હોવાનો અંદાજ છે. વાઘા ભરવાડને શાહરૂખે રૂ. 30 હજારમાં દેશી તમંચો વેચ્યો હોવાનું સામે આવ્યું છે. એસઓજીએ આરોપી શાહરૂખને નવસારી ટાઉન પોલીસને સોંપ્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વધુમાં વાંચો… નીતા અને રહિમ બન્ને વચ્ચે પ્રેમ સબંધ – પતિનો કાંટો કાઢી નાખવા સુનિયોજિત કાવતરું ઘડવામાં આવ્યું
પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા કાયાભાઈ રામભાઈ ગઢવી નામનો યુવાન તેની પત્ની નીતા અને બન્ને બાળકો સાથે દવા લઈને પોરબંદરના ખીજડીપ્લોટ મુખ્ય રોડ પરથી રાત્રિના 9:30 વાગ્યે પસાર થયા હતા તે દરમ્યાન બાઇક પર શખ્સો આવ્યા હતા અને સરાજાહેર બાઇક આંતરીને કાયાભાઇ પર છરી વડે હુમલો કરી દીધો હતો અને કાયાભાઈની પત્ની નીતાને પણ હાથમાં છરી વાગી હતી, જેથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યા કાયાભાઈનું મોત નીપજ્યું હતું.
નીતાએ હોસ્પિટલ ખાતે અશ્રુભરી આંખે પોલીસને જાણ કરી હતીકે, રહીમે તેના પતિની હત્યા કરી છે. પોલીસે તુરંત આરોપીને ઝડપવા ચક્રો ગતીમાન કર્યા હતા અને છાયા વિસ્તાર માંથી આરોપી રહિમને ઝડપી લઇ તપાસ હાથ ધરી હતી જેમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. નીતા અને રહિમ બન્ને વચ્ચે પ્રેમ સબંધ હતો અને પતિનો કાંટો કાઢી નાખવા સુનિયો જિત કાવતરું ઘડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છેકે,આ હત્યામાં સંડોવાયેલ નીતા,તેનો પ્રેમી રહિમ હુસૈન ખિરાણી, તેને મદદગારી કરનાર મેરાજ ઇકબાલ પઠાણ અને તૌફીક અનીશ ભટ્ટી સામે પોલીસે ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે. આ અંગે કાયાભાઈના ભાઈ વાલાભાઈ રામાભાઈ ગઢવીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વધુમાં વાંચો… ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા ડોકટરે કરી આત્મહત્યા: કારણ અંક બંધ
રાજકોટ : શહેરમાં દીન પ્રતિદિન આપઘાતના બનાવો વધી રહ્યા છે. ત્યારે તેમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં માધાપર ચોકડી પાસે રહેતાં અને ખાનગી હોસ્પિટલ માં છેલ્લા એક વર્ષથી ફરજ બજાવતાં મહિલા તબિબે પોતાના ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. બનાવની જાણ ગાંધીગ્રામ પોલીસને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ આપઘાતના કારણ અંગે તપાસ હાથધરી છે. માહિતી મુજબ માધાપર ચોકડીએ અતુલ્યમ રેસીડેન્સી આંગન-1માં રહેતાં ડો. બિંદીયાબેન ગોવિંદભાઇ બોખાણી (ઉ.વ.25)એ રાતે પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં ગાંધીગ્રામના હેડકોન્સ. રવિભાઇ વાસદેવાણી સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. આપઘાત કરનાર ડો. બિંદીયાબેન બે બહેન અને એક ભાઇમાં બીજા નંબરે હતાં. તેણીના પિતા ગોવિંદભાઇ બોખાણી નિવૃત શિક્ષક છે. માતાનું નામ જાનાબેન છે. મુળ પડધરીના સરપદડના વતની એવા આ મહિલા તબિબ અને પરિવારજનો હાલ રાજકોટ રહેતાં હતાં. અગાઉ જામનગર રોડ પરની હોસ્પિટલમાં ડો. બિંદીયાબેન ફરજ બજાવતાં હતાં. હાલમાં અન્ય ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતાં હતાં. સાંજે પરિવારજનો બહાર ગયા હતાં. ત્યારે ડો. બિંદીયાબેન ઘરે એકલા હતાં. પરિવારજને તેણીને ફોન જોડયો હતો પણ તેણે ઉપાડ્યો કર્યો નહોતો. બધા ઘરે પરત આવ્યા ત્યારે આ ઘટનાની જાણ થઇ હતી. હાલ તો પોલીસે આપઘાતના કારણ અંગેની જાણકારી મેળવવા વધુ પૂછતાછ શરૂ કરી છે.