અમરેલી સહિત પાંચ જિલ્લાઓેમાં વાહન-પશુધન ચોરતી ગેંગ ઝડપાઈ

12 May 23 : વાહન તથા પશુધનની ચોરીઓ કરતી ગેંગને ઝડપી લેવા અમરેલી ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે. અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહએ જીલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, આવા ગુન્હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પુરેપુરો મુદામાલ રીકવર કરી, મુળ માલિકને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ. પટેલની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા ચોક્કસ માહિતી મેળવી વાહન ચોરી ઓ તથા ઘેટા બકરાઓની ચોરી કરનાર ગેંગના સભ્યોને સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામેથી ડેડકડી ગામ જવાના રસ્તેથી આરોપી અક્ષય કાજાભાઇ ઉર્ફે જહેમતભાઇ વાઘેલા, (રહે. સનાળા, તા. વડીયા), રામકુ કાજાભાઇ ઉર્ફે જહમતભાઈ વાઘેલા, (રહે. સનાળા,તા. વડીયા), સુનીલ કાજાભાઇ ઉર્ફે કાદુભાઇચારોલીયા,(રહે. લાઠી), ધીરૂભાઇ કેશુભાઇ વાઘેલા, (રહે. ચુંપણી,તા. હળવદ જિ. મોરબી) વાળાને રોકડારૂા. 3,000,વાહન,મોબાઇલ સહિતનો મળી કુલ કિંમત રૂા. પ,78,ર00ના મુદ્ામાલ ઝડપી લઈ અમરેલી,ભાવનગર,બોટાદ, રાજકોટ, મોરબી જિલ્લાઓમાં થયેલ ર4 ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે. ઝડપાયેલ ઇસમોની સઘન પુછપરછ કરતાં, તેના સાગરીતો સાથે મળી આજથી આશરે દસેક મહિના પહેલા અમરેલી જિલ્લાના લીલીયા ખાતે રાત્રીના પાનમાવાની દુકાનનો નકુચો તોડી દુકાનમાથી કાપેલી સોપારી આશરે ચારેક કિલો જેટલી ચોરી કરેલ હતી અને ત્યાથી ગાયત્રી મંદીર પાસે આવેલ ચબુતરા ના દરવાજાનો નકુચો તોડેલ પરંતુ ત્યાથી કંઇ મુદામાલ મળેલ નહી બાદ થોડે નજીકમાથી એક ગેસની એજન્સીની ઓફીસના દરવાજાનો નકુચો તોડેલ પરંતુ ત્યાથી પણ કંઈ મુદ્ામાલ મળેલ નહીં બાદ નજીકમાથી એક શેરીમા પડેલ એક શાઇન મોટર સાયકલની ચોરી કરી હતી.

આજથી આશરે બારેક દિવસ પહેલા સાવરકુંડલા તાલુકાના વિજપડી ખાતેથી આશરે બપોરના સમયે એક સીલ્વર કલરની સ્પ્લેન્ડર મોટર સાયકલની ચોરી કરેલ હતી. દસેક દિવસ પહેલા સાવરકુંડલા તાલુકાના છાપરી ગામેથી બે બકરાની ચોરી કરેલ હતી. આશરે બે એક મહિના પહેલા રાજકોટ જિલ્લાના જેતપુર પાસે આવેલ સુલતાનપુર ગામેથી બે બકરાની ચોરી કરેલ હતી. આજથી આશરે બે મહિના પહેલા બોટાદ જિલ્લાના ઢસા નજીક આવેલ ઉમરડા ગામેથી એક વાડીમાથી બે બકરાની ચોરી કરેલ હતી.આમ વાહન-પશુઓની ચોરીની કબુલાત આપી હતી.

વધુમાં વાંચો… ખાનગી બસના ચાલકે બાઈકને અડફેટે લેતાં કાકા – કાકીની નજર સામે ભત્રીજાનું મોત
રાજકોટમાં ફરી એકવાર ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં કેકેવી ઓવરબ્રિજ પર ખાનગી બસના ચાલકે બાઈકને અડફેટે લેતાં માસુમ બાળકનું મોત નિપજ્યું હતું. કાકા-કાકીની નજર સામે જ ભત્રીજાને કાળ આંબી જતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા રોડ પર સુખરામનગરમાં રહેતા અજયસિંહ રણજીતસિંહ ચુડાસમા પોતાની પત્ની અને ભત્રીજા ઉદયરાજસિંહ વિરલસિંહ ચુડાસમા સાથે બાઈક પરથી કેકેવી ચોક ઓવરબ્રિજ પરથી પસાર થતા હતા ત્યારે એક ધનવીર નામની ખાનગી બસના ચાલકે બાઈકને ઠોકર મારતાં માસુમ બાળક ફંગોળાયા બાદ રોડ પર પટકાયો હતો. જેથી તેના પર બસના તોતિંગ વ્હીલ ફરી વળતાં તેનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. મૃતકનાં કાકા અજયસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, તેઓ પત્ની અને 12 વર્ષીય ભત્રીજા ઉદયરાજસિંહ સાથે બાઇકમાં નાણાવટી ચોકથી હુડકો ચોકડી જઈ રહ્યા હતા. ત્યારે કેકેવી ઓવરબ્રિજ પર પહોંચતા પાછળથી પુરપાટ ઝડપે આવતી ખાનગી ટ્રાવેલ્સની બસે ઠોકર મારતા ત્રણેય ફંગોળાયા હતા. આ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા થતાં ભત્રીજા ઉદયરાજસિંહનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ અંગે ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયો હતો. જ્યાંથી બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે. પોલીસ ની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક માસુમ બાળક ઉદયરાજસિંહ ધોરણ -7 માં અભ્યાસ કરતો હતો. પોલીસે બસના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

વધુમાં વાંચો… મેડીકલ ડીગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતા બોગસ ડોકટરને શોધી કાઢતી પોરબંદર એસ.ઓ.જી.
કોઇપણ જાતની મેડીકલ ડીગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતા બોગસ ડોકટરને કી.રૂ.૭૩૬૪૬/- ના મુદામાલ સાથેનો કેસ શોધી કાઢતી પોરબંદર એસ.ઓ.જી. : પોરબંદર જીલ્લામા માનવજીંદગી જોખમાય તે રીતે કોઇપણ જાતની લાયકાત કે ડીગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતા બોગસ ડોકટરોને શોધી કાઢી તેઓ વિરુધ્ધ કાર્યવાહી કરવા ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એચ.બી.ધાંધલ્યાને સુચના આપવામાં આવેલ જે સુચના આધારે એસ.ઓ.જી. ટીમના માણસો સાથે પેટ્રોલીગમા હતા. તે દરમ્યાન રવિન્દ્રભાઈ ચાઉ તથા મોહીતભાઈ ગોરાણીયા ને બાતમી મળેલ કે વાડોત્રા ગામમા મેઈન બજારમા હવેલીની સામે રહેતા રામભાઈ પુંજાભાઈ વરૂ રહે, વાડોત્રાગામ વાળો કોઈપણ જાતની લાયકાત વગર ડૉકટર તરીકે મેડીકલ પ્રેકટીસ કરી દવાઓ આપે છે. જેથી તેના કબ્જા ભોગવટાના મકાનમાથી અલગ- અલગ જાતની કેપ્સ્યૂલ તથા ઇંજેકશનો વગેરે દવાઓ તથા મેડીકલ તપાસણીના સાધનો મળી કુલ કીંમત રૂપીયા- ૭૩૬૪૬ /- ના મુદામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

વધુમાં વાંચો… રાજુલામાં પાલિકાના કચરાના ઢગલામાં આગ લાગતા બે વાછરડાના મોત રાજુલામાં અવાર નવાર બનતી ઘટના બાબતે ગૌપ્રેમીઓમાં રોષ
રાજુલામાં પાલિકાના કચરાના ઢગલામાં આગ લાગતા બે વાછરડાના મોત રાજુલામાં અવાર નવાર બનતી ઘટના બાબતે ગૌપ્રેમીઓમાં રોષ રાજુલાના સાવરકુંડલા રોડ પર પુંજાબાપુ ગૌ શાળા સામે નગરપાલિકાની જગ્યામાં પાલિકા દ્વારા કચરો એકઠો કરવામાં આવે છે. આ કચરાના ઢગલામાં આગ લાગતા કચરો ખાઈ રહેલા બે વાછરડા આગમાં ભડથું થઈ ગયા હતા. આ ઘટનાના કારણે ગૌપ્રેમીઓમાં રોષ ફેલાયો છે. આ પ્રકારની ઘટના અવારનવાર બનતી હોવાનો આક્ષેપ કરાયો છે. ગઈકાલે પણ એક બળદ આ જગ્યા પર આગમાં દાઝી જવાની ઘટના બની હતી. વહીવટદાર મામલતદાર સંદીપસિંહ જાદવનો સંપર્ક કરતા તપાસ કરવા માટે નગરપાલિકામાં સૂચના આપવામાં આવી છે જો કે આ કચરા માં અવારનવાર આગ લાગવાના બનાવો બને છે ત્યારે અવારનવાર આગ લાગવા પાછળનું રહસ્ય હજુ સુધી અકબંધ રહ્યું છે ત્યારે હવે જોવાનું એ છે કે અધિકારીઓ આ બાબતે ધ્યાન દેશે ખરા શહેરીજનોના આ મુદ્દે ઉઠ્યા પ્રશ્નો ?? આ બાબતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને ઘટનાની જાણ થતા સ્થાનિક નાયબ મામલતદાર મામલતદાર તેમજ ચીફ ઓફિસર અને સંબંધિત તંત્રને સૂચના આપી આ ઘટના વારેવારે ન બને અને તે માટે આ કચરાના ઢગલા નો કાયમી ધોરણે નિકાલ થાય તે માટે પ્રયત્નો કર્યા હતા.

વધુમાં વાંચો… અમરેલી શહેરમાં ચકચાર મચાવનાર એવા ગૌવંશનો કત્લ કરનાર નરાધમ આરોપીઓને ૧૦ વર્ષની સજા
અમરેલી શહેરમાં ચકચાર મચાવનાર એવા ગૌવંશનો કત્લ કરનાર નરાધમ આરોપીઓને ૧૦ વર્ષની સજા 1 લાખનો દંડ ફટકારતી કોર્ટ : અમરેલીના મહે ડીસ્ટ્રીકટકોર્ટનો ચુકાદો હુકમને આવકારી હર્ષની લાગણી છવાઇ ગયેલ છે. આ બનાવની વિગત એવા પ્રકારની છે કે,તા.૨૦–૧૨-૨૦૨૦ આરોપીઓ વિરૂધ્ધ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ ૧૯૫૪ (સુધારા અધિ નિયમ-૨૦૧૭) ની કલમ ૫૧- ૬), ૬(એ)(૧)(૩)(૪), ૬(બી), ૧૯૫૪ ના રોજ અમરેલી શહેરમાં ગાય ઐ૮, ૧૦ તથા પશુ તરફ ઘાતકી વર્તન હિન્દુ ધર્મનું પવિત્ર પ્રતિક માનવામાં આવે છે તેને પોતાના આર્થિક ફાયદા માટે ઇરાદા પૂર્વક ગૌવંશ વાછરડાનું કત્લ કરનાર આ કામના આરોપીઓ રફીક ઉર્ફે શેટ્ટી આદમભાઇ કાલવા તથા ફરીદ ભવાનભાઇ રઈશ એ તેમના હવાલાવાળી મહિન્દ્રા માર્શલ ગાડીમાં લઇ જતા હોય, જે બાબતની બાતમી મળતા અમરેલી સીટીના અધિકારીઓએ આ આરોપીઓની ધરે રેઇડ પાડતા બંને આરોપીઓના ધરેથી ગૌ માસ મળી આવતા બંને આરોપીઓ રંગે હાથ ઝડપાયા હતા અને આ કામના બંને અટકાવવા માટેનો કાયદો ૧૯૬૦ ની કલમ ૧૧(૧)(એ)(એલ) તથા આઇ.પી.સી. કલમ-૨૬૮, ૨૯૫, ૪૨૯, ૧૨૦(બી) તથા જી.પી. એકટ ની કલમ – ૧૧૯ મુજબની ચાર્જશીટ કરવામાં આવેલી.

આ બનાવમાં હિન્દુઓની લાગણી દુભાય તેવી હોય જેથી સરકારે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ગૌવંશ માટે ગુજરાત સરકાર તરફથી અમરેલી જિલ્લા માટે સ્પેશ્યલ પી.પી. તરીકે નિમણૂંક આપેલ એવા અમરેલીના બાહોશ એડવોકેટ ચંદ્રેશભાઇ મહેતાએ આ બનાવની કરૂણા અને ગંભીરતા જોતા ધારદાર દલીલો અને હાઇકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ નામદાર કોર્ટ સમક્ષ રજુ કરેલા, જે તમામ પુરાવાઓને ધ્યાને રાખી નામદાર અમરેલીના કે. પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબ આર.ટી. વચ્છાણી એ આ નરાધમ આરોપી નં. ૧ રફીક ઉર્ફે શેટ્ટી આદમભાઇ કાલવાને ભારતીય દંડ સંહિતાની ક્લમ – ૨૯૫ મુજબ બે વર્ષની સખત કેદની સજા અને રૂા. ર૦૦— નો દંડ અને જે દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજા તથા ભારતીય દંડલમ સંહિતાની કલમ – ૪૨૯ મુજબ ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂ, 300- નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજા તથા ગુજરાત પોલીસ એકટની કલમ – ૧૯૯ મુજબ એક માસની કેદની સ અને રૂા.૧p– નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે માસની કેદની સજા તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ (સુધારા અધિનિયમ-૨૦૧૭) ની કલમ ૫(૧-ક), (એ)(૧)(૩)(૪), ૬(બી), ૮, ૧૦ મુજબ ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂા. ૧,૪,૪– નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે માસની કેદની સજા તથા પશુ તરફ ઘાતકી વર્તન અટકાવવા માટેનો કાયદો ૧૯૬૦ની ૧૧(૧)(એ)(એલ) સાથે વાંચતા મ પોલીસ આઇ.પી.સી. ૧૨૦(બી) મુજબ ત્રણ માસ ની સાદી કેદની સજા અને રૂા. ૧૦૦- નો દંડ અને જો દંડ ન ભરે તો ” આકરી ર 3/4 ગૌવંશ માટે ગુજરાત સરકાર તરફથી અમરેલી જિલ્લા માટે સ્પેશ્યલ પી.પી. તરીકે નિમણૂંક આપેલ બાહોશ એડવોકેટ ચંદ્રેશભાઇ મહેતાની ધારદાર દલીલો અને હાઇકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને રાખી અમરેલીના મહે પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબ આર.ટી. વચ્છાણી સાહેબે આરોપીઓને આકરી સજા ફટકારેલ છે.

વધુમાં વાંચો… અમરેલીના ખીજડીયા ગામે મહિલા ની કુહાડી ના ઘા મારી હત્યા
અમરેલી તાલુકાના ખીજડીયા જંકશન ગામે મહિલાની હત્યા થયા બાદ મહિલાના પતિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા પતિને સારવાર અર્થ અમરેલી સિવિલ દવાખાને ખસેડવામાં આવ્યો છે. મહિલાની હત્યા તેના પતિએ જ કરી હોવાની પ્રબળ આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. જાણવા મળતી માહિતી મુજબ અમરેલી તાલુકામાં ત્રણ દિવસમાં બે હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. હજુ ચિતલના યુવકના મોતની ઘટનાનો ભેદ ઉકેલાયો નથી ત્યાં ચિતલ પાસે આવેલા ખીજડીયા જંકશન ગામે મહિલાની કુહાડીના ઘા મારી હત્યા નિપજાવવામાં આવી છે.

મુળ ખીજડીયા જંકશન રહેતા ગોવિંદભાઈ લાખાભાઈ ડવેરા અને તેમના પત્ની ગીતાબેન ગોવિંદભાઈ ડવેરા શાપર-વેરાવળ મુકામે નોકરી કરતા હતા જયાંથી દંપતી ગોવિંદભાઈના સસરાને ત્યાં ગઈકાલે ગયા હતા અને બપોર બાદ ત્યાંથી જમી ખીજડીયા જંકશન પોતાના મકાનની સાફ-સફાઈ કરવા આવ્યા હતા. ગઈકાલે રાતે થોડી સાફ-સફાઈ કર્યા બાદ કોઈ કારણોસર રાતના મહિલાની કુહાડીના ઘા મારી હત્યા કરી નાખવામાં આવી હતી અને વહેલી સવારે ૪ઃ૩૦ કલાકે મહિલાના પતિ ઘરની બહાર નિકળતા હોવાનું સીસીટીવી કેમેરામાં દેખાયુ હતુ. બપોરના સમયે મૃતકના પુત્રએ માતાને ફોન કરતા કોઈ પ્રત્યુતર ન આવતા પુત્રએ કોઈ અજુગતુ બન્યુ હોવાની આશંકાએ પાડોશીને તપાસ કરવાનુ કહેતા ઘર બંધ હોવાનુ માલુમ પડયુ હતુ. આથી આ બાબતે સરપંચને જાણ કરવામાં આવતા મકાન અંદર પ્રવેશ કરી જાતા ખાટલા ઉપર ગીતાબેનની લોહી નિતરતી લાશ જાવા મળી હતી. જેથી સરપંચે આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરતા ડીવાયએસપી, પીએસઆઈ લકકડ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

વધુમાં વાંચો… અમરેલી જિલ્લાના મોટાભાગના માર્ગો હજુ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યાં છે. વિધિવત ચોમાસાને હજુ દોઢ મહિનાની વાર છે આમ છતાં પણ તંત્ર દ્વારા રસ્તા રીપેરીંગ માટે કોઈ કામગીરી કરવામાં આવતી નથી જેમાં ખાસ કરીને અમરેલીના ગાવડકા ચોકડીથી જેસીંગપરા સુધીનો માર્ગ મગરની પીઠ સમાન બન્યો છે.
અમરેલી જિલ્લાના મોટાભાગના માર્ગો હજુ બિસ્માર હાલતમાં જાવા મળી રહ્યાં છે. વિધિવત ચોમાસાને હજુ દોઢ મહિનાની વાર છે આમ છતાં પણ તંત્ર દ્વારા રસ્તા રીપેરીંગ માટે કોઈ કામગીરી કરવામાં આવતી નથી જેમાં ખાસ કરીને અમરેલીના ગાવડકા ચોકડીથી જેસીંગપરા સુધીનો માર્ગ મગરની પીઠ સમાન બન્યો છે. માર્ગ પર મસમોટા ખાડાઓ હોવા છતાં જવાબદાર તંત્રની આંખ ઉઘડતી નથી. થોડા મહિનાઓ પહેલા અમર ડેરીના એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરી સમયે માર્ગ-મકાન વિભાગ દ્વારા આ માર્ગ પર ખાડાઓ બુરવામાં આવ્યા હતા. જો કે આ કામગીરી એટલી નબળી કરવામાં આવી હતી કે, થોડા સમયમાં જ આ માર્ગ પર ફરી મસમોટા ખાડાઓ પડી ગયા છે. છેલ્લાં ઘણા મહિના ઓથી આ માર્ગ પરથી પસાર થવુ એટલે વાહનચાલકો માટે અકસ્માતને આમંત્રણ આપવા બરાબર છે. આ માર્ગ પર સારહી તપોવન આશ્રમ પણ આકાર લઈ રહ્યો છે. આ આશ્રમની મુલાકાતે અનેક આગેવાનો આવી રહ્યાં છે આમ છતાં રસ્તાની કામગીરી કરવામાં આવતી નથી. જા કે આવતીકાલથી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના ગામ દેવરાજીયામાં ત્રિ-દિવસીય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ C R પાટીલ તેમજ રાજયના અનેક મંત્રીઓ આવનાર હોવાથી મંત્રીઓને સારૂ લગાડવા માટે કદાચ માર્ગનું સમારકામ કરવામાં આવે તેવુ લાગી રહ્યુ છે. જો કે,થોડા સમય પછી માર્ગ ફરી ખખડધજ બનતો હોવાથી લોકોના લલાટે માત્ર હાલાકી જ લખાયેલી હોવાથી સરકારી તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here