
સુરતના વરાછા વિસ્તારથી એક ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. યોગી ચોક વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ધો.10માં અભ્યાસ કરતી કિશોરી ત્રીજા માળે ગેલરી માંથી નીચે પટકાઈ હતી. સ્થાનિક રહીશો દ્વારા કિશોરીને હોસ્પિટલ ખસેડવામાં મદદ કરવામાં આવી હતી.
જો કે, કિશોરીને પડતા જોઈ તેની માતા પણ બેભાન થઈ ગઈ હતી. કિશોરી જ્યાં પડી ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર કેટલાક વૃદ્ધો પણ બેઠેલા હતા. કિશોરીને અચાનક પડતા જોઈ તે પણ ચોંકી ગયા હતા. આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ગેલરીમાં પગ લપસતા કિશોરી નીચે પટકાઈ, મળતી માહિતી મુજબ, કિશોરીના નીચે પટકાયાની આ હચમચાવે એવી ઘટના સુરતના વરાછામાં યોગી ચોક વિસ્તારમાં આવેલી તુલસી પાર્ક સોસાયટીમાં બની હતી. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે સોસાયટીના મેઇન ગેટ પાસે બાંકડા પર કેટલાક વૃદ્ધો બેઠા હતા. ત્યારે અચાનક ત્રીજા માળેથી ગેલરીમાંથી એક કિશોરી નીચે પટકાઈ છે. કિશોરીના મોઢાના ભાગેથી લોહી નીકળવા લાગે છે. આથી રહીશો ભેગા થઈને તાત્કાલિક કિશોરી પાસે પહોંચે છે અને તેણીને ઊભી કરી હોસ્પિટલ ખસેડવા માં મદદ કરે છે.
લોહીલુહાણ દીકરીને જોઈ માતા પણ બેભાન થઈ. દરમિયાન ઇજાગ્રસ્ત કિશોરીની માતા પણ ત્યાં આવે છે અને લોહીલુહાણ દીકરીને જોઈ તેઓ પણ બેભાન થઈ જાય છે. માહિતી મુજબ, હાલ કિશોરીની સારવાર ચાલી રહી છે. સરથાણા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર, ઘટના શનિવારે સવારે 11 વાગ્યાની છે. ત્રીજા માળે આવેલા મકાનની ગેલરીમાં કિશોરીનો પગ લપસી જતા તે નીચે પટકાઈ હતી. કિશોરી ધો.10માં અભ્યાસ કરે છે. હાલ તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મામલે પોલીસે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Read More : ‘મસ્જિદમાં ત્રિશુલ શું કરી રહ્યું છે…’, CM યોગીએ જ્ઞાનવાપી પર કહ્યું…
સુરતમાં બેફામ વાહનો હંકારતા અકસ્માતો મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ આપી પ્રતિક્રીયા
સુરતમાં કાર ચાલકે 6 લોકોને અડફેટે લેતા અમદાવાદ ઈસ્કોન બ્રિજની અકસ્માતની ઘટનાનું જાણે પુનરાવર્તન થયું હોય તે પ્રકારે કેસ સામે આવ્યો હતો. ત્યારે સુરતની અકસ્માતની ઘટના મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું કે, મોડી રાત્રે મોટા પ્રમાણમાં આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. પાર્ટીઓ કરવી અને ઘરે જતા બેફામ ડ્રાઈવ થતા આવી ઘટનાઓ બને છે. પોલીસની નજર આવા ડ્રાઈવિંગ કરનાર લોકો પર પડવી જોઈએ. ભોગ મધ્યમ અને ગરીબ વર્ગના લોકો બને છે. દારુ પીધેલી હાલતમાં રાત્રિના સમયે બેફામ ડ્રાઈવિંગ કરે છે.
સામાન્ય બાબતમાં કાર્યવાહી કરે તે વ્યાજબી છે પરંતુ રાત્રિના સમયે વધુ ચેકિંગ કરવું જોઈએ, સુરતમાં સીસીટીવીનું નેટવર્ક છે. દરેક જગ્યાએ બેફામ ગાડીઓ ચલાવાય છે ત્યારે કંટ્રોલ રુમ પર નજર રાખવી જોઈએ. ટ્રાફીકના નિયમોનો ભંગ કરે તો ઈ મેમો આવે છે તો આવા લોકો પર પણ કાર્યવાહી થવી જોઈએ. રાત્રે બેફામ ડ્રાઈવિંગ થાય છે. ટ્રાફીક નિયમનો ભંગ કરનાર લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ. યુવાધન આ રીતે બેફામ વાહનો ચલાવે છે જેના કારણે સામાજિક દુષણ વધે છે. તેના કારણે ચોક્કસ લાગે યુવાનો સિસ્તબદ્ધ બને સારી રીતે જીવન જીવી શકાય તેના પ્રયાસો સામાજિક અને શૈક્ષણિક લેવવે થવા જોઈએ. તંત્ર પર ભરોસો રાખવાની સાથે સાથે માતા પિતાએ પણ ધ્યાન રાખવું પડશે. સંતાનો રાત્રે ક્યાં જાય છે ક્યાં ફરે છે. રાત્રિના બહાર જઈને પાર્ટીઓ કરે છે તેમાં અંકુશ રાખવાની જરુર છે.
સુરતના કાપોદ્રામાં અમદાવાદ જેવી ઘટનાનું પુનરાવર્તન, નશામાં ચાલકે 6ને અડફેટે લીધા

સુરતના કાપોદ્રામાં અમદાવાદ જેવી ઘટના બની હતી. કારે 6 લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઈ જતા કાર ચાલક સાજન પટેલને મેથીપાક ચખાડ્યો હતો અને ઘાટલોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઈજાગ્રસ્તોને તત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જેમાં બાઈક ચાલકો અકસ્માતથી ઢસેડાયા પણ હતા. તમામ ઈજાગ્રસ્તોને હાથ અને પગના ભાગે ઈજા થઈ છે.
પુર ઝડપે કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. નશામાં અકસ્માત સર્જ્યો હોવાની વિગતો સામે આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પણ નશાની હાલતમાં ગાડી ચલાવતો હોવાનું સામે આવ્યું છે. બર્થ ડે પાર્ટી કરીને તે ઘરે જઈ રહ્યો હતો. લોકોને અકસ્માત કરીને ભાગી જવાની ફિરાકમાં હતો. ત્યારે દારુના નશામાં અસ્માત સર્જ્યો હતો. તેણે આ વાતનો સ્વિકાર કરતા કહ્યું કે, બપોરના સમયે મેં 3 કે 4 વાગે દારુ પીધો હતો. વરસાદ પડતા દેખાયું નહીં. અચાનક જ ટુ વ્હિલર્સ આવી ગયું. એક બાજુનો રસ્તો બ્લોક હતો તેમ પણ તેને બચાવમાં કહ્યું હતું. લાલ કલરની સ્વિફ્ટ લઈને જઈ રહેલા આ નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. રચના સોસાયટીથી કાપોદ્રા તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. ચાલકે 6ને અડફેટે લીધા અને તેની એરબેગ પણ ખુલી ગઈ હતી. જો કે, આ સમગ્ર મામલે પોલીસે સાજનને પકડી કાનૂની કાર્યવાહી કરતા તપાસ હાથ ધરી છે.