File Pic
File Pic

26 Aug 22 : અમદાવાદની એક યુવતીએ ભાવનગરના તબીબ સાથે અંગતપળનો વીડિયો બનાવી હનીટ્રેપમાં ફસાવ્યા, બ્લેકમેઈલ કરી 1.5 કરોડ માગ્યા હનીટ્રેપ મામલે બે આરોપીઓ હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું ભાવનગરના એક નામાંકીત તબીબ સાથે મિત્રતા કેળવી અમદાવાદની એક યુવતીએ હનીટ્રેપમાં ફસાવતા ચકચાર મચી છે. યુવતી અને તેના મળતિયાઓએ ડોકટર પાસે 1.5 કરોડ રૂ. ની માગણી કરતા મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો છે.

ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓ ની શોધખોળ હાથ ધરી છે. બે આરોપીઓ પોલીસના હાથવેંતમાં જ હોવાનું જાણવા મળ્યું છે. બનાવના પગલે ભારે ચકચાર મચી ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનના સૂત્રોએ પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું કે ભાવનગરના એક નામી તબીબને અમદાવાદમાં રહેતી એક યુવતીએ તેમની સાથે મિત્રતા કેળવી મોહજાળમાં ફસાવ્યા હતા અને તબીબ સાથેનો અંગતપળોનો વીડિયો ઉતારી તેને વાયરલ કરવાની ધમકી આપી તેની પાસે 1.5 કરોડ જેટલી મસમોટી રકમની માંગ કરી હતી.

બનાવના પગલે ભારે ચકચાર મચી છે. બનાવના પગલે ભારે ચકચાર મચી ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનના સૂત્રોએ પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું કે ભાવનગરના એક નામી તબીબને અમદાવાદમાં રહેતી એક યુવતીએ તેમની સાથે મિત્રતા કેળવી મોહજાળમાં ફસાવ્યા હતા