મા તે માં બીજા વગડાના વા. આ કહેવતને સાર્થક કરતું ઉત્તમ ઉદાહરણ સાવરકુંડલાનો એક વાણીયા સોની પરિવાર

15 May 23 : બાળકને જીવનમાં માતાનો પ્રેમ સૌથી વધુ મળે છે માતા બાળકને નિ:સ્વાર્થ ભાવે પ્રેમ કરે છે. બાળક પ્રત્યે માતાને જેટલી લાગણી હોય છે એટલી કોઈપણ ને હોતી નથી એટલે તો કહેવતમાં કહેવાયું છે કે મા તે માં બીજા વગડાના વા. આ કહેવતને સાર્થક કરતું ઉત્તમ ઉદાહરણ સાવરકુંડલાના એક વાણીયા સોની પરિવારમાં જોવા મળે છે.

આ પરિવારની વાત કરીએ તો કેસર નામની એક બાળકીનો જન્મ થયો છે. જન્મથી જ આ બાળકીને અસાધ્ય એવો રોગ થયો છે કે જેનું નામ હાઈડ્રોસેફુલસ છે. જેમાં બાળકને માથા માં પાણી ભરાય છે અને માથા ની સાઈઝ ખૂબ જ મોટી થઈ જાય છે અને છાતીથી પગ સુધીનો ભાગ બે મહિના ના બાળક જેટલો થાય છે .આ બાળક કોઈ પણ પ્રકાર હલનચલન કરી શકતી નથી. ૨૪ કલાક ૩૬૫ દિવસ ફક્ત અને ફક્ત સૂતું જ રહે છે, કેસર ને દ્રષ્ટિ નથી પરંતુ માતાની બે આંખ થી જાણે બધું જુએ છે. આ રોગ જવલ્લે જ જોવા મળતો હોય છે. આ રોગનો ભોગ બને ને બાળક માત્ર છ થી સાત મહિના જીવી શકે છે પરંતુ છ વર્ષની કેસર ની માતા કાજલબેન સોનીની સેવા, હૂફ અને અથાગ પ્રેમે આ રોગના લક્ષણો ફેરવી નાખ્યા કેસર ને જન્મથી જ આ રોગની બીમારી હતી. ડોક્ટરનું કહેવું છે મેડિકલ સાયન્સ પૂરું થાય ત્યારે આવા કેસ શરૂઆત થાય છે. આ બાળક છ થી સાત મહિના જીવી શકે છે . કેસર ના જન્મ થી ડોક્ટરે કહ્યું હતું કે જ્યાં સુધી જીવે ત્યાં સુધી સેવા કરવી પડશે. બાળકને સવારે દૈનિક કાર્ય થી લઈને એના ખોરાકની,નવડાવવા-ધોવડાવવાની સંપૂર્ણ જવાબદારી પુરા દિલથી એમની માતા કાજલબેન કરે છે. કાજલબેન ના પતિ સત્યમભાઈ સોની – સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલમાં શિક્ષક છે એમનો પણ બધી બાબતમાં સપોર્ટ મળ્યા કરે છે. હાલ અત્યારે કેસર છ વર્ષ ની થઇ છે. આમ જોઈએ તો એમના ખાલી કાનની શ્રવણ શક્તિ સારી છે કે જે એમના માતાનો અવાજ, પિતાનો અવાજ અને દાદી નો અવાજ ઓળખીને ખડખડાટ હસે છે. આ વાત પરથી આપણે એવું કહી શકીએ કે જો માતા પિતા આવા શારીરિક દિવ્યાંગ બાળકોની સાથે સારી રીતે સાર-સંભાળ કરે તો એમનું જીવન ધન્ય થઈ જાય છે અને આયુષ્ય પણ વધે છે. ધન્ય છે માતા કાજલબેન ને કે આ દીકરી નું જીવન તો રોશન કરે જ છે પણ સાથે સાથે પોતાનું, કુટુંબનું અને સમાજ નું નામ પણ રોશન કરે છે.

વધુમાં વાંચો… Android 14માં મળશે ગજબના ફીચર્સ, બદલાશે એક્સપિરિયન્સ, આ ફોનમાં મળી રહ્યું છે બીટા અપડેટ
Google I/O 2023માં કંપનીએ ઘણી મોટી જાહેરાતો કરી. એવી અપેક્ષા હતી કે આ ઇવેન્ટમાં જ કંપની Android 14ની પણ જાહેરાત કરી શકે છે. જો કે, આવું બન્યું ન હતું. ગૂગલ આ વર્ષના અંત સુધીમાં Android 14 રિલીઝ કરશે. જો કે, કંપનીએ ચોક્કસપણે તેના કેટલાક ફીચર્સ જાહેર કર્યા છે, જે આગામી અપડેટમાં ઉપલબ્ધ થશે. Android 14નું પહેલું ડેવલપર પ્રિવ્યૂ ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછી, કંપનીએ એપ્રિલમાં તેનું પબ્લિક બીટા વર્ઝન બહાર પાડ્યું. તે કેટલાક ફોન પર પણ ડાઉનલોડ કરી શકાય છે. ચાલો જાણીએ Android 14 બીટાની કેટલીક ખાસ વાતો.

મેઝિક કમ્પોઝ. આ ગૂગલનું નવું ટૂલ છે, જે મેસેજમાં જોવા મળશે. મેજિક કમ્પોઝની મદદથી યુઝર્સ ગુગલ મેસેજમાં તેમની વાતચીત વધુ સારી રીતે લખી શકે છે. આ માટે, ટૂલ AI નો ઉપયોગ કરે છે. આ ફીચર યુઝર્સને રિપ્લાય સજેસ્ટ કરે છે. આટલું જ નહીં, તે યુઝર્સના રાઇટિંગ સ્ટાઇલને પણ બદલી શકે છે. જો કે ગૂગલ પહેલાથી જ ફાઇન્ડ માય ફોનનું ફિચર આપે છે, પરંતુ હવે તે અપડેટ સ્વરૂપમાં ઉપલબ્ધ થશે. Google Android 14 હેઠળ Find My Device અપડેટ કરશે. તેની મદદથી યુઝર્સ તેમના ઈયરબડ, ટેબલેટ અને અન્ય પ્રોડક્ટ્સ ને પણ ટ્રેક કરી શકશે. એટલું જ નહીં, યુઝર્સને અજાણ્યા ટ્રેકર્સના એલર્ટ મળશે. Android 14 માં, યુઝર્સ તેમની લોક સ્ક્રીનને પહેલા કરતા વધુ રીતે કસ્ટમાઇઝ કરી શકશે. યુઝર્સ ને નવા શોર્ટકટ અને વોચનો ઓપ્શન મળશે, જે સારી રીતે ડિઝાઇન કરવામાં આવશે. તેની મદદથી યુઝર્સ તેમની જરૂરિયાતો અનુસાર તેમના ડિવાઇસને કસ્ટમાઇઝ કરી શકશે. આ સિવાય યુઝર્સને મોનોક્રોમેટિક કલર સ્કીમનું ફીચર પણ મળશે. આગામી અપડેટમાં, Google ઇમોજી વૉલપેપરની સુવિધા ઉમેરશે. તેની મદદથી તમે તમારી સિલેક્ટેડ વોલપેપર બનાવી શકશો. આ માટે, તમારે 14 ઇમોજી પસંદ કરવા પડશે, પછી એક પેટર્ન અને છેલ્લે એક કલર પ્લાન પસંદ કરવો પડશે. આ રીતે તમે વોલપેપર બનાવી શકો છો, જેનો ઉપયોગ લોક સ્ક્રીન અને હોમ સ્ક્રીન બંને પર થઈ શકે છે. સિનેમેટિક વૉલપેપર્સ.આ ફીચરની મદદથી યુઝર્સ કોઈપણ ફોટોને 3D ઈમેજમાં કન્વર્ટ કરી શકે છે, જેમાં મોશન ઈફેક્ટ પણ હશે. યુઝર્સ આ ફોટોનો બેકગ્રાઉન્ડમાં પણ ઉપયોગ કરી શકે છે. આમાં તમને અન્ય ઘણા ફિચર્સ પણ જોવા મળશે.

કયા સ્માર્ટફોન પર Android 14 બીટાનો ઉપયોગ કરી શકાય છે? : જો કે, તમે તેને Google Pixel પર અજમાવી શકો છો. આ સિવાય, તમને અન્ય નોન-ગૂગલ ફોન પર પણ આ ઓપ્શન મળશે. Pixel ફોન ઉપરાંત, Android 14 Beta Xiaomi 12T, Xiaomi 13, Xiaomi 13 Pro, Xiaomi Pad 6, vivo X90 Pro, TECNO Camon 20 Series, OPPO Find N2 Flip, OnePlus 11, Realme GT Phone 2 Pro, iQOO 11ને અપડેટ મળી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here