તાપી : સોનગઢમાં 1107 ફૂટના તિરંગા સાથે ભવ્ય યાત્રા નીકળી

14 Aug 22 : આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યનો છેવાડાનો તાપી જિલ્લો પણ આ ઉજવણીમાં કેમ બાકાત રહે. જિલ્લાના સોનગઢ તાલુકામાં 1107 ફિટ લંબાઈ ધરાવતા તિરંગાની ભવ્ય યાત્રા યોજાઈ હતી. જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાયા હતા.

બારડોલી – આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યનો છેવાડાનો તાપી જિલ્લો પણ આ ઉજવણીમાં કેમ બાકાત રહે. જિલ્લાના સોનગઢ તાલુકામાં 1107 ફિટ લંબાઈ ધરાવતા તિરંગાની ભવ્ય યાત્રા યોજાઈ હતી. જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાયા હતા. સમગ્ર દેશમાં ગત રોજથી શરૂ થયેલા “હર ઘર તિરંગા ” અભિયાન આજે તાપી જિલ્લામાં મહાઅભિયાન બન્યું છે.

   

સોનગઢ તાલુકા ખાતે 1107 ફીટ લાંબી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજાઇ હતી. આ યાત્રામાં જિલ્લા કલેક્ટર એચ.કે. વઢવાણિયા અને જિલ્લા પોલીસ અધીક્ષક રાહુલ પટેલ, પદ્મશ્રી રમીલાબેન ગામીત, સોનગઢ મામલતદાર સહિત હજારો નાગરિકો, શાળાના બાળકો વિવિધ વેશભુષા સાથે યાત્રામાં સામેલ થતા સામાન્ય યાત્રા મહા યાત્રામાં પરિણમી હતી.

આ યાત્રા દરમિયાન વરસાદી વાતાવરણમાં મંદ મંદ વરસાદ સાથે સોનગઢનો કિલ્લો અને હજારો સંખ્યામાં નાગરિકો સહિત 1107 ફીટ લાંબી તિરંગા યાત્રા આ ત્રણે ખાસ બાબતોને નાગરિકોએ પોતાના માનસપટ ઉપર તો ક્યાંક તસ્વીરોમાં બખૂબી કેદ કરવામાં આવી છે. આ તિરંગા યાત્રા સૌના આક ર્ષણનું કેન્દ્ર બની હતી.