File Image
File Image

18 Sep 22 : આજે ગુજરાતના કચ્છમાં આવેલા મુદ્રા પોર્ટ પરથી DRI ની ટીમ દ્વારા કન્ટેનરમાં તપાસ કરતા ઈ સિગારેટનો મોટો જથ્થો પકડી પડ્યો હતો. DRI ની ટીમે પ્રાથમિક તપાસ કરતા આ પકડાયેલા જથ્થો પાડોસી દેશ ચીનમાંથી આવ્યો હતો. આ તપાસ માટે અમદાવદ અને સુરત ડીઆઈઆરની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધાર્યું હતું.

આ સંયુક્ત ઓપરેશનમાં કચ્છના મુદ્રા પોર્ટ પરથી લગભગ 48 કરોડથી પણ વધુની ઈ સિગારેટનનો જથ્થો ઝડપી પડ્યો હતો. આ ટીમ દ્વારા શંકાસ્પદ કન્ટેનરને અટકાવામાં આવ્યું હતું અને તેમાં તપાસ કરતા બે લાખ ચારસો પ્રતિબંધિત ઈ સિગારેટના પેકેટ્સ મળી આવ્યા હતા. આ ઉપરાંત કન્ટેનરમાંથી મિસડિક્લેરેશનનો પણ જથ્થો મળી આવ્યો હતો. અત્યારે ટીમ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નોંધનીય છે કે ભારત સરકાર દ્વારા આ પ્રકારનું ઈ સિગારેટ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. આ આગાઉ પણ ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. સુરતના સચિન હાઈવે પરથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. DRIની ટીમ દ્વારા તપાસ કરતા કન્ટેનરમાંથી 2 લાખ સ્ટિક્સ મળી આવ્યા હતા.

  • લીંબડી રેલવે સ્ટેશન રોડ પર આવેલી એસબીઆઈમાંથી પુત્રીના લગ્ન માટે ઉપાડેલા રૂ.2 લાખ ગઠીયા ઉઠાવી નાશી છુટતા ચકચાર. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી.

18 Sep 22 : લીંબડી રેલવે સ્ટેશન રોડ પર આવેલી એસબીઆઈમાંથી પુત્રીના લગ્ન માટે ઉપાડેલા રૂ.2 લાખ સર.જે. હાઈસ્કૂલ પાસે પાર્ક કરેલી કારમાંથી ગઠિયા ઉઠાવી જતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

લીંબડી-અંકેવાળિયા રોડ પર આવેલી ન્યૂ શ્રદ્ધા સ્કૂલ પાછળ રહેતા અને વીજ કંપનીમાં કોન્ટ્રાક્ટ ઉપર પોતાની કાર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા નરેશભાઈ પટેલની પુત્રીના લગ્ન નવેમ્બર મહિનામાં યોજાવાના છે. પુત્રીના લગ્નની ખરીદી કરવા પૈસાની જરૂર હોવાથી તેઓ તેમના 2 મિત્ર સાથે કાર લઈ બેંકમાં પૈસા ઉપાડવા ગયા હતા. લીંબડી રેલવે સ્ટેશન રોડ પર આવેલી એસબીઆઈમાંથી નરેશભાઈ પટેલે રૂ.2 લાખ ઉપાડી કારની પાછળની સીટ ઉપર રાખ્યા હતા. બેંકથી 100 મીટર દૂર આવેલી સર.જે.હાઈસ્કૂલ પાસે કાર પાર્ક કરી કાચ ખૂલ્લા રાખીને ત્રણેય મિત્રો પાણી પૂરી આરોગવા નીચે ઉતર્યાં હતા.

પાણી પૂરી આરોગી ત્રણેય કાર લઈને થોડા દૂર ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે કારમાં રાખેલા રૂ.2 લાખ ગુમ છે. બેબાકળા બની નરેશભાઈ મિત્રો સાથે બેંકે દોડી આવ્યા હતા. ધોળા દિવસે રૂ.2 લાખની ઉઠાંતરીના સમાચાર ફેલાતા ચકચાર મચી જવા પામી હતી. ઘટના અંગે પોલીસને જાણ થતા પીએસઆઈ એન.એચ.કુરેશી, મયુરધ્વજસિંહ ઝાલા સહિતના બેંકે દોડી આવ્યા હતા. બેંકના સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે. અમુક શકમંદો નજરે પડે છે કે જેમની હિલચાલ શક ઉપજાવે તેવી છે. સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી દીધી છે. ટૂંક સમયમાં ગઠિયા હાથે લાગી જાય તેવો આશાવાદ છે તેમ PSI એ જણાવ્યું હતું