File Image
File Image

17 Aug 22 : એક યુવતી બે વ્યક્તિ સાથે પ્રેમમાં હતી ત્યારે એક યુવાન સાથે યુવતીએ લગ્ન કર્યા ત્યારે યુવતીના બીજા પ્રેમીએ લગ્નના બીજાજ દિવસે યુવતીના પતિની કરી હત્યા

જસદણ તાલુકાના આટકોટ નજીક આવેલા પ્રતાપપુરના યુવકના લગ્નના બીજા જ દિવસે પત્નીના પ્રેમીએ છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરતા સનસ નાટી મચી ગઇ છે. વડીયાના યશવંત મકવાણા નામના શખ્સે આટકોટ નજીક આવેલા પ્રતાપપુર ગામના કમલેશભાઇ ચાવડાની છરીના પાંચ ઘા ઝીંકી હત્યા કર્યાનું આટકોટ પોલીસમા નોંધાયુ છે.

મૃતક કમલેશ ચાવડાના છ-સાત વર્ષ પહેલાં લગ્ન થયા હતા. તે પૂર્વે કમલેશ ચાવડાને તેની જ જ્ઞાતિની વડીયા રહેતી કોમલ સાથે પ્રેમ સંબંધ હતો પરંતુ કોઇ કારણોસર બંને વચ્ચે લગ્ન થયા ન હતા અને કમલેશના અન્ય યુવતી સાથે લગ્ન થયા હતા. કમલેશ ચાવડાના લગ્ન જીવન દરમિયાન પાંચ વર્ષની એક પુત્રી છે. દરમિયાન કોમલ અને કમલેશ ત્રણેક માસ પહેલાં મળતા બંનેનો જુનો પ્રેમ તાજો થયો હતો અને એક બીજાને મળવાનું અને મોબાઇલમાં વાત કરવાનું શરૂ થયું હોવાથી કમલેશ ચાવડાની પત્નીએ દોઢ માસ પૂર્વે જ છુટાછેડા આપ્યા હતા. આથી કમલેશ ચાવડાએ ગત તા.૧૫મી ઓગષ્ટના રોજ વડીયાની કોમલ સાથે પૂન: લગ્ન કર્યા હતા.

લગ્નના બીજા જ દિવસે કમલેશ ચાવડાનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો અને ઘટના સ્થળેથી એક પાકીટ મળી આવ્યું હતું જેમાં વડીયા ના યશવંત મકવાણાનું આઇ કાર્ડ મળી આવતા કોમલ પણ વડીયાની હોવાથી આટકોટ PSI કે.પી. મેતા સહિતના સ્ટાફે વડીયાના યશવંત મકવાણા અંગે કોમલની પૂછપરછ કરતા તેણીને સાતેક વર્ષથી યશવંત મકવાણા સાથે પણ પ્રેમ સંબંધ હોવાનું અને આઠ માસ પહેલાં અને ત્રણેક માસ પહેલાં યશવંત મકવાણા સાથે ભાગી ગયાની કોમલે કબુલાત આપી હતી. ઘટના સ્થળેથી મળી આવેલા પાકીટ પરથી કમલેશ ચાવડાની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે હત્યા કરી ભાગી છુટેલા યશવંત મકવાણાને ઝડપી લેવા એક ટીમને વડીયા મોકલી છે.