રાજકોટના પરણિત યુવકે કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમ ઝાળમાં ફસાવી બળાત્કાર ગુજાર્યો

File Image
File Image

02 Nov 22 : બળાત્કારના કિસ્સા દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે. રાજકોટના એક પરણિત યુવકે કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને લગ્નની લાલચ આપી પોતાના પ્રેમ ઝાળમાં ફસાવી છોકરીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હોવાની સામે આવ્યું છે. રામનાથપરા નજીક આવેલા ભવાનીનગરની કોલેજીયન યુવતિને પુનિતનગર પાસેની વૃંદાવન સોસાયટીની પરીણીતા આહિર શખ્સે પ્રેમ ઝાળમાં ફસાવી બળાત્કાર ગુજાર્યો બાદ કામાંધે સમાજમાં પોતાની આબરુ બચાવવા પિડીતાના ભાઇ અને મંગેતર સામે અપહરણ કરી માર માર્યાની પોલીસમાંથી ફરીયાદ નોંધાવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રામનાથપરા નજીક ભવાની નગરમાં રહેતી અને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતિએ 1પ0 ફુટ રીંગ રોડ પર આવેલા પુનિતનગર નજીક વૃંદાવન સોસાયટીમાં રહેતા અને જાહેરાતના બોર્ડ લગાવવાનું કામ કરતા જયદેવ રાયધન મૈયડ નામના આહિર શખ્સે બળાત્કાર ગુજાર્યાની તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પી.એસ.આઇ. આર.જે. ચારણ સહીતના સ્ટાફે જયદેવ મૈયડ સામે બળાત્કાર ગુજાર્ગાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પિડીતા પાંચેક માસ પહેલા યાજ્ઞીક રોડ પર આવેલી ફાયનાન્સની ઓફીસરમાં નોકરી પર જતી હતી ત્યાં કામ કરતી ધ્રુવી નામની યુવતિ સાથે પરિચય થતા બન્ને વચ્ચે બહેનપણીના સંબંધો થયા હતા. પાંચેક માસ પહેલા પિડીતાને પોતાના બહેનપણી અને તેણીનો બોય ફ્રેન્ડ જયદેવ રાયધન મૈયડ રામનાથ પરા સુધી મુકવા આવ્યા હતા. ત્યારે પિડીતાના મોબાઇલ નંબર જયદેવ મૈયડે લીધા હતા. જયદેવ મૈયડે પોતાના મોબાઇલ નંબર 81549 43747 પરથી પિડીતાને વોટસએપ મેસેજ કર્યો હતો. ત્યાર બાદ બન્ને મોબાઇલમાં વાતચીત કરતા હતા અને પાંચ-છ દિવસ સુધી મોબાઇલમાં વાતચીત કર્યા બાદ જયદેવ મૈયડે પોતે પરિણીત હોવાનું અને પોતાની પત્ની સપના સાથે ભળતું ન હોવાથી પત્નીને એકાદ વર્ષથી રીસામણે છે તેણીને છુટાછેડા આપી લગ્ન કરવાની લાલચ દઇ પોતાના પ્રેમઝાળમાં ફસાવી હતી.

ગત તા. 11 ઓગસ્ટના સાંજના પાંચ વાગે જયદેવ મૈયડે પિડીતા સાથે મોબાઇલમાં વાત કરી મળવા માટે મવડી ચોકડીએ બોલાવી હતી ત્યાંથી જયદેવ મૈયડ એકિટવામાં પુનિતનગર પાણીના ટાંકા સામે વૃંદાવન સોસાયટીમાં પોતાના બે માળના મકાને લઇ ગયો હતો ત્યારે તેના ઘરે તેના પરિવારના કોઇ સભ્ય હાજર ન હતા. ત્યારે પોતાની મરજી વિરુઘ્ધ શરીર સંબંધ બાંઘ્યો હતો અને અડધો કલાક બાદ રિક્ષામાં પિડીતાને રામનાથપરા સુધી જતો રહ્યો હતો. જયદેવ મૈયડે પોતાની સાથે શરીર સંબંધ બાંઘ્યાની પીડીતાએ પોતાના પરિવારને વાત કરતા પિડીતાના ભાઇ અને મંગેતરે જયદેવ મૈયડને સમાધાન માટે રેસકોર્ષ બોલાવ્યો હતો. ત્યારે જયદેવ મૈયડ સાથે ઝઘડો થતા તેનું અપહરણ કરી માર માર્યો હોવાથી પિડીતાના ભાઇ અને મંગેતર સામે પ્ર.નગર પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. અને જયદેવ મૈયડ પોતાની પત્નીને પોતાના ઘરે પરત લાવી પિડીતાને લગ્નની લાલચ દઇ બળાત્કાર ગુજાર્યાનું ફરીયાદમાં જણાવ્યું છે. તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. આર.જે. ચારણ સહિતના સ્ટાફે જયદેવ રાયધન મૈયડ સામે બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here