
રાજકોટ શહેર પોલીસ અને શહેરની જાણીતી સામાજિક સંસ્થા લોક સંસદ વિચાર મંચના સંયુક્ત ઉપક્રમે રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીના કોન્ફરન્સ હોલમાં રાજકોટ શહેરના ટ્રાફિક ડીસીપી પૂજા યાદવના અધ્યક્ષ સ્થાને ટ્રાફિકની સમસ્યા અને તેના ઉકેલો અંગે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસના ઇન્ચાર્જ એસીપી વિશાલ રબારી ઉપસ્થિતિમાં શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો, સિનિયર સિટીઝન, વેપારીઓ અને એડવોકેટોની હાજરીમાં શહેરમાં જટીલ બનેલી ટ્રાફિક સમસ્યા અને તેના નિરાકરણ માટે યોગ્ય પગલા ભરે તે માટે પોલીસ સાથે બેઠક યોજવામાં આવી હતી.
રાજકોટ શહેર એ સૌરાષ્ટ્રનું પાટનગર સમાન શહેર છે અને શૈક્ષણિક હબ બની ગયું હોવાને પગલે વાહનોની સંખ્યામાં તોતિંગ વધારો થયો છે જે પગલે ટ્રાફિક સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. રાજકોટ શહેર પોલીસ તંત્ર અને રાજકોટ મહાનગરપાલિકાના યોગ્ય સંકલનના અભાવે અને ત્વરિત નિર્ણયો ન કરવાને પગલે શહેરીજનોએ ભોગવવું પડે છે. શહેરની ટ્રાફિક વ્યવસ્થા સદંતર ખાતે ગઈ છે. વિવિધ રાજમાર્ગો બજારોમાં સતત કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ રહે છે અતિ વિકટ ટ્રાફિક સમસ્યાનો ઉકેલ જવાબદાર તંત્ર પાસે હોય તેવું લાગતું નથી સમગ્ર શહેર ટ્રાફિક બ્રિગેડોને હવાલે હોય તેવો તાલ છે. ભીડભાડ વાળા ટ્રાફિક પોઇન્ટ પર ઉભેલા ટ્રાફિક પોલીસ મેન અને ટ્રાફિક વોર્ડન દૂર રહી મોબાઇલમાં વ્યસ્ત હોય છે ટ્રાફિક વ્યવસ્થા વધુ ને વધુ કથળતી જાય છે ત્યારે દંડ અને મેમા મોકલી સામાન્ય પ્રજાને હેરાન કરતી ટ્રાફિક પોલીસ ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ બનાવવામાં બિલકુલ રસ નથી લેતી. બેઠકમાં શહેરના 20 થી મુખ્ય મુદ્દાઓ વચ્ચે ચર્ચા વિચારણાઓ થઈ હતી જેમાં હાલ સાંઢીયા પુલ નું હજૂ ખાતમુહૂર્ત બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાય ન હોવાને પગલે બ્રિજનો નવીની કરણનો પ્રોજેક્ટ અધ્ધરતાલ છે. અને લાંબા સમયથી શહેરમાંથી પસાર થતી મોરબી,નલિયા,દ્વારકા,જામનગર તરફની બસોને લાંબો રન કાપવો પડે છે અને મુસાફરોને વધુ ભાડું ભરવું પડે છે. ત્યારે સાંઢીયા પુલની બંને તરફ ડાઇવરજન આપી શકાય તેમ હોવાથી તાત્કાલિક મહાનગરપાલિકા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી ઘટે.
શહેરમાં કોઠારીયા રીંગ રોડ ખાતે હુડકો પછી જે બે નાલા છે તે અપૂરતા છે ત્યાં સતત ટ્રાફિકજામ રહે છે અને વધુ બે નાલા ની આવશ્યકતા છે જગ્યા પણ છે પરંતુ નક્કર કામગીરી કે વધુ નાલા કરવામાં આવતા ન હોવાને પગલે કલાકો સુધી ટ્રાફિકજામ રહે છે.
શહેરના મોટાભાગના ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિક ટાઇમર બંધ છે જે પોઇન્ટ પર ટ્રાફિક ટાઇમર બંધ હોય ત્યાં તાત્કાલિક ટાઇમર ચાલુ કરાવો જેથી પ્રદૂષણમાં ઘટાડો થશે. શહેરના મુખ્ય માર્ગો પર બિનજરૂરી દબાણો હોય તો તે હટાવવા નાના ધંધાર્થીઓ માટે દરેક વોર્ડમાં રાજકોટ મનપા સાથે સંકલન કરી વધુ ને વધુ વોકર ઝોન બનાવવા દરેક વોર્ડમાં 1 વોકર ઝોનની આવશ્યકતા છે. અને જ્યાં ખુલ્લો પ્લોટ હોય ત્યાં પે એન્ડ પાર્કની બદલે લોકોને નિ:શુલ્ક પાર્કિંગની સુવિધા મળવી જોઈએ. શહેરના 70 ટ્રાફિક બુથો પર અનઅધિકૃત રીતે કરાયેલી જાહેરાત સંદર્ભે તારીખ ૧૧/૫/૨૩ થી સંસ્થા દ્વારા લેખિતમાં રજૂઆત કરાયા બાદ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસની એસીપી ઓફિસમાં તારીખ:- ૨૧/૮/૨૩ ગજેન્દ્રસિંહ ઝાલા નું નિવેદન લેવાયા બાદ આજ સુધી એ બાબતનો સંસ્થાને કોઈ જવાબ મળેલ નથી. મહાનગરપાલિકાના જવાબદાર એસ્ટેટ અધિકારીએ મૌખિક જણાવ્યું કે આ મુદ્દો પોલીસને લગતો છે પોલીસે જાહેરાતો મારી હતી. જો કોન્ટ્રાક્ટર કે પોલીસે જાહેરાતો મારી હોય તો આ જાહેરાત નો ખર્ચ અંદાજિત 1.68 કરોડ રૂપિયા ભરવા અમારી અપીલ છે. પોલીસ એ ડીસીપ્લીનરી ફોર્સ હોય ત્યારે પોલીસનું વર્તન યોગ્ય હોવું જોઈએ. ટ્રાફિક વોર્ડનને શિસ્તમાં રાખવાની જરૂર છે. વોર્ડન ના શિષ્ત અંગે એક સેમિનારની આવશ્યકતા હોય ત્યારે આ પ્રકાર ના સેમિનારમાં રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પોલીસને સંપૂર્ણ રીતે સાથ અને સહકાર આપશે
શહેર ટ્રાફિક પોલીસના ડીસીપી સાથેની બેઠકમાં યુથ ફોર ડેમોક્રેસી, રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળ, લોક સંસદ વિચાર મંચ, ઓમ સાંઈ ચેરીટેબલ ટ્રસ્ટ, જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ના સંસ્થાના પ્રતિનિધિઓ વેપારીઓ, સીનીયર સીટીઝનો અને એડવોકેટો ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રાફિક સમસ્યા ને તેના ઉકેલ માટે વિવિધ સૂચનો પણ કર્યા હતા. બેઠક માં પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઇન્દુભા રાઓલ, એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, સિનિયર સિટીઝન પ્રવીણભાઈ લાખાણી, ખેડૂત આગેવાન પ્રવીણભાઈ પડારીયા, મિલિંદભાઈ પરમાર, ભાવેશભાઈ આચાર્ય, આશિષભાઈ શેખ, મુન્નાભાઈ સોનકર, રમેશભાઈ લુહાર, શબનમબેન પઠાણ, સરલાબેન પાટડીયા, પુનમબેન રાજપૂત સહિતના સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Watch Video : ઉત્તરાખંડ : ભારે વરસાદ – પુરનું તાંડવ, પૌડી ગઢવાલ જિલ્લાના કોટદ્વારમાં ગાદીઘાટ પુલનો એક ભાગ તૂટી પડ્યો
જન્માષ્ટમી મહોત્સવની પૂર્વ તૈયારીના ભાગ રૂપે વિ.હિ.પ. દ્વારા બેઠક યોજાઈ
વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર દ્વારા દર વર્ષે ખાસ કરીને શ્રાવણ મહિનાથી શરૂ થતા અનેકવિધ તહેવારોની રંગે-ચંગે ઉજવણી કરવામાં આવે છે. વિશેષ રૂપે જન્માષ્ટમીની ઉજવણીનું આયોજન મોટા પાયે થતુ હોય છે. આ વર્ષે પણ સૂત્ર સ્પર્ધા તથા બાળકો માટે રંગ પૂરણી હરીફાઈ, ગોપી-કિશન સ્પર્ધા સહિતના અનેક કાર્યક્રમો સાથે રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારો ઉપર સવિશેષ આયોજનને ધ્યાનમાં રાખીને પૂર્વ તૈયારીના ભાગ રૂપે વિ.હિ.પ. દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં વિ.હિ.પ.ના અનેક હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહયાં હતાં અને બેઠકમાં આગામી દિવસોમાં સમય સંજોગોને અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કયા સ્વરૂપે ઉજવણી કરવી તે અંગે ગહન ચર્ચાઓ કરવામાં આવી હતી. આ તકે સમગ્ર હિન્દુ સમાજને એક તાતણે બાંધતા આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો ઉપર લોકો ભકિતમય રીતે દરેક તહેવારોની ઉજવણી કરે અને લોકોમાં ધાર્મિકની સાથે માનસિક દુઢતાનું વાતાવરણ બને તેવા પ્રયાસો વિ.હિ.પ. દ્વારા કરવામાં આવનાર છે. આગામી ઉજવણીમાં કયાં કોને કેવી રીતે જોડવા તે અંગે માઈક્રો પ્લાનીંગ સાથેની બ્લુ પ્રિન્ટ બનાવવાનું સુચન કરવામાં આવ્યું હતું તેમજ તમામ કાર્યક્રમો, સ્પર્ધા, ઉજવણી, કરવામાં આવશે તે આગામી દિવસોમાં સમયાંતરે વિ.હિ.પ. દ્વારા પ્રચાર-પ્રસારના માધ્યમોથી લોકો સુધી પહોંચાડવામાં આવશે.
તેમજ આ બેઠકમાં પ્રાંત મંત્રી ભુપતભાઈ ગોવાણી તથા વિ.હિ.પ. રાજકોટ મહાનગરના અધ્યક્ષ શાંતુભાઈ રૂપારેલીયા દ્વારા આગામી જન્માષ્ટમી મહોત્સવના તહેવાર નિમિતે રાજકોટ મહાનગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળે તેની વિગતવારની જાણકારી તથા માહિતી અને સુચનો આપેલ હતા અને તેમના દ્વારા આ જન્માષ્ટમી મહોત્સવ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવાય તેમજ સુંદર શોભાયાત્રા જન્માષ્ટમીના દિવસે નીકળે તે માટે જન્માષ્ટમી મહોત્સવ સમિતિના મહામંત્રી તરીકે દેશભકિતથી રંગાયેલ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક – વિ.હિ.પ. ના પદાધિકારી એડવોકેટ નીતેશભાઈ કથીરીયાની વરણી કરવામાં આવેલ અને સમગ્ર જન્માષ્ટમી મહોત્સવ સમિતિનું આયોજન બધાના સાથ-સહકાર સાથે થાય તેવી આશા વ્યકત કરેલી. તેમજ આ બેઠકમાં મહામંત્રી નિતેશભાઈ કથીરીયાએ જણાવેલ કે આગામી દિવસોમાં જન્માષ્ટમી મહોત્સવના કાર્યનું ઉદ્ઘાટન તથા જન્માષ્ટમી મહોત્સવ સારી રીતે ઉજવાય તે માટે અલગ-અલગ કમીટીઓ પણ બનાવવામાં આવશે તથા રાજકોટ શહેરમાં વિવિધ મંડળો દ્વારા જે જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવવામાં આવે છે તેનો પણ સંપર્ક કરવામાં આવશે. તેવું વિ.હિ.પ. રાજકોટ મહાનગર અધ્યક્ષ શાંતુભાઈ રૂપારેલીયા તથા કાર્યકારી અધ્યક્ષ હસુભાઈ ચંદારાણાની સંયુકત યાદીમાં જણાવવામાં આવેલ છે.