
વિશ્વના બે સૌથી શક્તિશાળી દેશો અમેરિકા અને ચીન નવા યુદ્ધમાં ફસાઈ ગયા છે. અમેરિકા અને ચીન વચ્ચે આ સૌથી મોટું યુદ્ધ છે, કારણ કે તેનાથી બંને દેશોની આર્થિક સ્થિતિ પર અસર થવાનું નિશ્ચિત છે. હકીકતમાં, આ સમયગાળા દરમિયાન બંને દેશોમાં ઉગ્ર વેપાર યુદ્ધ ફાટી નીકળ્યું છે. આ કારણે અમેરિકા અને ચીન બંનેએ એકબીજા પર વિવિધ નિયંત્રણો લાદવા અને અન્ય કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. પરંતુ આ યુદ્ધનો સૌથી મોટો ફાયદો ભારતને થતો દેખાઈ રહ્યો છે.
અમેરિકાના વાણિજ્ય સચિવ જીના રાયમોન્ડો રાયમોન્ડો અને તેમના ચીની સમકક્ષ વાંગ વેન્ટાઓએ ગુરુવારે આ વેપાર યુદ્ધ અંગે એકબીજાની સરકારી નીતિઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ચીને અમેરિકન કન્સલ્ટિંગ ફર્મ પર દરોડા પાડ્યા હતા અને તેના બદલામાં બીજી તરફ અમેરિકાએ સેમિકન્ડક્ટર ટેક્નોલોજીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધી છે. બંને પક્ષોએ કહ્યું કે ટેકનોલોજી અને સુરક્ષાને લઈને વિવાદોમાં કોઈ પ્રગતિ થઈ નથી. જો કે, રાયમોન્ડો અને વાંગે વેપારના મુદ્દાઓ પર મંત્રણા આગળ ધપાવવાનું વચન આપ્યું છે. રાયમોન્ડોએ ચીનમાં અમેરિકન કંપનીઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી અંગે ચિંતા વ્યક્ત કરી. તેમની ઓફિસે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે. બીજી તરફ વાંગની ઓફિસે એક નિવેદન બહાર પાડીને સેમિકન્ડક્ટર, નિકાસ અને વેપાર અંગેની યુએસ નીતિ અંગે ચિંતા વ્યક્ત કરી. ચીન અને અમેરિકા વચ્ચેના ટ્રેડ વોરનો સૌથી વધુ ફાયદો જો કોઈ દેશને થશે તો તે ભારતને થશે. તેનું કારણ સ્પષ્ટ છે કે ચીન સાથેના તણાવને કારણે અમેરિકા હવે ભારતમાં તેની મહત્ત્વની કંપનીઓ સ્થાપવાનું વિચારી રહ્યું છે. આ સાથે ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર નવી ઊંચાઈએ પહોંચી શકે છે. રોજગારીની નવી તકોના સર્જનની સાથે આનાથી ભારતના આર્થિક વિકાસને વધુ વેગ મળશે. તે જ સમયે, અમેરિકન કંપનીઓના આગમન સાથે ભારતીય બજારની ઓળખ વધુ વ્યાપક અને બ્રાન્ડેડ બનશે. આનો ફાયદો બીજા દેશોની સાથે થનારા વેપારમાં પણ ભારતને જ મળશે.
વધુમાં વાંચો… ચીનમાં કોરોનાની નવી લહેરનું જોખમ, જૂનથી એક સપ્તાહમાં સાડા છ કરોડ લોકો થઈ શકે છે સંક્રમિત
ચીનમાં ફરી કોરોનાની લહેર આવી શકે છે અને આ લહેર એટલી ખતરનાક હોવાની આશંકા છે કે ચીનમાં જૂન મહિનામાં દર અઠવાડિયે સાડા છ લાખ લોકો સંક્રમણનો ભોગ બની શકે છે. ચીનના નેશનલ ક્લિનિકલ રિસર્ચ સેન્ટર ફોર રેસ્પિરેટરી ડિસીઝના ડાયરેક્ટર ઝોંગ નાનશાને આ દાવો કર્યો છે. નાનશાનનો દાવો છે કે જૂન સુધીમાં ચીનમાં દર અઠવાડિયે સાડા છ કરોડ લોકો કોરોના વાયરસનો શિકાર બની શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીનમાં એપ્રિલ મહિનાથી કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ફરી વધી રહી છે. કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ XBBને ચીનમાં કોરોના સંક્રમણ વધવાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. ગુઆંગઝો શહેરમાં એક બાયોટેક કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે ઝોંગ નાનશ ને આ દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, મે ના અંત સુધીમાં દર અઠવાડિયે 4 કરોડ લોકો કોરોનાથી પ્રભાવિત થશે. સાથે જ જૂન સુધીમાં આ આંકડો સાડા 6 કરોડ સુધી પહોંચી શકે છે.
કોરોના રસીની ટ્રાયલ ચાલુ .ચાઈનીઝ મીડિયા અનુસાર, XBB એ Omicron ના BA.2.75 અને BJ.2 પેટા વેરિઅન્ટ્સનું હાઇબ્રિડ રૂપ છે. આ પહેલા ગયા વર્ષની શરૂઆતમાં, ચીનમાં કોરોના વાયરસના રોગચાળાએ સમગ્ર દેશને લપેટમાં લીધો હતો અને તે સમયે ચીનમાં દરરોજ લગભગ 35 મિલિયન કોરોના સંક્રમિત જોવા મળતા હતા. તે જ સમયે, કોરોના વાયરસના વેવને જોતા, ચીન સરકારે પણ બચાવની તૈયારી શરૂ કરી દીધી છે. આ અંતર્ગત ચીનમાં નવી કોરોના વેક્સિનના ઉપયોગ માટે અંતિમ મંજૂરી આપવાની તૈયારી ચાલી રહી છે, જે કોરોનાના XBB વેરિઅન્ટ સામે અસરકારક રહેશે. ચીનના ડ્રગ રેગ્યુલેટર્સે આ રસીના પ્રથમ બે તબક્કાને મંજૂરી આપી દીધી છે અને પરીક્ષણના ત્રીજા અને ચોથા તબક્કા પછી ટૂંક સમયમાં તેને મંજૂરી આપી દેવામાં આવશે.