12 Aug 22 : મોરબીના માળિયા ફાટક નજીક પેટ્રોલપંપના કર્મચારી રોકડ લઈને રફુચક્કર થયા.

મોરબીના માળિયા ફાટક નજીક આવેલ પેટ્રોલ પંપમાં કામ કરતા બે સગા ભાઈઓએ હિસાબના ૭૮,૫૦૦ ની રોકડ રકમ લઈને ફરાર થઇ ગયા હતા જે બનાવ મામલે પેટ્રોલપંપના સંચાલક દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

મોરબીના જૂની પીપળી ગામે રહેતા વિજયભાઈ જેઠાભાઈ પારેઘીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે માળિયા ફાટક પાસે આવેલ ધરતી પેટ્રોલ પંપ માં કામ કરતા આરોપી ભરતગીરી લક્ષ્મણગીરી બાવા અને રમેશગીરી લક્ષ્મણગીરી બાવા એ બંને સગા ભાઈઓ હોય જેને તા. ૧૧ ઓગસ્ટના રોજ પેટ્રોલ ભરવાની કામગીરી સોપેલ હોવાથી પેટ્રોલ વેચાણના આવેલ રૂપિયા ૭૮,૫૦૦ નો હિસાબ ફરિયાદીને આપ્યો ના હતો અને હિસાબ આપ્યા વગર બંને ભાઈઓ રોકડ રકમ લઈને રફુચક્કર થઇ ગયા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બંને આરોપી ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે  મોરબીના માળિયા ફાટક નજીક આવેલ પેટ્રોલ પંપમાં કામ કરતા બે સગા ભાઈ ઓએ હિસાબના ૭૮,૫૦૦ ની રોકડ રકમ લઈને ફરાર થઇ ગયા હતા જે બનાવ મામલે પેટ્રોલપંપના સંચાલક દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે .

  • મોરબીના રફાળેશ્વર ગામે જાહેરમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓ ઝડપાયા

12 Aug 22 : મોરબી તાલુકાના મચ્છોનગર ગામે કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને ઝડપી લઈને પોલીસે ૫૦ હજારથી વધુની રોકડ રકમ જપ્ત કરી તમામ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પીઆઈ પી એ દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મચ્છોનગર (રફાળેશ્વર) ગામે સોનાટા કારખાના સામે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા બળદેવ વજાભાઇ ધરજીયા, સમીર લતીફ ભટ્ટી, ભરત લાભુભાઈ સાકલપરા, દિનેશ કરશનભાઈ મકવાણા, સંજય રણછોડભાઈ સરૈયા, વાઘજી જેરામભાઈ સુંડાણી, લાભા રૂડાભાઈ સરૈયા અને ભરત મુળજીભાઈ ભોયા એમ આઠ ઇસમોને ઝડપી લીધા હતા અને રોકડ રકમ રૂ ૫૦,૭૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના મચ્છોનગર ગામે કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને ઝડપી લઈને પોલીસે ૫૦ હજારથી વધુની રોકડ રકમ જપ્ત કરી તમામ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છેજે કામગીરીમાં તાલુકા પીઆઈ પી એ દેકાવાડીયા, દિનેશભાઈ બાવળિયા, રમેશભાઈ મુંધવા, જયદીપભાઈ પટેલ, કતેનભાઈ અજાણા, દિવ્યરાજસિંહ જાડેજા, ફતેસિંહ પરમાર, પંકજભા ગુઢડા સહિતની ટીમ જોડાયેલ હતી.