“રાજકોટ જિલ્લાના પ્રજાજનોને વીજ ચોરી ન કરી રાષ્ટ્રના વિકાસમાં સહયોગ આપવા અનુરોધ”

File Image
File Image

08 Aug 22 : PGVCL, વર્તુળ કચેરી, રાજકોટ ગ્રામ્ય દ્વારા તા. ૧ ઓગસ્ટ થી ૬ ઓગસ્ટ દરમિયાન કોર્પોરેટ ઓફિસ ડ્રાઈવ અંતર્ગત અધિક્ષક ઈજનેર નાં માર્ગદર્શન હેઠળ, રાજકોટ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારની ગોંડલ વિભાગીય કચેરી હેઠળ આવતી પેટા વિભાગીય કચેરીઓના ગામો ગુંદાળા, હડમતાલા ,ભણાવા, ચરખડી, દેરડી, કોટડા, અરડોઈ, વિજીવડ, રાણપુર, સખપર વગેરે ઉપરાંત ગોંડલ શહેરના ભગવતપરા, હરભોલે, બુદ્ધનગર અને રોયલ પાર્ક વગેરે વિસ્તારો, જસદણ વિભાગીય કચેરી હેઠળ આવતી પેટા વિભાગીય કચેરીઓના ગામો ખારચિયા, મોટા દડવા, મોઢુકા, આંકડિયા, વિંછીયા, મોટા માત્રા વગેરે ઉપરાંત જસદણ શહેરમાં ચિતલીયા રોડ, પોલારપર રોડ, વિંછીયા રોડ, વાસુલપરા, ગઢડિયા રોડ વગેર વિસ્તારો અને રાજકોટ ગ્રામ્ય વિભા ગીય કચેરી ફેઠળ આવતી પેટા વિભાગીય કચેરીઓના ગામો દેવગામ, ચીભડા, અભેપર, રતનપર, ગુંદાળા, જીવાપર, હડાળા, રાવકી, ખાંભા તેમજ મેટોડા જી.આઈ.ડી.સી. વગેરે, જેતપુર વિભાગીય કચેરી હેઠળ આવતી જેતપુર શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ તેમજ SRP અને વિડીયો ગ્રાફરને સાથે રાખી ૩૯ જેટલી વીજ ચેકિંગ ટીમો દ્વારા સતત ૬ દિવસ સઘન વીજ ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.

જેમાં કુલ ૪૭૭૪ જેટલા વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. જે અન્વયે કુલ ૫૦૬ જેટલા વીજ ગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી અંદાજે રૂ. ૧૧૪. ૫૪ લાખની વીજચોરીના દંડ ફટકારવામાં આવ્યો હતો. આ અંગે વિસ્તૃત માહીતી આપતાં અધિક્ષક ઈજનેર પી.જે. મહેતાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચોરીનું પ્રમાણ ઘટે તે માટે વીજચોરી ઝડપવાની સઘન ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. અધિક્ષક ઇજનેર પી.જે. મહેતા એ રાજકોટ જિલ્લાના પ્રજાજનોને વીજ ચોરી ન કરી રાષ્ટ્રના વિકાસમાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

  • ‘પી.એમ.કિસાન’’ યોજના અંતર્ગત ખેડૂતોએ “e-kyc” કરાવવું ફરજિયાત

08 ઑગ 22 : રાજકોટ જિલ્લાના પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ ફરજિયાત “e-kyc” કરાવવાનું છે. “e-kyc” કરાવવા માટે પી એમ કિસાન પોર્ટલ પર “આધાર e-kyc” કરવા માટે http://pmkisan.gov.in પોર્ટલ પર Farmers corner (ફાર્મસ કોર્નર) માં આપેલા ઓપ્શન “e-kyc” પર ક્લીક કરી લાભાર્થીએ પોતાનો મોબાઈલ નંબર દાખલ કરી Get Mobile OTP પર ક્લીક કરી, ત્યારબાદ Mobile OTP દાખલ કરી કરી Get Aadhar OTP પર ક્લીક કરવું. જે આધારકાર્ડ સાથે લીંક થયેલા મોબાઈલ નંબરમાં આધાર ઓ.ટી.પી. (Aadhar OTP) આવશે . ત્યારબાદ Aadhar OTP દાખલ કરી “Submit for Auth” (સબ્મિટ ફોર ઓથ) બટન પર ક્લીક કરતાં “e-kyc is successfully Submitted” ડીસ્પલે થાય ત્યારે પ્રોસેસ પૂર્ણ થયેલ ગણાશે. બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન સુવિધા કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈ લાભાર્થી “આધાર e-kyc” કરી શકશે. જેનો ચાર્જ લાભાર્થીએ રૂ. ૧૫ ચૂકવવાનો રહેશે.

આ યોજના હેઠળના તમામ લાભાર્થીઓનું “e-kyc“ તા. ૧૫ ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરાવી લેવાનું રહેશે. નિશ્ચિત સમય મર્યાદામાં જે ખેડૂતોનું e-kyc અપડેટ પૂર્ણ થયેલું ન હોય તેવા ખેડૂતોને યોજના હેઠળના હવે પછીના હપ્તા જમા કરવામાં આવશે નહી. જેની ખાસ નોંધ લેવી.