દ્વારકાના નાથને રાજકોટ નિવાસીએ મનોકામના પૂર્ણ થતાં સોનાનો મુગટ કર્યો અર્પણ

ગુજરાતના ઉત્તર પશ્ચિમ રાજ્યમાં ગોમતી નદીના કાંઠે વસેલું છે. દ્વારકા એ ભારતના સૌથી મહત્વપૂર્ણ હિન્દુ તીર્થ સ્થાનો માનું એક છે જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે. શ્રી કૃષ્ણ અહીં દ્વારકાધીશ અથવા ‘દ્વારકાના રાજા’ નામથી પૂજાય છે.

દ્વારકાના જગત મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો શીષ ઝુકવવા આવતા હોય છે. દેશ-વિદેશથી લોકો જગત મંદિરની મુલાકાતે આવતા હોઈ છે. અનેક દાતાઓ દ્વારા અહીં દાન આપવામાં આવતું હોઈ છે ત્યારે દ્વારકાધીશના પરમ ભક્ત દ્વારા સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો. ભગવાન દ્વારકાધીશના પ્રિય ભક્ત એવા રાજકોટ નિવાસી ભુપતસિંહ દિલુભા જાડેજા પરિવાર દ્વારા શ્રીજીને 275 ગ્રામ વજનનો સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો હતો. તેમના જણાવ્યાનુસાર ભગવાન દ્વારકાધીશના ચરણોમાં આ સુવર્ણ ભેટ ધરી પોતાની જાતને ધન્ય અનુભવી રહ્યા છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા દ્વારકા આવીને જગત મંદિરના શિખર પર ધ્વજારોહણ કરે છે. પોતાના શરીરના વજનના ભાર મુજબ અન્નદાન કરે છે. અમુક લોકો ગુપ્ત દાન કરે છે. ભુપતસિંહ જાડેજા દ્વારા સોનાનો મુગટ અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી

વધુમાં વાંચો… વીંછીયા : જમીન, પ્લોટ પર કબ્જા મામલે જેઠે ભાઈની પત્ની સાથે ઝગડો કરી ઢોર માર માર્યો
ભાઈ ભાઈ જમીન મકાન બાબતે બજતા હોય તે સામાન્ય વાત છે. પરંતુ એક કિસ્સામાં તો જેઠે ભાઈની પત્ની સાથે ઝગડો કરી તેને માર માર્યો હોવ તેવું સામે આવ્યું છે ઉપરથી ઉછીના લીધેલા પૈસા પણ માંગતા જેઠે તથા તેના દીકરાએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો. મળતી માહિતી અનુસાર વિંછીયાના લાખાવડ ગામે વલ્લભ ભાઈ રહે છે અને ત્યાં તેમની તેમના પરિવારની જમીન તથા પ્લોટ આવેલો છે આ જમીનનો ૯ વીઘા જેટલો ભાગ તેમના નાના ભાઈ નો છે આ ભાગ તેમના નાના ભાઈની પત્નિએ માંગતા તેના જેઠ વલ્લભ ભાઈ તેની સાથે ઝગડો કરી માર માર્યો હતો જેથી સારવાર અર્થે ફરિયાદી કનુબેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કનુબેનનાં પતિએ આ અગાઉ વલ્લભ ભાઈના દીકરા રૂસ્તમને ૫૦ હજારની રકમ ઉધાર આપેલી હતી આ રકમ તથા પોતાના હિસ્સાની જમીન અને પ્લોટ પાછો માંગતા વલ્લભ અને તેના દીકરાએ કનુબેનને ઢોર માર માર્યો હતો અને ગંભીર ઇજા પહોંચતા કનુબેનને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. કનુબેન પોતાની જમીન પર કબજો જમાવી બેઠેલા તેમના જેઠ અને તેમના પરિવારને સમજાવવું ભરે પાડ્યું હતું અને ઉધરે દીધેલા પૈસા અને પોતાની હકની જી અને પ્લોટની માંગણી કરતા તથા કબ્જો હટાવવાનું કહેતા જેઠ તથા તેમના પુત્રએ કનું બેન પર હલો કર્યો હતો જેથી બાદમાં તેમને પોલિસમાં ફરિયાદ નોંધાવી હતી.

વધુમાં વાંચો… ગુજરાતમાં આ સિઝનમાં ચોમાસં મોડું થશે શરુ, જાણો ક્યારથી બેસે છે ચોમાસુ
આ વખતે ગુજરાતમાં ચોમાસું જુન મહિનાના એન્ડમાં ચોમાસું બેસશે. ચોમાસાની સિઝન તારીખ 20 જૂન આસપાસ ગુજરાતમાં શરુ થશે. ચોમાસામાં વરસાદની ખેડૂતો દર વખતે કાગડોળે રાહ જોઈ રહ્યો હોય છે પરંતુ આ વખતે ચોમાસું મોડું બેસશે. હવામાન વિભાગનાતરફથીનું નિવેદન સામે આવ્યું હતું. કેરલમાં 4 જૂને ચોમાસુ શરુ થવાની શક્યતા છે. કેરલમાં શરુઆત થયાના 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું શરુ થશે.

શું રહેશે વરસાદની સ્થિતિ. આ સિઝનમાં સામાન્ય અથવા સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા છે. મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને મોનસૂનને લઈને બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં મોન્સૂન કામગિરીના એક્શન પ્લાનની ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કમોમસી વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે વરસાદના કારણે સ્થિતિ ખેડૂતો ની મુશ્કેલી ભરી પણ 13 જિલ્લાઓમાં રહી હતી. ત્યારે કમોસમી વરસાદની સ્થિતિને જોતા પાકને નુકસાન પણ થયું હતું ત્યારે આ વખતે ચોમાસું મોડું બેસતા ખેડૂતો વાવણી પણ મોડી કરશે. ગત વખતે ખાસ કરીને 100 ટકાથી પણ વધુ વરસાદ રહ્યો હતો ત્યારે વરસાદની સ્થિતિને જોતા ખેડૂતો માટે ખેતીનું ખૂબ જ સારું વરસ રહ્યું હતું.

વધુમાં વાંચો… સિદ્ધપુરમાં પાલિકાએ ખોદકામ કરતાં પગના અવશેષો મળ્યા, ગઇકાલે પણ મૃતદેહના અંગો મળ્યા હતા
પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં મંગળવારે પાણીની પાઇપ લાઈનમાંથી મૃતદેહના અવશેષો મળતા ચકચાર મચી હતી. પાણીની પાઈપલાઈનમાં ચાર દિવસથી પાણી બંધ થઈ જતા પાલિકા દ્વારા તપાસ માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. જેમાં ઉપલી શેરી વિસ્તારમાં પાઈપલાઈનમાંથી એક મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા જ્યારે આજે ફરી નિશાળ ચકલા વિસ્તારમાં પાલિકાએ ખોદકામ કરતાં લાલ ડોશીની પોળમાં માનવ શરીરના પગના અવશેષો પાઇપલાઈનમાં દેખાયા છે. હાલમાં પાઇપ કાપીને અવશેષો બહાર કાઢીને સિવિલમાં મોકલાયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સિદ્ધપુર નગરપાલિકા દ્વારા આજે પાણીની પાઇપ લાઈન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં લાલ ડોશીની પોળમાં પગના અવશેષો મળતા પોલીસ દોડી ગઇ હતી. સિવિલ હોસ્પિટલના તબીબ હર્ષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગઇકાલે જે મૃતદેહ આવ્યો હતો, એ પેનલ ડોક્ટર દ્વારા તાપસ કરી તેને અમદાવાદ ખાતે FSLમાં મોકલી આપવામાં આવ્યો છે.

સિદ્ધપુરમાંથી ગઇકાલે એક મૃતદેહના અવશેષો મળતા ચકચાર મચી હતી. પાણીની પાઈપલાઈનમાં ચાર દિવસથી પાણી બંધ થઈ જતા પાલિકા દ્વારા તપાસ માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. જેમાં ઉપલી શેરી વિસ્તારમાં પાઈપલાઈનમાંથી એક મૃતદેહના અવશેષો મળી આવતા ચકચાર મચી હતી. સિદ્ધપુર નગરપાલિકાના ચીફ ઓફિસર કહ્યું હતું કે, આ લાશ પ્રાથમિક દ્રષ્ટિએ મહિલાની લાગી રહી છે. તો બીજી તરફ મૃતદેહના અવશેષો સિદ્ધપુર સિવિલમાં પીએમ માટે મોકલવામાં આવતા તબીબે કહ્યું હતું કે, હાલ અવશેષોની સ્થિતિ જોઈને આ અવશેષો માનવના છે કે કોઈ પ્રાણીના તે કહેવું મુશ્કેલ છે. અમે પ્રયાસ કરી રહ્યા છીએ જો માલૂમ નહીં પડે તો અમદાવાદ ફોરન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવશે. ગઇકાલે સિદ્ધપુર નગરપાલિકાના કારોબારી ચેરમેન ધર્મેન્દ્ર ઠાકરે જણાવ્યું હતું કે, 11-12 તારીખે પાણીનો પ્રવાહ બંધ થયો હતો. જેથી કામ ચાલુ કર્યું પણ અંદર કંઇક ફરસાયેલું લાગતાં જોયું તો અંદરથી મૃતદેહ મળી આવ્યો છે.

વધુમાં વાંચો… ભર ઉનાળે દારૂની રેલમછેલ: ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારના ગોડાઉનમાંથી પકડાઈ ૧૫૦થી વધુ દારૂની બોટલ
હાલ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે પિયાસીઓ પ્યાસ બુઝાવા ઠંડા પીણાની બદલે દારૂની ઉપયોગ કરતા હોય તેવું લાગી રહ્યું છે. કહેવાતી દારૂબંધીમાં રાજકોટના ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારના ગોડાઉનમાંથી ૧૫૬ દારૂની બોટલો પકડાઈ. પોલીસ હાલ દારૂ બાંધી માટે તનતોડ મહેનત કરી રહી છે અને ગુનેગારો તથા શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખી કોઈ અવાવરૂ ઘટના ન બને તે માટે ખડે પગે દિવસ રાત મહેનત કરી રહી છે અને કહેવાતી દારૂબંધી હકીકત બને અને રાજકોટમાં દારૂબંધી કાયદેસર અમલમાં આવે તે માટે અનેક ચેકીંગ ડ્રાઇવ કરી રહી છે ત્યારે આવીજ જ એક ચેકીંગ ડ્રાઇવ દરમિયાન પોલીસે ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારના ગોડાઉનમાંથી ૪૬,૮૦૦ની કિંમતની ૧૫૬ દારૂની બોટલો પકડી છે. મળતી માહિતી અનુસાર શાપર ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ ગોડાઉનમાંથી પોલીસે ચેકીંગ દરમ્યાન દારૂની જથ્થો પકડી પાડયો છે અને સાથે ગુનેગારની પણ ધરપકડ કરી છે. જય નામના આરોપીએ દારૂનો ધંધો કરવા અને બોટલો છૂપાવવા ગોડાઉન ભાડે રાખ્યું હતું આ ભાડે રાખેલ ગોડાઉનમાં તેને ૧૫૬ બોટલ દારૂની છૂપાવી હતી ત્યાર બાદ પોલીસને બાતમી મળતા પોલીસ ચેકીંગ ડ્રાઇવ પર હતી ત્યારે શંકા જનતા ગોડાઉનમાં ચેકીંગ કર્યું હતું ત્યારે દારૂની ૧૫૬ બોટલ સાથે જય નામના આરોપીને પકડી પાડયો હતો અને ૧૫૬ દારૂની બોટલ તથા મોબાઈલ મળી કુલ ૪૬, ૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

વધુમાં વાંચો… નવસારી: ગામના યુવકના પ્રેમમાં પડી 16 વર્ષીય સગીરા ગર્ભવતી થઈ, સમાજના ડરથી ફાંસો ખાધો, હવે DNA સેમ્પલ મેચ થતા સગીર યુવકની અટકાયત
નવસારી તાલુકામાં એક આપઘાતનો બનાવ બન્યો છે. એક 16 વર્ષીય સગીરાને ગામમાં જ રહેતા એક યુવક સાથે પ્રેમસંબંધ બંધાતા બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયો હતો. આથી સગીરા ગર્ભવતી બની જતા સમાજના ડરથી 2 મહિના પહેલા પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ મામલે પરિવારે ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને ગર્ભનો ડીએનએ અને યુવકના DNA બંને મેચ થતા યુવકની અટકાયત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, નવસારી તાલુકાના એક ગામમાં રહેતી 16 વર્ષીય સગીર યુવતીને ગામમાં જ રહેતા યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. બંને એકબીજાને મળતા હતા ત્યારે બંને વચ્ચે શારીરિક સંબંધ થતા સગીર યુવતી ગર્ભવતી બની હતી. આથી સમાજમાં તેની અને પરિવારની બદનામી થશે તેવા ડરથી ગભરાઈને સગીરાએ 1 માર્ચ, 2023ના રોજ પોતાના ઘરે જ્યારે એકલી હતી ત્યારે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ ઘટના બાદ સગીરાના પરિવારે પોલીસ ફરિયાદ કરી હતી. ગર્ભ અને યુવકના DNA મેચ થયા. આ મામલે તપાસ કરતા પોલીસે ગર્ભનું ડીએનએ અને ગામના શકમંદ યુવાનનું DNA સેમ્પલ લઈ લેબમાં મોકલ્યા હતા. બે મહિના બાદ બંને સેમ્પલ મેચ થતા મેડિકલ પુરાવાના આધારે પોલીસે સગીર યુવકની અટકાયત કરી છે અને આ મામલે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં વાંચો… ભારતીય અર્થવ્યવસ્થાની ચમક અકબંધ, યુએન રિપોર્ટમાં દાવો – 2024માં 6.7 ટકા રહેશે વિકાસ દર
કેલેન્ડર વર્ષ 2024માં ભારતીય અર્થવ્યવસ્થા 6.7 ટકાની ઝડપે વિકાસ કરી શકે છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર સ્થાનિક માંગમાં લવચીકતા જળવાઈ રહેવાથી અર્થતંત્રને મદદ મળશે. જો કે, યુએનના અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઊંચા વ્યાજ દરો અને બાહ્ય માંગમાં નબળાઈથી રોકાણ અને નિકાસ પર દબાણ ચાલુ રહેશે.

યુએનએ મંગળવારે દક્ષિણ એશિયાના સૌથી મોટા દેશ ભારત વિશે ‘વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ્સ બાય ધ મિડલ ઓફ 2023’ શીર્ષક હેઠળનો રિપોર્ટ બહાર પાડ્યો છે. રિપોર્ટ અનુસાર કેલેન્ડર વર્ષ 2023માં ભારતીય અર્થવ્યવસ્થાની વૃદ્ધિની ગતિ 5.8 ટકા રહી શકે છે. જ્યારે 2023માં તે વધીને 6.7 ટકા થઈ શકે છે. રિપોર્ટ અનુસાર સ્થાનિક માંગમાં લવચીકતા જળવાઈ રહેવાથી ભારતીય અર્થતંત્રને મદદ મળશે. જોકે, ઊંચા વ્યાજ દરો અને નબળી વૈશ્વિક માંગને કારણે 2023માં રોકાણ અને નિકાસ દબાણ હેઠળ રહી શકે છે.2023માં ભારતમાં ફુગાવો ઘટીને 5.5 % થવાની ધારણા છે કારણ કે વૈશ્વિક કોમોડિટીના ભાવમાં નરમાઈ , ચલણમાં ધીમો ઘટાડો આયાતી ફુગાવો લાવે છે. ગ્લોબલ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ્સ 2023 જે જાન્યુઆરીમાં બહાર પાડવામાં આવ્યા હતા, તેના અનુમાનો તાજેતરના અહેવાલમાં બદલાયા નથી. UN અધિકારીએ કહ્યું- ભારતીય અર્થવ્યવ સ્થામાં ઘણી સકારાત્મક બાબતો દેખાઈ રહી છે. યુનાઈટેડ નેશન્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સ ખાતે ગ્લોબલ ઈકોનોમિક મોનિટરિંગ બ્રાન્ચના ઈકોનોમિક એના લિસિસ એન્ડ પોલિસી ડિવિઝનના વડા હામિદ રશીદે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ભારત વિશ્વના અર્થતંત્રમાં એક ‘બ્રાઈટ સ્પોટ’ છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે ભારત ને લઈને અમારા અંદાજો જાન્યુઆરીથી બદલાયા નથી. ફુગાવામાં નોંધપાત્ર ઘટાડો સહિત ભારતીય અર્થવ્યવસ્થાને લઈને ઘણી સકારાત્મક બાબતો ઉભરી રહી છે. તેમણે ઉમેર્યું, અમને આ વર્ષની અમારી આગાહીમાં ખૂબ વિશ્વાસ છે.

વધુમાં વાંચો… ધ્રાંગધ્રા-વાકાનેર-રાજકોટ વચ્ચે દોડતી એસ.ટી.ની ધાંગધ્રા ડેપો ની ગાડીઓ કચરા ના ડબ્બા સમાન કોંગ્રેસ સમિતિ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા, સિનિયર કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ સમિતિના મહામંત્રી સરલાબેન પાટડીયા ની એક સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત અભિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ચલાવી રહ્યા છે. ભાજપના રાજ્યના મુખ્યમંત્રીઓ,મંત્રીઓ,પદાધિકારીઓ,વોર્ડ પ્રમુખો પણ સાવરણા ઓ લઈને સ્વચ્છતા કરીને સ્વચ્છ ભારત અભિયાનમાં પોતાનો સંપૂર્ણપણે ટેકો આપી રહ્યા છે. અને આ અંગેના ફોટાઓ પણ વર્તમાન પત્રોમાં સમયાંતરે મોકલવામાં આવી રહ્યા છે ત્યારે આ સ્વચ્છ ભારત અભિયાન નું જાણે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.) દ્વારા જ સૂરસૂરિયું થઈ ગયું હોય તેવું લાગે છે. કારણ કે ધાંગધ્રા ડેપો ની એસ.ટી. બસો માં સ્વચ્છતા અભિયાનનો ઉલાળીયો થઈ રહ્યો છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી.ની ધાંગધ્રા ડેપો ની બસ નંબર GJ 18 Z 1432 ધાંગધ્રા-વાકાનેર-રાજકોટ ચાલી રહી છે બપોરના 2-15 કલાકે ધાંગધ્રા થી ઉપડતી આ બસમાં હું મારા મૂળ વતન ખેરવાથી (તાલુકો વાંકાનેર) બસમાં રાજકોટ તરફ આવતા બસની સીટોમાં કચરા ના ઢગલા બેસુમાર જોવા મળ્યા હતા વેફર્સ, સિંગના ફોતરા, પાણીની બોટલો, બિસ્કીટ, ધૂળના ઢગલાઓ દરેક સીટોને નીચે હોવાને પગલે સીટમાં બેસે એટલે મુસાફરોને પગમાં કચરો આવે તે પ્રકારે બસમાં ઉકરડા સમાન ગંદકી જોવા મળી હતી. મુસાફરો ને આ બસમાં બેઠા હોય તેવું લાગવાને બદલે કચરાની ગાડીમાં બેઠા હોય તેવું લાગતું હતું. બસની અપૂરતી સફાઈ અને કચરાના ઢગલાના પગલે કંડકટર અને ડ્રાઇવર નું મૌખિક ધ્યાન દોરવામાં આવેલ હતું બાદમાં ધાંગધ્રા ડેપો મેનેજર શ્રીમતી ભાવનાબેન ગોસ્વામીને ગજેન્દ્રસિંહ ઝાલાએ ટેલિફોનિક ફરિયાદ કરતા તેઓએ જણાવ્યું હતું કે પબ્લિક સમજતી જ નથી અને બસમાં જ કચરો નાખે છે. અને હું હમણાં રજા પર હોવાથી બસમાં સફાઈના ધાંધિયા થયા હશે એ વાતનો તેઓએ સ્વીકાર કર્યો હતો. આ અંગે રાજકોટ એસ.ટી.ના વિભાગીય નિયામક શ્રી જે. બી. કલોતરાને પણ વોટ્સએપ દ્વારા બસની અપૂરતી સફાઈ અંગેના ફોટા મોકલાવીને ફરિયાદ કરવામાં આવી હતી. અને ધાંગધ્રા ડેપોમાં કંડક્ટરોને ફરિયાદ બુક આપતા ન હોવાથી કંડકટર પાસે ફરિયાદ બુક ઉપલબ્ધ ન હોવાને પગલે રાજકોટ ડેપોમાં ટ્રાફિક કંટ્રોલર ની ઓફિસમાં કોંગ્રેસ પ્રવક્તા ગજુભાએ બસમાં અપૂરતી સફાઈની લેખિતમાં ફરિયાદ કરી હતી. ડેપો મેનેજર સાથેની વાતચીતમાં કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ધાંગધ્રા ડેપોમાં સફાઈનો કોન્ટ્રાક્ટ આપેલ ન હોય અથવા અપૂરતા સફાઈ કામદાર હોય તો ત્યાં સ્થાનિક ભાજપ ના આગેવાનોને ડેપો મેનેજરની રુએ પત્ર લખીને ડેપોમાં અને બસની અંદર સફાઈ કાર્ય હાથ ધરવા જણાવશો તો તેઓ સફાઈ અભિયાન હાલ ચલાવતા હોઇ સાવરણા લઈને બસ ડેપો માં અને બસમાં સફાઈ અભિયાન હાથ ધરી શકે છે.

આશ્ચર્યની બાબત તો એ છે કે આ બસની અંદર જ્યારે મુસાફર ઉતરે ત્યારે મોટા અક્ષરે ”પ્રવાસ દરમિયાન સ્વચ્છતા રાખવા બદલ ધન્યવાદ પુન: પધારશો” આ પ્રકારનું બોર્ડ જોવા મળતું હતું. જે બોર્ડ શોભાના ગાંઠિયા જેવું હતું કારણ કે બસમાં જ ચારે બાજુ કચરા ના ઢગલા હતા અને કોઈ સફાઈ રાખતા હોય એવું લાગતું નહોતું. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ રૂટ પરની ધાંગધ્રા ડેપોની બસ નંબર GJ 18 Z 3932 નંબરની બસ પણ કચરા ગાડી હોય તેવો આભાસ થતો હોવાને બદલે તત્કાલીન સમયે પણ ગજેન્દ્રસિંહ ઝાલાએ ફરિયાદ કરી હતી તેમ અંતમાં ઝાલા, પાટડીયા એ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here