મોંઘવારી, GSTને કાબુમાં લેવા વોર્ડ ૧૬ માં લોક સંસદ વિચાર મંચ દ્વારા કરાયા ધરણા

04 Aug 22 : મોંઘવારી, GSTને કાબુમાં લેવા વોર્ડ ૧૬ માં લોક સંસદ વિચાર મંચ દ્વારા કરાયા ધરણા.ધરણા કાર્યક્રમ ને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ નો ટેકો કોંગી આગેવાનો, રિક્ષાચાલકો, વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા ઉગ્ર સૂત્રોચ્ચારો થી વિસ્તાર ગુંજી ઉઠ્યો.ગેસના બાટલા, સીંગતેલ ના ડબ્બા ને ફૂલહાર અને હારતોરા કરી પૂજન કરાયું.લોક સંસદ વિચાર મંચે વધુ એક વોર્ડમાં સરકારી ‘અચ્છે દિન’ ઉજાગર કર્યા.

લોક સંસદ વિચાર મંચના યુવા આગેવાન અને સામાજિક આગેવાનો ના નેજા હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૪માં ભક્તિ નગર સર્કલ વોર્ડ નંબર ૩ માં જંકશન પ્લોટ ખાતે મોંઘવારી, GST ના પ્રશ્ને ધરણા કર્યા બાદ આજરોજ વધુ એક વોર્ડમાં સરકારી ‘અચ્છે દિન’ ઉજાગર કર્યા હતા અને શહેરના વોર્ડ ૧૬ માં દેવપરા ખાતે કોઠારીયા રોડ પર સાંજે ૬-૩૦ થી ૮ સુધી ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોંઘવારીને અને જીએસટીને કાબુમાં લેવા માટે રાજ્યો અને કેન્દ્ર સરકારની અણ આવડત અને સંકલનના અભાવે કારમી મોંઘવારીથી પ્રજા પીડાઈ રહી છે ત્યારે 2014માં મોંઘવારી ડામવાની વાતો કરી ‘અચ્છે દિન’ ના સપનાઓ બતાવી ભાજપ સરકારે કેન્દ્રમાં સત્તાના સૂત્રો સંભાળી હતી લોકોને ગુમરાહ કરી હથેળીમાં ચાંદ બતાવી સરકાર બનાવ્યા બાદ મોંઘવારી ડામવામાં રાજ્ય અને કેન્દ્ર સરકારની સરકારો સદંતર નિષ્ફળ નીવડેલ છે અને ઊલ્ટાનું દાઝ્યા પર ગામની જેમ દરેક આવશ્યક ચીજ વસ્તુઓમાં મન ફાવે તે રીતે જીએસટી નાખતા મોંઘવારી બેકાબૂ બની છે જે પગલે લોકોમાં રોષ અને આક્રોશ ભભૂકયો છે.

સીંગતેલ નો ભાવ વધારો, રાંધણગેસનો ભાવ વધારો, પેટ્રોલ, ડીઝલ, દૂધ, સીએનજી, શાક બકાલા સહિતની આવશ્યક ચીજવસ્તુઓના થયેલા તોતિંગ ભાવ વધારાથી અને આવશ્યક ચીજ વસ્તુઓ જેવી કે ઘઉંનો લોટ મધ ગોળ પેકિંગમાં મળતું અનાજ છાશ દૂધ વગેરે પર GST ના કારણે ભાવમાં સમયાંતરે સતત વધારો થતા પ્રજાજનો પર મોંઘવારીનો અસહ્ય બોજ વધી રહ્યો છે જે પગલે શાસકોએ અવિચારી અને પ્રજા વિરોધી નિર્ણયો લઈ પ્રજાની હાડમારીમાં વધારો કર્યો છે આવશ્યક અને જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં ભીષણ મોંઘવારીથી પીડાતી પ્રજા વતી ભાજપ સરકાર સામે દેવપરા ખાતે ઉગ્ર વિરોધ વ્યક્ત કરી દેખાવો અને ભારે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. દેવપરા ખાતે ધરણા કાર્યક્રમ માં મોંઘવારીથી ત્રસ્ત પ્રજાજનો, રિક્ષાચાલકો, વકીલો, વેપારીઓ, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભાજપ વિરોધી ભારે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને સમગ્ર વિસ્તાર સૂત્રોચાર થી ગુંજી ઉઠ્યો હતો.

ધરણા કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર સીંગતેલ અને રાંધણ ગેસના બાટલાને ફુલહાર પહેરાવીને હાર તોરા કરી પૂજન કરાયું હતું સીંગતેલ ના બાટલા ને કોઠારીયા મેઇન રોડ પર દેવપરા ખાતે લોકો કુતૂહલવશ ધરણાના કાર્યક્રમને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેમાંના કેટલાક પસાર થયેલા યુવાનોએ પોતાના મોબાઈલમાં શૂટિંગ પણ કર્યું હતું.

લોક સંસદ વિચાર મંચના ધરણાના કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, ગજેન્દ્ર સિંહ ઝાલા, એડવોકેટ ઇન્દુભા રાઓલ,સરલાબેન પાટડીયા,પ્રફુલાબેન ચૌહાણ,શહેર કોંગ્રેસ પ્રમુખે ધરણા ના કાર્યક્રમ ટેકો જાહેર કરતા શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સંજયભાઈ અજુડીયા ધરણાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વક્તવ્યમાં સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે માતાજીની આરાધના ગરબા ના પાસમાં ને ચણિયા-ચોળી અને સ્મશાનના લાકડામાં પણ GST નાખતા કહેવાતી હિન્દુવાદી સરકારે પોતાની હિન્દુ વિરોધી માનસિકતા છતી કરી છે. વિસ્તારના રાજકીય સામાજિક આગેવાનો માં સર્વશ્રી પ્રવીણભાઈ લાખાણી, ભીખાભાઈ ગજેરા (વેપારી આગેવાન), શૈલેષભાઈ રૂપાપરા, એડવોકેટ પ્રહલાદસિંહ ઝાલા, ચંદ્રેશ રાઠોડ, સતિષભાઈ માણેક, પ્રવીણભાઈ મૈયડ, લાલ ભાઈ હુમ્બલ, ભાવેશ પટેલ, મહેશભાઈ ચોટલીયા, વિજયાબેન ચૌહાણ, રાજુભાઈ આમરાણીયા, વીર ડાભી, કુમારપાલ ભટ્ટી, રાજેશભાઈ ભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.