ગુજરાતમાં BJP નો કટ્ટર સમર્થક છે તે પણ અરવિંદ કેજરીવાલને તેમના ઘરે જમવા માટે બોલાવે છે – સિસોદીયા

01 Oct 22 : અરવિંદ કેજરીવાલ તાજેતરમાં જ અમદાવાદમાં એક રીક્ષા ચાલકના ઘરે તેનું આમંત્રણ સ્વિકારીને જમવા માટે ગયા હતા. ત્યારે જે રીક્ષા ચાલકના ઘરે તેઓ જમવા ગયા હતા તે રીક્ષા ચાલક બીજેપીનો સમર્થક હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે આપના નેતાઓ દ્વારા તેને લઈને પ્રતિક્રીયાઓ ગઈકાલથી લઈને સતત સામે આવી રહી છે. ત્યારે આ સમગ્ર મામલે ગોપાલ ઈટાલિયાથી લઈને મનિષ સિસોદીયા સુધીના નેતાઓએ પ્રતિક્રીયા આપી હતી.

આજે ગુજરાત પ્રવાસે છે તેવા મનિષ સિસોદીયા, દિલ્હી આપના ડેપ્યુટી સીએમએ જણાવ્યું હતું કે, રીક્ષા યુનિયન ગુજરાતનું કેજરીવાલને સપોર્ટ કરે છે. એ સારી વાત છે. એ પણ સારી વાત છે કે, જે બીજેપીનો કટ્ટર સમર્થક છે તે પણ અરવિંદ કેજરીવાલને તેમના ઘરે જમવા માટે બોલાવે છે. તેનો મતલબ કે ગુજરાત બદલાઈ રહ્યું છે. ગુજરાતમાં લોકો રીયલાઈઝ કરી રહ્યા છે. 27 વર્ષથી બીજેપીએ વાતો કરી છે. સ્કૂલ કે સારી હોસ્પિટલો કે નોકરી યુવાનોને નથી અપાવી. કટ્ટર સમર્થકો પણ જે બીજેપીના છે તે પણ હવે આ માની રહ્યા છે. તેઓ પણ જાણે છે કે, આ પ્રકારના કોઈ જ કામ થયા નથી.

સમગ્ર રીક્ષા ચાલકનો મામલો જોઈએ તો, કેજરીવાલે રીક્ષા ચાલક વિક્રમ દંતાણીનું ભોજનનું આમંત્રણ સ્વિકાર્યું હતું અને તેઓ અમદાવાદમાં ઘાટલોડીયામાં તેના નિવાસસ્થાને ગયા હતા. ત્યારે કેજરીવાલે પણ રીક્ષા ચાલક અને તેના પરીવારજનો સાથે દિલ્હી આવવા માટે નિમંત્રણ આપ્યું હતું. પરંતુ આજે પીએેમના મેટ્રોના ઉદઘાટન સમયે ભાજપના ખેસ સાથે વિક્રમ જોવા મળ્યો હતો. ભાજપના ખેસ સાથે વિક્રમ જોવા મળતા ચર્ચાએ જોર પકડ્યું હતું.

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ખડગે અને થરૂર વચ્ચે મુકાબલો, કેએન ત્રિપાઠીનું નામાંકન થયું રદ્દ

01 Oct 22 : કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે મુકાબલો થશે. કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણીમાં આ બે જ ઉમેદવારો હશે. કેએન ત્રિપાઠીનું નામાંકન રદ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે મતગણતરી બાદ તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે.

કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસુદન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે અધ્યક્ષ પદ માટે કોંગ્રેસના બે ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રહેશે. 8 ઓક્ટોબર સુધી નામાંકન પરત ખેંચી શકાશે. આજે માત્ર બે ઉમેદવારો સામસામે છે, બાકીનું ચિત્ર 8મી પછી સ્પષ્ટ થશે. જો કોઈ નામ પાછું નહીં ખેંચે તો ચૂંટણીની પ્રક્રિયા શરૂ થશે.

4 ઉમેદવારી પત્રો થયા નામંજૂર : મધુસુદન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે શુક્રવારે કુલ 20 ફોર્મ જમા થયા હતા. તેમાંથી સ્ક્રુટીની કમિટીએ સહીઓની સમસ્યાના કારણે 4 ફોર્મ નામંજૂર કર્યા હતા. કેએન ત્રિપાઠીનું ફોર્મ નામંજૂર કરી દેવામાં આવ્યું હતું કારણ કે તે નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરતું ન હતું, તેમાં સહી સંબંધિત સમસ્યા હતી. મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર કોંગ્રેસ અધ્યક્ષ પદના બે વર્તમાન દાવેદાર છે.

દિગ્વિજય સિંહ અધ્યક્ષ પદની રેસમાંથી હટ્યા : મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂરે શુક્રવારે (30 સપ્ટેમ્બર) તેમના ઉમેદવારી પત્રો ભર્યા હતા. નામાંકન ભર્યા બાદ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપી દીધું હતું. જણાવી દઈએ કે આ પહેલા રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહના નામ પણ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે ચાલી રહ્યા હતા. રાજસ્થાન કોંગ્રેસમાં બળવા બાદ અશોક ગેહલોતે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. બીજી તરફ, દિગ્વિજય સિંહ શુક્રવારે નામાંકન જાહેર કર્યા બાદ પ્રમુખ પદની રેસમાંથી ખસી ગયા હતા.

Jio અને Airtel સૌથી પહેલા 5G ક્યાં કરશે લોન્ચ, જુઓ સંપૂર્ણ યાદી

01 Oct 22 : દેશમાં 1 ઓક્ટોબર એટલે કે આજથી હાઈ સ્પીડ મોબાઈલ ઈન્ટરનેટ 5G સેવા શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતેથી દેશને 5G સેવાની ભેટ આપી. હાલમાં, પ્રારંભિક તબક્કામાં 5G કનેક્ટિવિટી માત્ર પસંદગીના શહેરોમાં જ ઉપલબ્ધ હશે. પ્રથમ તબક્કામાં દિલ્હી, મુંબઈ અને બેંગ્લોર જેવા શહેરોમાં 5G કનેક્ટિવિટી શરૂ કરવામાં આવશે. જે બાદ તે ધીરે ધીરે વિસ્તરશે અને 2023 સુધીમાં તેને દેશભરમાં રિલીઝ કરવામાં આવશે.

એરટેલ અને જિયોએ જાહેરાત કરી – ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2022ની છઠ્ઠી આવૃત્તિમાં 5G સેવાની શરૂઆત દરમિયાન, રિલાયન્સના અધ્યક્ષ મુકેશ અંબાણીએ પણ દેશના મોટા શહેરોમાં 5G સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ સાથે ભારતી એરટેલે એ પણ જાહેરાત કરી કે એરટેલનું 5G નેટવર્ક દિલ્હી, બેંગ્લોર જેવા દેશના આઠ મોટા શહેરોમાં શરૂ થશે.

એરટેલ પહેલા આ શહેરોમાં 5જી ઇન્ટરનેટ કરશે શરૂ – ભારતી એરટેલના ચેરમેન સુનીલ મિત્તલે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2022માં 5G સેવાની શરૂઆત દરમિયાન જણાવ્યું હતું કે અમે પ્રથમ ફેડમાં દિલ્હી, બેંગલુરુ જેવા આઠ શહેરોમાં 5G કનેક્ટિવિટી શરૂ કરીશું. જેમાં દિલ્હી, મુંબઈ, વારાણસી, બેંગ્લોર જેવા મોટા શહેરોનો સમાવેશ થાય છે. સુનીલ મિત્તલે કહ્યું કે આ પછી એરટેલ 5G માર્ચ 2023 સુધીમાં દેશના લગભગ તમામ શહેરોમાં વિસ્તરણ કરવામાં આવશે અને માર્ચ 2024 સુધીમાં સમગ્ર દેશમાં એરટેલ 5G હશે.

Jio પહેલા આ શહેરોમાં 5G ઈન્ટરનેટ શરૂ કરશે – રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ 5G લૉન્ચ દરમિયાન કહ્યું હતું કે, Jio દેશમાં 5G સર્વિસ લૉન્ચ કરનાર પ્રથમ કંપની હશે. 2023 સુધીમાં દેશની ગલીઓમાં 5G સેવા ઉપલબ્ધ થશે. અંબાણીએ કહ્યું કે 5G સસ્તું હશે અને તે સામાન્ય માણસ સુધી પહોંચશે. પ્રથમ તબક્કામાં, Jio 5G કનેક્ટિવિટી દેશના 13 મોટા શહેરોમાં અમદાવાદ, બેંગલુરુ, ચંદીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગાંધીનગર, ગુરુગ્રામ, હૈદરાબાદ, જામનગર, કોલકાતા, લખનૌ, મુંબઈ અને પુણેમાં શરૂ કરવામાં આવશે. આ પછી ડિસેમ્બર 2023 સુધી દેશના તમામ જિલ્લાઓમાં તેનો વિસ્તાર કરવામાં આવશે.

Vi 5G – હજુ સુધી Vodafone-Idea (Vi) 5G વિશે કોઈ માહિતી આવી નથી. જો કે, Vi એ થોડા સમય પહેલા એક નિવેદન જારી કર્યું હતું કે કંપની ઉપયોગના કેસ અનુસાર 5G સેવા શરૂ કરવાની જાહેરાત કરશે. કંપનીના CEO રવિન્દર ઠક્કરે કહ્યું હતું કે કંપની ગ્રાહકની માંગ, ક્ષમતાની જરૂરિયાત અને સ્પર્ધાત્મક ગતિશીલતા જેવા વિવિધ પરિબળોના આધારે 5G રોલઆઉટ અંગે નિર્ણય લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here