અભ્યાસ કરતા દંપતીએ ઘરે નોનવેજ-દારૂની પાર્ટી રાખી,બે મહિલા મિત્રને બોલાવી અને…

વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા અભિષેક વિલામાં રહેતા એક દંપતીએ પોતાના ઘરે નોનવેજ-દારૂની પાર્ટી રાખી હોવાથી બે મહિલા મિત્રને પણ બોલાવી હતી. પાર્ટી દરમિયાન દંપતી વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થતા ઉગ્ર ઝઘડો થયો હતો. આથી વિલાના અન્ય રહીશો દંપતીને સમજાવતા દંપતીએ તેમની સાથે પણ ઝઘડો કર્યો હતો. આ મામલે ફરિયાદ થતા હરણી પોલીસ ત્યાં પહોંચી હતી અને નશામાં ધૂત ત્રણ મહિલાની ધરપકડ કરી હતી.
વાઘોડિયા અને આજવા રોડ વિસ્તારમાં રહેતી બે મિત્રને પણ બોલાવી. મળતી માહિતી મુજબ, હરણી વિસ્તારમાં આવેલા અભિષેક વિલામાં એક દંપતી રહે છે અને હાલ અભ્યાસ પણ કરે છે. મંગળવારે દંપતીએ પોતાના ઘરે નોનવેજ-દારૂની પાર્ટી રાખી હતી. આથી દંપતી પૈકી પત્નીએ વાઘોડિયા રોડ વિસ્તાર અને આજવા રોડ વિસ્તારમાં રહેતી તેની બે મહિલા મિત્રો ને પણ બોલાવી હતી. ત્યાર બાદ દંપતી સહિત બંને મહિલા મિત્રે નોનવેજ-દારૂની પાર્ટી કરી હતી. દરમિયાન કોઈ બાબતે દંપતી વચ્ચે બોલાચાલી થઈ હતી, જે પછી ઉગ્ર ઝઘડા માં પરિવર્તિત થઈ હતી. દંપતી વચ્ચે ઝઘડો થતા અભિષેક વિલામાં રહેતા અન્ય રહીશો ત્યાં આવ્યા હતા અને દંપતીને સમજાવવા જતા દંપતીએ તેમની સાથે પણ ઝઘડો કર્યો હતો અને અપશબ્દો બોલ્યા હતા. આથી કોઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા હરણી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને નશામાં ધૂત ત્રણેય મહિલાઓની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ આવી હતી. જો કે, ત્રણેય મહિલાઓએ પોલીસ સાથે પણ માથાકૂટ કરી હોવાની માહિતી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુમાં વાંચો… વિરમગામ શહેરમાં દબાણ હટાવો ઝૂંબેશ, 200થી વધુ અનઅધિકૃત દબાણો કરાયા દૂર

હાર્દિક પટેલના મત વિસ્તાર વિરમગામમાં સેવાસનદ રોડ, મુનસર રોડ, ગોલવાડ રોડ પર 200થી વધુ પ્રકારના અનઅધિકૃત બાંધકામ દબાણ ખાતા દ્વારા પોલીસની હાજરીમાં તોડી પાડવામાં આવ્યા હતા.
વિરમગામમાં દબાણો હટાવો ઝૂંબેશ અંતર્ગત કામગિરી કરાતા અનઅધિકૃત બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. શહેરી વિસ્તારોમાં દબાણો હટાવવાની કામગિરી અવાર નવાર જોવા મળતી હોય છે ત્યારે તાલુકા સ્તરે પણ આ કામગિરી કરવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લાના વિરમગામમાં આ કામગિરી કરાઈ હતી. વિરમગામ શહેરી વિસ્તારમાં 200થી વધુ પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. વિરમગામ એ હાર્દિક પટેલનો મત વિસ્તાર છે. ત્યારે વિરમગામમાં આ કામગિરી આજે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવીટ હતી. એક તરફ અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા લાલ આંખ કરાયા બાદ અનઅધિકૃત બાંધકામો તોડી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ તાલુકા સ્તરે પણ આ કામગિરી કરવામાં આવી હતી. વિરમગામ શહેર વિસ્તારમાં મોટાભાગના રસ્તાઓ સાંકડાઓ થઈ ગયા છે. ત્યાં વાહન ચાલકોને પણ અગવડ પડે છે ત્યારે આ પ્રકારની ઝૂંબેશ તંત્ર દ્વારા શરુ કરાયા સેવાસનદ રોડ, મુનસર રોડ, ગોલવાડ રોડ પર દબાણ દૂર કરાયા. પોલીસ, યુજીવીસીએલની ટીમ પણ જોડાઈ હતી. આ સિવાય રૈયાપુર સહિત મુખ્ય રસ્તાઓ પર દબાણ દૂર કરાયા હતા. 200થી વધુ શેડ, ઓટલા ગેરકાયદેસર દુકાનો, ગટર પરના દબાણો દૂર કરવામાં આવ્યા. દબાણ ખાતાના 50થી વધુ સભ્યો, પોલીસ અને યુજીવીસીએલની ટીમ કામગિરીમાં જોડાઈ હતી.

વધુમાં વાંચો…. ‘વડાપ્રધાન બધાના બાપ હોય છે’, ફારુક અબ્દુલ્લાએ પીએમ મોદી વિશે આપ્યું મોટું નિવેદન
નેશનલ કોન્ફરન્સના સુપ્રીમો ફારૂક અબ્દુલ્લાએ બુધવારે કહ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘણા મુદ્દાઓ પર વાત કરવા માગે છે. તેમણે કહ્યું, ‘હું મારા ઘણા મુદ્દાઓ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવા માંગુ છું. તેઓ સમગ્ર ભારતના વડાપ્રધાન છે, કોઈ એક પાર્ટીના નહીં. જ્યારે કોઈ વડાપ્રધાન અથવા મુખ્યમંત્રી પદ પર બેસે છે, ત્યારે તે બધાના બાપ હોય છે અને તે દરેકને પોતાના બાળકો તરીકે જુએ છે, અને તેમની મુશ્કેલીઓ દૂર કરે છે.” જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીના પ્રશ્ન પર તેમણે કહ્યું, ‘જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી માટે, અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. પરંતુ ખબર નથી કે દિલ્હી ક્યારે તૈયાર થશે.’
ફારુક અબ્દુલ્લાએ કહ્યું, ‘અમે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની રાહ જોઈ રહ્યા છીએ, અમે રાજ્યનો દરજ્જો પાછો મેળવવા ઈચ્છીએ છીએ. સરકારે 50,000 નોકરીઓ આપી નથી. G20 ના કારણે અમને એ ફાયદો થયો કે એરપોર્ટથી લલિત હોટલ સુધીના રસ્તાઓ ઠીક થઈ ગયા. ગુલબર્ગનો રસ્તો પણ ઠીક થઈ ગયો,બધા ખાડાઓ ભરાઈ ગયા. સારી વીજળી,રસ્તાઓ , આ બધું G20 ના કારણે થયું.’ ચૂંટણીમાં શું થશે તે પૂછવા પર તેમણે કહ્યું, ‘ચૂંટણીમાં શું થશે તે કોઈ કહી શકે નહીં. ચૂંટણીમાં મુદ્દા અલગ હોય છે, જેમ કર્ણાટકમાં હતા, સરકાર ત્યાંથી નીકળી ગઈ.’ સંસદના ઉદ્ઘાટન પ્રસંગે દિલ્હી જવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, ‘સંસદનું ઉદ્ઘાટન થવું એ સારી વાત છે. નવી સંસદનું આગામી સત્ર થાય તેની અમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. 28મીએ તેનું ઉદ્ઘાટન થશે તે સારું છે. હું જઈ શકતો નથી કારણ કે અમારે અહીં ઘણાં લગ્નો છે. હું વિપક્ષમાં છું અને વિપક્ષ જે કરશે તે હું કરીશ. હું નહીં જાઉં કારણ કે વિપક્ષ સાથે છે. વડાપ્રધાન પોતે કહે છે કે જ્યાં સુધી એક મજબૂત વિપક્ષ નહીં હોય ત્યાં સુધી સરકાર સારી નહીં થાય. રાષ્ટ્રપતિએ તેનું ઉદ્ઘાટન કરવું જોઈએ કારણ કે તે જનતાના સૌથી મોટા પ્રતિનિધિ છે.’
2024 પછીના વડાપ્રધાનના સવાલ પર ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, ‘2024ની સ્થિતિ એ આધારે નક્કી થશે કે કોણ વડાપ્રધાન બનશે. તેના વિશે અત્યારે કંઈપણ કહેવું ખોટું હશે. વાજપેયી જે રીતે 23 પક્ષોના સમર્થનથી વડાપ્રધાન બન્યા હતા, હું પણ તે ગઠબંધનનો ભાગ હતો. જ્યારે વાજપેયીજી 23 પક્ષોને સાથે લઈને ચાલી શકે છે તો કોઈ પણ વડાપ્રધાન બની શકે છે. રાહુલ ગાંધી કોંગ્રેસના મોટા નેતા છે, પરંતુ વડાપ્રધાન કોણ બનશે તે તે સમયે નક્કી થશે. હવે એનસી, પીડીપી અને કોંગ્રેસ સાથે બેસીને વાત કરશે. ચૂંટણીનું બ્યુગલ વાગે ત્યારે શું સ્થિતિ થાય છે તે જોઈશું.’ કર્ણાટક ચૂંટણી વિશે પૂછવામાં આવતા જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય મંત્રીએ કહ્યું, “કર્ણાટકનું પરિણામ એ સાબિત કરે છે કે લોકોએ જાતિના ભેદભાવને નીચે મૂકીને પ્રેમને ઉપર કર્યું. કોંગ્રેસે બજરંગ બલીનો મુદ્દો ઉઠાવવો ન જોઈતો હતો, પરંતુ ભાજપે તેને અતિશયોક્તિ કરી અને જ્યારે પીએમએ કહ્યું કે વોટ કરવા જાઓ તો બજરંગ બલીનો નારા લગાવો, તો તે પણ ખોટું છે. ચૂંટણી માટે ધર્મનો ઉપયોગ કરવો ખોટું છે. અલ્લાહ અને રામના નામ પર વોટ લેવો ખોટું છે. ધર્મની નીતિ ભારતને નબળો કરી રહી છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here