રાજકોટ રાજપથ લી. દ્વારા તા.૨૬/૧૨/૨૦૨૨ થી તા.૦૧/૦૧/૨૦૨૩ સુધીમાં કરવામાં આવેલ કામગીરી

File Image
File Image

03 Jan 22 રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી SPV -રાજકોટ રાજપથ લી.દ્વારા ગત તા.૨૬/૧૨/૨૦૨૨ થી તા.૦૧/૦૧/૨૦૨૩ સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો

૧. સિટી બસ (RMTS) સેવા

· જનરલ-

· રાજકોટ રાજપથ લી દ્વારા રાજકોટ શહેરીજનોને ૪૭ રૂટ પર૧૧૫સિટી બસ દ્વારાપરિવહન સેવાપુરી પાડવામાં આવે છે.

· સિટી બસ સેવા (RMTS)માંતા.૨૬/૧૨/૨૦૨૨ થી તા.૦૧/૦૧/૨૦૨૩દરમિયાન કુલ અંદાજીત ૯૪,૯૪૫કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૧,૮૨,૬૪૫મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.

· સિટી બસમાં થયેલ કામગીરી:-

·સિટી બસના બસ સ્ટોપ તથા પીકઅપ સ્ટોપનુંજરૂરિયાત મુજબનું રીપેરીંગ તથા નાગરીકોની જાણકારી હેતું તેના પરટાઇમ ટેબલ અધ્યતન કરવાનું કાર્ય ચાલુ છે.

· સિટી બસમાં થયેલ દંડનીય કાર્યવાહીઓ:-

· સિટી બસ સેવામાં બસ ઓપરેટર શ્રી મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ કુલ ૭,૯૭૫કિ.મી. ની પેનલ્ટી મુજબ કુલ અંદાજીતરૂ!.૨,૭૯,૧૨૫/-ની પેનલ્ટી કરવામાં આવેલછે.

· સિટી બસ સેવામાં ફેર કલેક્શન કરતી એજન્સી અલ્ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ રૂ!.૨૫,૪૦૦/-નીપેનલ્ટી આપવામાં આવેલી છે.

· સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતી/અનિયમિતતા સબબ કુલ ૧૩(તેર) કંડક્ટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવેલ તથા ૦૧(એક)કંડક્ટરને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

· ચેકીંગ દરમિયાન કુલ ૨૧(એકવીસ) મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ અંદાજીત રકમ રૂ! ૨,૩૧૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.

૨. બી.આર.ટી.એસ. બસસેવા

· જનરલ-

· રાજકોટ રાજપથ લી દ્વારા રાજકોટ શહેરીજનોને BRTS રૂટ પર કુલ ૧૮BRTS બસ દ્વારા પરિવહન સેવાપુરી પાડવામાં આવે છે.

· બી.આર.ટી.એસ. બસ સેવામાંતા.૨૬/૧૨/૨૦૨૨ થી તા.૦૧/૦૧/૨૦૨૩દરમિયાન કુલ અંદાજીત૪૭,૯૪૬કિ.મી.ચાલેલ છે. તથા કુલ ૧,૮૪,૦૭૫મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.

· બી.આર.ટી.એસ. બસમાં થયેલ દંડનીય કાર્યવાહીઓ:-

· બી.આર.ટી.એસ. બસ સેવામાં એક્સ-મેન તથા સિક્યુરીટી પુરા પાડતી એજન્સી શ્રી રાજ સિક્યુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂ!.૫૦૦/- ની પેનલ્ટી કરવામાં આવેલ છે.

સિટી બસ સેવામાં ટીકીટ વગર મુસાફરી કરવી એદંડને પાત્ર બને છે. તેમજ સિટી બસ (RMTS) અને BRTSબસ સેવામાં મુસાફરી કરતાં પેસેન્જર દ્વારામુસાફરી દરમ્યાન પોતાની ટીકીટ મેળવી લેવાની જવાબદારી થાયછે. કોઇપણ નાગરિક દ્વારા સિટી બસ સ્ટોપ, પીક અપ સ્ટોપ વિગેરે જેવી રાજકોટ મહાનગરપાલિકાની જાહેર મિલકત હોય,તેના પર પોતાની અંગત (ધંધા/દુકાન/સંસ્થા)ની જાહેરાત લગાવવી તે દંડનિય તથા કાયદેસરનાં પગલા લેવાને લાયક છે. સદરહું બાબતે પરિવહન સેવામાં સુપરવાઇઝરી સ્ટાફ મારફતે કાર્યવાહી કરાવવામાં આવેલ છે.

વધુમાં વાંચો… રાજકોટ મનપા દબાણ હટાવ શાખા દ્વારા તા. ૨૬/૧૨/૨૦૨૨ થી તા. ૩૧/૧૨/૨૦૨૨ દરમ્યાન કરવામાં આવેલ કામગીરી

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૨૬/૧૨/૨૦૨૨ થી ૩૧/૧૨/૨૦૨૨ ની શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

જેમ કે, રસ્તા પર નડતર ૩૨ રેંકડી-કેબીનો રેસકોર્ષ રોડ, જંકશન રોડ ફુલછાબ ચોક, ગાયત્રીનગર, જ્યુબેલી માર્કેટ, સાધુવાસવાણી રોડ, પુષ્કરધામ મેઈન રોડ, ચંદ્રેશનગર માર્કેટ, ભિમનગર રોડ, મોવડી મેઈન રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય ૬૪ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જંકશન રોડ, જામનગર રોડ, ઢેબર રોડ, પુષ્કરધામ મેઈન રોડ, નાનામૌવા મેઈન રોડ, ભિમનગર ચોક, સાધુવાસવાણી રોડ, મવડી મેઈન રોડ, બાપાસીતારામ ચોક, ચંદ્રેશનગર માર્કેટ, ધરાર માર્કેટ રોડ,સંતકબીર રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી, ૨૦૫૩ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને મવડી બાપાસિતારામ ચોક, મવડી મેઈન રોડ, નાનામૌવા રોડ, ભિમનગર, જ્યુબેલી માર્કેટ, જંકશન રોડ, સિવિલ હોસ્પિટલ પુલ પાસે, ગાયત્રીનગર મેઈન રોડ, ચંદ્રેશનગર માર્કેટ, પુષ્કરધામ મેઈન રોડ, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ પશુઓને નાખવા માટે લિલુ ૭૦ પુરા તે જામનગર રોડ, એરપોર્ટ રોડ પરથી જપ્ત કરેલ રૂ.૩૪,૭૦૦/-વહીવટી ચાર્જ ગાયત્રીનગર રોડ, મોરબી રોડ, સંતકબીર રોડ, ધરાર માર્કેટ, નાના મૌવા રોડ, મવડી બાપાસિતારામ ચોક, સ્પિડવેલ ચોક, હેમુદસ્તુર માર્ગ, ઢેબર રોડ, જંકશન રોડ, પરથી વસુલ કરવામાં આવ્યો હતો, રૂ.૧૦,૪૭૫/- મંડપ ચાર્જ જે મવડી મેઈન રોડ, નાના મૌવા રોડ, પંચાયત ચોક, સાધુવાસવાણી રોડ, હેમુ ગઢવી રોડ, સ્પિડવેલ પાર્ટી પ્લોટ, , સંતકબીર રોડ, યાજ્ઞિક રોડ, હેમુદસ્તુર માર્ગ, પાસેથી વસુલ કરવામાં આવ્યો હતો અને ૮૫ બોર્ડ-બેનર/ઝંડી તે યાજ્ઞિક રોડ, ઢેબર રોડ,હેમુગઢવી હોલ, કોઠારીયા રોડ, ગોંડલ રોડ, સંતકબીર રોડ, કુવાડવા રોડ, પંચાયત ચોક, મહીલા કોલેજ, કોટેચા ચોક, ૧૫૦ ફુટ રિંગ રોડ, એસ્ટ્રોન ચોક, પરથી જપ્ત કરવામા આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here