01 Aug 22 : મુંબઈના કમાઠીપુરા વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોના આધારે નાગપાડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

https://twitter.com/ANI/status/1565285303501221888?s=20&t=QMQTkpJqEWFYlyPoNJuDJQ

( Source : ANI )

મુંબઈના કમાઠીપુરા વિસ્તારમાં એક મહિલાને માર મારવાનો મામલો સામે આવ્યો છે. આ કેસનો એક વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ આધેડ મહિલાને થપ્પડ મારતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, મહિલા તેની સાથે દુર્વ્યવહાર કરતી પણ સાંભળવા મળે છે. હાલમાં વાયરલ વીડિયોના આધારે નાગપાડા પોલીસ સ્ટેશનમાં નોન-કોગ્નિઝેબલ ગુનો નોંધવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે આ માહિતી આપી છે.

નાગપાડા પોલીસે જણાવ્યું કે માહિતી અનુસાર, મહિલાની દુકાનની સામે જાહેરાતનું બેનર લગાવવા માટે વાંસ લગાવવાને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. મહિલાનો આરોપ છે કે તેની પાસેથી સંમતિ લેવામાં આવી ન હતી અને જ્યારે તેણે વિરોધ કર્યો તો તેને માર મારવામાં આવ્યો. હાલ તો પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે મહિલાને જાહેરમાં અપશબ્દો બોલીને થપ્પડ મારવાનો વીડિયો વાયરલ થયો હોવાથી લોકોની મિશ્રિત પ્રતિક્રિયા આવી રહી છે જો કે હજુ સુધી આ મામલે સાચું શું છે તે બહાર આવ્યું નથી જેની પોલીસ તપાસ કરી રહી છે. આ વાયરલ વિડિઓથી સાબિત થાય છે કે લોકોને કાયદાનો ડર રહેતો નથી અને જાહેરમાં મારામારી જેવા કૃત્ય કરી બેસે છે.