મોડાસાના ત્રણ યુવકો દુબઇમાં ફસાયા,રોડ પર રહેવા મજબુર બન્યાનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો

04 March 23 : મોડાસા શહેરના હજ્જારો યુવાનો અને પરિવારો વિદેશમાં વસવાટ કરી પૈસે ટકે બે પાંદડે થયા છે સારા પગાર અને ડોલર કમાવવાની લાલચમાં અનેક યુવાનો દેવું કરી વિદેશમાં ઠરી ઠામ થયા છે મોડાસા શહેરના ત્રણ યુવકોને સરફરાઝ નામના એજન્ટે સારા પગારની લાલચ આપી દુબઈમાં મોકલી આપ્યા પછી નોકરીના ઠેકાણા નહીં પડતા ત્રણે યુવકો રોડ પર દિવસો વિતાવવા મજબુર બનતા યુવકોએ સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો છે.

મળતી માહિતી મુજબ મોડાસા શહેરના મોહમ્મદ મુનીશ, સલમાન અને મોહમ્મદ સૈફ નામના ત્રણ યુવકોને સરફરાઝ નામના એજન્ટે દુબઇમાં સારી નોકરી, દિરહામમાં પગાર, રહેવા-જમવાની અદ્યતન સુવિધા મળશેની લાલચ આપતા ત્રણે યુવકો દેવું કરી એજન્ટની વાતોમાં દુબઇ પહોંચ્યા હતા દુબઇ પહોંચ્યા પછી એજન્ટે કરેલ વાયદા પ્રમાણે નોકરી કે પગાર નહીં મળતા ત્રણે યુવકો ફસાયા હતા અને દુબઈમાં રોડ પર રહેવા મજબુર બનતા ત્રણે યુવકોએ વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેમાં મોહમ્મદ મુનીશ નામના યુવક કહીં રહ્યો છે કે સરફરાઝ મારફતે કોઈ યુવક નોકરી માટે અહીંયા ન આવતા તે અમને બહુ ખરાબ રીતે ફસાવ્યા છે અને પૈસા અમને પાછા આપવા પડશે દેવું કરીને નોકરીની શોધમાં આવ્યા છીએ તારી કોઈ લાયકાત નથી નોકરી અપાવવાની તું લોકોને ફસાવે છે અમે થાકી ગયા છીએ અમે તો બચીને એક સુરક્ષિત જગ્યાએ છીએ પણ કોઈ આની વાતોમાં આવીને ફસાતા નહીં તેમજ ત્રણે યુવકોને એક હોટલમાં ક્લીનરની નોકરી અને સપ્તાહમાં કોઈ રજા નહીં મળેનો હિન્દી ભાષી માલિક બાંહેધરી લેતા ત્રણ અલગ અલગ વિડીયો વાયરલ થતા ભારે ચકચાર મચી છે

વિદેશમાં જવાની ઘેલછા ધરાવનારા યુવકો વિદેશમાં નોકરી, ડૉલરમાં પગાર, રહેવા-જમવાની અદ્યતન સુવિધા અને મોજ-જલસા મળે એવો કંઈક મત ધરાવતા હોય છે, જો કે દર વખતે હકીકત આવી જ હોય, તે જરૂરી નથી. કેટલાક એજન્ટોએ આપેલી પૈસા કમાવવાની લાલચમાં અનેક યુવાનો ફસાય છે અને અત્યાચારનો ભોગ બને છે.

વધુમાં વાંચો… ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની આવશે અમદાવાદ, નમો સ્ટેડીયમમાં પીએમ મોદી સાથે ક્રિકેટ કોમેન્ટ્રી કરે તેવી શક્યતા

8 માર્ચના રોજ મોડી સાંજે ગુજરાતમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પણ આવશે. પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું એરપોર્ટ પર સ્વાગત કરે તેવી શક્યતાઓ છે. 9 માર્ચના રોજ ઓસ્ટ્રેલિયા અને ભારતની ટેસ્ટ મેચ રમાવા જઈ રહી છે ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બન્ને વડાપ્રધાન મેચ નિહાળશે. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ મેચના 75 વર્ષની ઉજવણીમાં ભાગ લેશે.

ભારત-ઓસ્ટ્રેલિયાના પીએમ બન્ને પેવેલિયનમાં બેસીને મેચ નિહાળી શકે છે આ ઉપરાંત તેઓ કોમેન્ટ્રી પણ કરે તેવી શક્યતાઓ છે.

પીએમ મોદી જી-20 બેઠકની અંદર હાજરી આપશે આ ઉપરાંત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ પણ તેઓ નિહાળશે. આ વખતે દેશમાં જી 20 સંમેલનનું આયોજન થયું છે. જે અંતર્ગત ગુજરાતની અંદર પણ તે અંતર્ગત વિવિધ બેઠકો યોજવામાં આવી રહી છે. જેમાં પીએમ મોદી પણ સામેલ થશે. જી 20ના વિવિધ આયોજનો અગાઉ બેઠકને લગતા કચ્છ, અમદાવાદ, કેવડીયા સહીતના સ્થળોએ થયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી મેચમાં પ્રેક્ષક બની મેચને નિહાળશે. ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ પણ આ મેચ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ 9 માર્ચથી શરૂ થશે. રસપ્રદ વાત એ છે કે, આ સ્ટેડિયમનું નામ પીએમ મોદીના નામ પરથી રાખવામાં આવ્યું હોવાથી તેઓ પ્રથમવાર ક્રિકેટ મેચ જોવા અમદાવાદ આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here