14 Sep 22 : ભરૂચ-પ્રેમ સંબંધો ના કરુણ અંજામ,બે ઘટનાઓમાં યુવક અને યુવતીએ ગુમાવ્યા જીવ,પોલીસે તપાસ શરૂ કરી.

ભરૂચ જિલ્લામાં પ્રેમ સબંધ માં આવેલ ખલેલ ના કારણે બે જિંદગીઓએ જીવ ગુમાવ્યા હોવાની ઘટનાઓ છેલ્લા ૧૨ માં સામે આવી છે,જેમાં એક યુવતી અને એક યુવક નું ડૂબી જતાં મોત નીપજ્યું છે,જે બાદ અંકલેશ્વર સીટી પોલીસ અને ભરૂચ રૂરલ પોલીસે મામલા અંગેના ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે,

પ્રથમ ઘટનાની વાત કરીએ તો ભરૂચના વાગરા તાલુકાના જોલવા ગામ ખાતેની યુવતી છેલ્લા કેટલાક દિવસો થી ઝઘડિયા ના ઉમલ્લા ગામ ખાતે તેના મામા ત્યાં રહેતી હતી તે જ દરમિયાન ગામ ના એક યુવાન સાથે તેની આંખ મળી જતા તે તેના પ્રેમ માં પડી હતી,આ ઘટનાની જાણ જોલવા ખાતે યુવતી ના પરિવાર જનોને થતા તેના માં બાપ એ યુવતી ને મારમાર્યો હતો અને બાદ માં ઉમલ્લા થી જોલવા ખાતે રીક્ષા મારફતે યુવતી લઇને ઘરે જઈ રહ્યા હતા, દરમિયાન ભરૂચ તાલુકાના દશાન ગામ ખાતે અચાનક રીક્ષા બગડતા યુવતીએ તેની માતા ને બાથરૂમ જવું છે તેમ જણાવી નજીક માં આવેલ ઝાડીઓ માંથી ભાગી છૂટી હતી તે દરમિયાન તેના માં બાપ તેની પાછળ દોડતા ઝાડીઓ ની પાછળ ના ભાગે આવેલ તળાવ યુવતીને ન દેખાતા તે તળાવ માં પડી જતા ડૂબી ગઇ હતી.

જે બાદ માતા પિતા ની ઘણી શોધખોળ બાદ પણ યુવતી નો કોઈ પટ્ટો લાગ્યો ન હતો,ઘટનાં ના ૪ દિવસ બાદ આખરે યુવતીનો મૃતદેહ ડી કમ્પોઝ હાલત માં તળાવ બાહર આવતા ઘટનાની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી ને થતા તેઓએ સ્થળ પર પહોંચી જઈ મામલા અંગે ભરૂચ રૂરલ પોલીસ મથકે જાણ કરી મૃતકની લાશ ની પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા પોલીસે મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

આજ રીતે અન્ય એક ઘટના ભરૂચ,અંકલેશ્વર ને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી સામે આવી હતી,જ્યાં પ્રેમિકા ની સામે જ પ્રેમીએ નર્મદા નદી માં છલાંગ લગાવતા કલાકો ની જહેમત બાદ પણ યુવક ની શોધ ખોળ ચાલી રહી છે,પ્રાપ્ત માહિતી અનુસાર એમ.પી ની યુવતી સાથે બે માસ પહેલા પ્રેમ થઈ જતા યુવતી તેના માં બાપ ને છોડી તેના પ્રેમી સાથે અંકલેશ્વર ના કોસમડી ખાતે બંને ની સહમતી થી રહેવા લાગ્યા હતા,ગત મોડી સાંજે ૨૪ વર્ષીય પુષ્પ રાજ કાલિદાસ પ્રજાપતિ તેની પ્રેમિકા સાથે નર્મદા મૈયા બ્રિજ ખાતે આવી પહોંચ્યો હતો.

નર્મદા મૈયા બ્રિજ પર આવેલ પુષ્પરાજે તેની પ્રેમિકા ની સામે જ કોઈ કારણસર બ્રિજ પરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવતા તે નદીના પાણીમાં ગરકાવ થઇ ગયો હતો,દરમિયાન માં તેની પ્રેમિકાએ બચાવ બચાવ ની બુમો પાડતા સ્થાનિક સામાજીક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેઓની ટિમ સ્થળ પર દોડી આવી હતી અને નદીમાં લાપતા બનેલ યુવક ની ફાયર ના લાશકરોની મદદ થી શોધખોળ હાથ ધરવામાં આવી હતી,જે ઘટના બાદ અંકલેશ્વર શહેર પોલીસે પણ સ્થળ પર દોડી જઈ મામલા અંગેની નોંધ લઇ નદીમાં લાપતા બનેલ યુવક ની શોધખોળ ની કવાયત હાથધરી છે.