આમ આદમી પાર્ટીએ વધુ એક સંગઠનના માળખાની જાહેરાત કરી, કાર્યભાર સોંપવામાં આવ્યો

File Image

01 Nov 22 : આજે આખા ગુજરાતમાં લોકો પરિવર્તન લાવવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા. આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસે લાખો લોકોનું સંગઠન તૈયાર થઈ ગયું છે. અને આ સંગઠન હજુ પણ દિવસે ને દિવસે મોટું થઈ રહ્યું છે. ગુજરાતના લોકો જાણે છે કે આજે ગુજરાતમાં ફક્ત એક જ પાર્ટી છે જે લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે એમ છે અને એટલા માટે જ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

આ નવા જોડાતા લોકોમાં દરેક વ્યક્તિને તેમની ક્ષમતા અનુસાર કાર્યભાર સોંપવામાં આવે છે. આજે અમને જણાવતા ખુશી થઈ રહી છે કે આજે આમ આદમી પાર્ટી વધુ એક સંગઠનની યાદી બહાર પાડી રહી છે. સંગઠનમાં નવા જોડાનાર લોકોથી આમ આદમી પાર્ટી વધુ મજબૂત બનશે એવો અમને પૂરો વિશ્વાસ છે.આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી તથા રાજ્યસભા સાંસદ ડૉ. સંદીપ પાઠક, પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ તથા પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના માર્ગદર્શન હેઠળ નવા પદાધિકારી ઓની નિમણૂક કરવામાં આવે છે.

ચૈતરભાઈ વસાવા, અરવિંદભાઈ સોલંકીને પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામાં આવે છે. સાથે સાથે ચંદ્રિકાબેન સોલંકી, નીતાબેન મોદી, ભરતસિંહ કોટીલા, મોહનભાઈ રાઠોડ, સાગર પંભાર અને ઇન્દ્રવિજયસિંહ રાઓલને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી બનાવવામાં આવે છે. આ સાથે સાથે અલગ અલગ વિંગ અને અલગ અલગ જિલ્લાઓના સંગઠનમાં કુલ 138 પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. દરેકે દરેક પદાધિકારી આવનારી ચૂંટણીમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવવા જઈ રહ્યા છે. આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઘરે ઘરે પહોંચી ગઈ છે એનો પૂરેપૂરો શ્રેય આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને તથા અલગ અલગ સંગઠનમાં જવાબદારી નિભાવતા પદાધિકારીઓને જાય છે.

આવનારી ચૂંટણીમાં જે ઇતિહાસ રચાવવા જઈ રહ્યો છે તેમાં આપ ના દરેકે દરેક નેતા તથા કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે અને આવનારી ચૂંટણી ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાશે.

વધુમાં વાંચો… મોરબી પુલ દુર્ઘટના ઓરેવાના માલિક અને નગરપાલિકાના સતાધીશો પર કેમ નથી થઇ રહી કાર્યવાહી,લોકોએ કરી કાર્યવાહીની માંગ

મોરબી ઝુલતો પુલ તૂટવા ની દુર્ઘટનામાં મોટા માથાઓને છાવરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે.SIT દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.અને ગઈ કાલે આઇજીએ પ્રેસ કોન્ફ્રસન કરીને 9 કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે.પરંતુ સોશિયલ મીડિયા પર સવાલો એ ઉભા થઇ રહ્યા છે કે જેમનુ મૂળ જવાબદારી છે.તેની સામે કાર્યવાહી કેમ નથી થઈ રહી,આ બનાવમાં મુખ્ય જવાબદારી નગર પાલિકાની અને જે કંપની દ્વારા બ્રિજમાં સમારકામની કામગીરી કરી છે.તેની સામે કાર્યવાહી કેમ કરવા નથી આવી તેને લઈને ખુબજ ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે.તેવામાં સરકાર દ્વારા શું લોકોને છાવરવામાં આવી રહ્યા છે.તેવા પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.

લોકોના મનમાં સવાલો ઉભા થઇ રહ્યા છે કે,આ પુલની જવાબદારી નગર પાલિકા અને તેના દ્વારા ફિટનેશ સર્ટિફિકેટ આપ્યા બાદ જ કોઈ પણ પુલ,બિલ્ડીંગ કે અન્ય બાંધકામને મંજૂરી આપવા આવતી હોય છે.પરંતુ આ પુલ તો પાલિકા દ્વારા જ એજન્સીને આપવામાં આવ્યો હતો.તેવામાં આ પુલનુ ઉદ્ઘાટન થઇ ગયું અને પાંચ દિવસ સુધી 12 હજાર જેટલા લોકોએ મુલાકાત લીધી ત્યાં સુધી પણ ખબર ન પડી ? આ ઉપરાંત પાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખ અને ચીફ ઓફિસર પણ મોરબીમાં જ રહે છે પાલિકાએ હાજર હોય છે કે નહિ આ ઉપરાંત ભાજપના પાલિકા સભ્યો હોય છે ક્યાં તેવા પણ લોકો સવાલો કરી રહ્યા છે.તેવામાં ભાજપ શાસિત પાલિકાની કામગીરી સામે પણ લોકો સવાલો ઉઠી રહ્યા છે.

તો બીજી તરફ પાલિકાના ઓરેવાએ પુલને ઉભો કરી અને તેને લીઝ પર લીધો હતો.તેવામાં આ પુલ 2 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો.આ પુલની ગુણવતાને લઈને પણ અનેક સવાલો ઉભા થયા હતા.પરંતુ પ્રશાસન દ્વારા આ ઓરેવા કંપનીના માલિક સુધી પહોંચી શકી નથી. કંપનીના માલિક સુધી કાર્યવાહી ન થતા સરકારની આ બાબતે મેલી મુરાદ હોય અને ગાંધીનગર અને દિલ્હી સુધી છેડા ધરાવતા વ્યક્તિ હોવાથી તેની પર કાર્યવાહી ન થઇ હોવાનું પણ લોકો સોશિયલ મીડિયા પર અનેક સવાલો ઉભા થઇ રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here