અમદાવાદ – સૌરાષ્ટ્ર- કચ્છ-રાજકોટ જીલ્લા સહિત પ્રદેશના આમ આદમી પાર્ટી ના હોદ્દેદારઓએ કોંગ્રેસ પક્ષમાં જોડાયા

File Image
File Image

અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ-રાજકોટ જીલ્લા સહિત પ્રદેશના આમ આદમી પાર્ટીના હોદ્દેદારઓ એ કોંગ્રેસ પક્ષનો ખેસ ધારણ કર્યો હતો.

આપ પાર્ટીથી કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા કાર્કર્તાઓ અને નેતાઓએ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહીના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. ખેસ ધારણ કરાવી આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાજ્યમાં મોંઘવારી, બેરોજગારી સતત વધતી જાય છે. ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગના પરિવારને જીવન જીવવુ મુશ્કેલ થઈ રહ્યું છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થતું હતું કે, સિમેન્ટ ખરાબ આવતી હોય તો કમલમ તૂટવું જોઈને બ્રિજ કેમ તૂટે છે. ભ્રષ્ટાચાર થાય છે અને કૌભાંડો કરી પૈસા ખુલ્લેઆમ ખાવામાં આવે છે માટે બ્રિજ તૂટે છે. ગુજરાતીઓના અનેક પ્રશ્નો છે. માત્ર બ્રિજ તૂટે એમ નહીં પેપરો પણ ફૂટે છે અને મહેનત કરનારનું નશીબ તૂટે આ સ્થિતિ છે. ખુલ્લેઆમ દારુ જુગારના અડ્ડાઓ, નશીલા પદાર્થો મળે છે. ગુજરાતીઓને વિનંતી કરું છું કે, સેવાના યજ્ઞમાં આહુતી આપો, પુરુષાર્થ કરીએ. તમારા આશિર્વાદથી ગુજરાતની સરકાર બનશે.
દૂધમાં સાકર ભળે અને મીઠાશ વધે તેમ આપ પાર્ટીના આગેવાન-કાર્યકરો આવવાથી કોંગ્રેસ વધુ મજબૂત બનશે. કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે ત્યારે કોંગ્રેસ પરિવારમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ મનોજ ભૂપતાણી,રમેશ વોરા – ઉપપ્રમુખ, અમદાવાદ શહેર, એસ.કે. પારગી – મંત્રી, અમદાવાદ શહેર, અજય ચૌબે – પૂર્વ લોકસભા પ્રભારી, નેહલ દવે – મીડીયા વિભાગ, પ્રદેશ પ્રવક્તા પરાગ પંચાલ સહિત મોટી સંખ્યામાં પ્રદેશના હોદ્દે દારઓ, આગેવાનઓ તથા કાર્યકરો કોંગ્રેસ પક્ષમાં વીધીવત રીતે જોડાયા છે તેઓને આવકારું છું. તેમ તેમણે કહ્યું હતું.

Read more : ‘કાકા શરદ પવારે મને CM ન બનવા દીધો, તેમના કહેવા પર મેં સાંસદપદ છોડ્યું’, : અજિત પવાર

રાજકોટ – જેતપુરમાં બે જૂના જર્જરીત મકાનો ધરાસાયી થતા ત્રણના મોત
રાજકોટ જિલ્લાના જેતપુરમાં બે જૂના જર્જરીત મકાનો ધરાસાયી થતા ત્રણના મોત થયા છે. બે બાળકી અને એક વૃદ્ધનું મોત નિપજ્યું છે જ્યારે ત્રણ લોકો ઈજાદ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. બે જર્જરીત મકાનોની જેતપુરના ચાંપરાજની બારી વિસ્તારમાં બની હતી.
6 લોકો દબાયા હતા જેમાંથી ત્રણને બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ બે બાળકો અને એક વૃદ્ધાનું મોત થયું હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. સ્થાનિક તંત્ર દ્વારા કાટમાળ દૂર કરવામાં આવ્યો છે.

પ્રિ મોન્સુન કામગિરી અંતર્ગત જર્જરીત મકાનોને નોટિસ આપવામાં આવતી હોય છે પરંતુ આજે બે જર્જરીત મકાનો ધરાસાયી થતા 3ના મોત થયા છે. બપોરના સમયે આ દૂર્ઘટના સર્જાઈ હતી. ચોમાસામાં વરસાદના કારણે એક પછી એક મકાનો ધરાસાયી થવાની ઘટના સતત સામે આવી રહી છે. અગાઉ જામનગરમાં આ ઘટના બની હતી તેમાં પણ સ્થાનિક લોકો દટાવાથી મોતની ઘટના સામે આવી હતી ત્યારે રાજકોટમાં આ દૂર્ઘટના બની છે.
વારંવાર શહેરી વિસ્તારમાં જર્જરીત મકાનો ધરાસાયી થવાના કારણે લોકોના ઘાયલ થવાના તેમજ મોતના બનાવો સામે આવી રહ્યા છે. અગાઉ અમદાવાદ પોળ વિસ્તારમાં પણ એક મકાન ધરાસાયી થયું હતું. આ સિવાય રથયાત્રા દરમિયાન પણ જૂના મકાનની બાલ્કની પર ઉભા રહેલા લોકો નીચે પટકાતા એકનું મોત થયું હતું જ્યારે બાકીના ગંભીર રીતે ઘવાયા હતા.

એનિમલ હેલ્પલાઇનમાં રોજના સરેરાશ ૨૦૦ ફોન કોલ્સ મારફતે પ્રાણીપંખીઓની સારવાર કરાવતા નાગરિકો
આપણું રોજિંદુ જીવન અનેક અબોલ જીવો સાથે પસાર થતું હોય છે. ગાય- ઘોડા-કુતરા-બિલાડી-સસલા-લવ બર્ડઝ – માછલી-ગીનીપીગ-કાચબા-કબૂતર-પોપટ વગેરે જેવા પાલતુ પ્રાણીઓ સાથે આપણો દરરોજનો નાતો છે. આ અબોલ જીવોના સંસર્ગથી મનુષ્યોમાં પ્રસરતી બીમારીઓને ઝૂનોટિક રોગો તરીકે ઓળખવામાં આવે છે. આ રોગો અંગે લોકો માટે જાગૃતિ કેળવવાનો દિવસ એટલે વિશ્વ ઝુનોસીસ ડે. ૬ જુલાઈ, ૧૮૮૫ના રોજ પ્રથમ વખત જીવવિજ્ઞાની લુઈ પાશ્ચરે માનવહિત માટે આવા રોગો અંગે સજાગ કરવા ઝુનોસીસ ડેની ઉજવણી શરૂ કરાવી હતી, તેમજ આ અંગેના રસીકરણની નોંધણી પણ કરાવી હતી.
રાજ્ય સરકાર દ્વારા પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે. પશુપાલન સંબંધિત પ્રવૃત્તિઓ અને યોજનાઓ માટે આ વર્ષના અંદાજપત્ર માં “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” અંતર્ગત રુ. ૫૦૦ કરોડની જોગવાઈ કરાઈ છે. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ સેવાઓ માટે રુ. ૧૦ કરોડની જોગવાઈ ૧૫૦ નવા સ્થાયી પશુ દવાખાના શરૂ કરવા રુ.૧૦ કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી નિઃ શુલ્ક પશુ સારવાર દવાખાના માટે રુ.૧૦૯ કરોડની જોગવાઈ કરાઈ છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા પશુપાલકો માટે ૪૭.૯૭ કરોડ ખર્ચ જેમાં ૭ પશુ નિદાન લેબોરેટરી અને ૧૦ વેટનરી કિલિકનો વિશેષ ઉપકરણોથી સજ્જ કરાશે જેના માટે ૧ કરોડ રૂપિયા મંજુર કરાયા છે.
આ દિવસે વિશેષ રીતે પ્રાણીઓનું રાજયસરકાર દ્વારા રસીકરણ કરવામાં આવે છે, જેના આધારે તેઓ રોગમુક્ત રહી શકે છે. પશુપાલન વિભાગ દ્વારા લોક જાગૃતિ કાર્યક્રમોં સાથે હડકવાના પ્રી-વેક્સિનેશન કેમ્પ રાજકોટના સદર બજાર અને પેડક રોડ ખાતે યોજાશે. આ અંગે પશુપાલક વિભાગના અધિકારી શ્રી કરસન કટારાએ જણાવ્યું હતું કે, સામાન્ય પરિભાષા માં જે રોગ પશુ દ્વારા માનવમાં ફેલાય ,તેમજ માનવથી પશુમાં ફેલાય તે ઝુનોસીસ છે. આજના સમયમાં વિશ્વ કક્ષાએ હડકવા અંગે લોકોમાં ખુબ સારી જાગૃતિ કેળવાયેલી છે પરંતુ બીજા અનેક રોગો અંગે અપૂરતી માહિતી છે. તદુપરાંત નવજાત શિશુને જે રીતે રસી આપવામાં આવતી હોય છે તે જ રીતે તમામ પાલતુ પ્રાણીઓને પણ રસી આપવાથી તે રોગમુક્ત રહી શકે, પાલતુ પ્રાણીઓની દેખભાળ ખુબ અગત્યની છે.
એનિમલ હેલ્પલાઇનના ડો. નિકુંજ પીપળીયા જણાવે છે કે, અબોલ જીવોમાં બીમારીના વિવિધ લક્ષણો દેખાતા હોય છે તેમાં ચામડીના રંગમાં ફેરફાર, શરીરનું તાપમાન વધ- ઘટ થવું જેવા અનેક સામાન્ય અને અસામાન્ય લક્ષણો પરથી તેઓના બ્લડ તેમજ વિવિધ રીપોર્ટ કરી તેઓને સારવાર અપાય છે. તેઓને પશુ- પક્ષીઓના માટે નિયમિત દરરોજ આશારે ૧૫૦- ૨૦૦ જેટલા ફોન આવે અને નિદાન કરાય છે. એનિમલ હેલ્પલાઇન દ્વારા શેણી મેમોરિયલ ટ્રસ્ટ રાજકોટ ખાતે ઝૂનોસીસ ડે પર કેમ્પ યોજાશે જેમાં હડકવા વિરોધીરસી, કૃમિનાશક દવા ઓ અને પશુઓના સ્વાસ્થ્ય, તેને થતાં રોગોને લગતી સામાન્ય તપાસ કરાઈ છે.
રાજકોટ શહેરમાં પશુપાલન કરીને સારી એવી આવક રળતા મહિલા પશુપાલકશ્રી કાશીબેને જણાવ્યું હતું કે પશુધન એ અમારું સર્વસ્વ છે સામાન્ય રીતે જયારે પશુઓને માંદગી હોય ત્યારે તે ખોરાક લેવાનું બંધ કરી દે છે જેના પરથી અમને ખ્યાલ આવી જાય છે કે તેઓને બીમારી છે. અમે તેના માટે ઘણા ઘર ગથ્થુ ઉપાયો, જેમાં ગરમ પાણી પીવડાવું, મીઠાવાળું પાણી છાટવું, વાગ્યું હોય તો હળદરનો લેપ કરવો એવા ઘણાં આયુર્વેદિક ઉપાયો કરતા હોઇએ છીએ. તેના ખોરાકના આધારે તેના દૂધની ગુણવત્તા નિશ્ચિત થાય છે. તેનો જન્મ થાય ત્યારે ઘૂઘરી તેમજ બીજા ખળ, ઘાસ, ઘઉંના લોટનું ભુસું ખવડાવવામાં આવે છે. નિયમિત દેખભાળ અને પશુ ચિકિસકો માર્ગદર્શન હેઠળ અમારા પશુ રોગમુક્ત રહે છે.
તો આવો આપણે સૌ આજના દિવસે માનવ સુખાકારી સાથે પ્રાણીઓના આરોગ્ય અંગે સજાગ થઇએ. મનુષ્ય અને પ્રાણીઓ બંનેએ એકબીજાના સ્વાસ્થ્ય માટે જાગૃતિ દાખવી નિરોગી રહેવા સંકલ્પ કરીએ.

મોરબી : ગેસ ઈમ્પોર્ટ ડ્યુટીમાં તોતિંગ વધારાથી સિરામિક ઉદ્યોગને પડશે મોટો ફટકો
વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબી સિરામિક ઉદ્યોગને નેચરલ ગેસ કરતા સસ્તા ભાવે મળતા એલપીજી અને પ્રોપેન ગેસના ભાવમાં રાતોરાત ઈમ્પોર્ટ ડ્યુટી વધારાથી સિરામિક ઉદ્યોગમાં ચિતાનું મોજું ફરી વળ્યું છે, અગાઉ નેચરલ ગેસથી સસ્તા ભાવે મળતો પ્રોપેન ગેસના ભાવ વધતા સિરામિક ઉદ્યોગને મુશ્કીલોનો સામનો કરવો પડશે.
આ મામલે મોરબી સિરામિક એસોશિએશન પ્રમુખ મુકેશ કુંડારિયાએ જણાવ્યું હતું કે, મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વમાં ઉત્પાદન ક્ષેત્રે ભારતમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. પરંતુ હાલ ડોમેસ્ટિક માર્કેટની પરિસ્થિતિ ખૂબ જ કઠિન છે 30 થી 40% જેટલો સ્લેબ ચાલી રહ્યો છે. તો સામે સિરામિક ઇન્ડસ્ટ્રીનું એક્સપર્ટ 16 હજાર કરોડનું થયું હતું તેના પ્રતાપે આજે ઇન્ડસ્ટ્રી ટકી રહી છે પરંતુ હમણાં જ 1 જુલાઈના રોજ કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ડસ્ટ્રીમાં જે ફ્યુઅલ તરીકે પ્રોપેન અને એલપીજી ગેસ વપરાતો હતો તેમાં 2.75% હતી જેમાં 12.50 ટકા વધારો કરી દેવામાં આવ્યો છે જેથી સીરામીક ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો પડશે. તેવું તેમણે જણાવ્યું હતું
વધુમાં પ્રોપેન ગેસમાં ભાવ વધારાને કારણે ઉત્પન્ન થતી મુશ્કેલીઓ અંગે છણાવટ કરતા તેમણે જણાવ્યું હતું કે પ્રોપેન ગેસમાં સીવી 11000 આવતા સારી ગુણવત્તાનો માલ ઉત્પાદિત થતો હતો. આ ઉપરાંત એક્સપોર્ટમાં પણ ઓછી કિંમતથી સારી ગુણવત્તાનો માલ વહેંચી શકતા હતા. તેનું મહત્વનું કારણ એ હતું કે ગુજરાત સરકાર દ્વારા જે એલપીજી ગેસ પ્રદાન કરવામાં આવતો હતો તેના આંતરરાષ્ટ્રીય ભાવ ઊંચા હતા તેના કરતા પ્રોપેન ગેસ ની કિંમત ઓછી હતી અને ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો થતો હતો પરંતુ ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે પ્રોપેન ગેસનો વિકલ્પ હવે આ ઇન્ડસ્ટ્રી પાસેથી જતો રહ્યો છે તેવું તેમણે જણાવ્યું હતું.
વધુમાં ઉદ્યોગને કેવી અસર થશે તે અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પ્રોપેન ગેસમાં જે ટેન્ક છે અને રી-ગેઝિફિકેશન સહિતની જે મશીનરી લગાડવી પડે છે તેમાં પાંચ ટન થી માંડી ને 20 ટન સુધીનું ઇન્સ્ટોલેશન હોય છે એટલે ઉદ્યોગકારોએ અંદાજે 60 લાખથી રૂપિયા એક કરોડ સુધીનો ખર્ચ ઇન્સ્ટોલેશન પાછળ કરવો પડે છે પરંતુ હવે કોઈ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ ટેન્કનું ઇન્સ્ટોલેશન કરવું પણ કઠિન છે કારણ કે તેનું ઇન્સ્ટોલેશન થયા બાદ રિટર્ન મેળવવું પણ અઘરું છે. મોરબીમાં હાલ 800 જેટલી સિરામિક ફેક્ટરીઓ છે તેમાંથી 400 જેટલી ઇન્ડસ્ટ્રીમાં પ્રોપેન ગેસનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા જો પ્રોપેન ગેસની ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરવામાં નહીં આવે કે કોઈ રાહત કરવામાં નહીં આવે તો ઉદ્યોગ કારોએ જેટલી પણ મશીનરીઓ વસાવી છે તેનો ખર્ચ માથે પડશે અને ઉદ્યોગકારોએ મોટું નુકસાન સહન કરવું પડશે તેવું તેમણે જણાવ્યું હતું.

માત્ર 800 રૂપિયામાં મહિલાએ કર્યો પોતાની 8 મહિનાની દીકરીનો સોદો, માનવ તસ્કરીના આરોપમાં ધરપકડ
ઓડિશાના મયુરભંજમાં એક મહિલાએ પોતાની આઠ મહિનાની દીકરીને માત્ર રૂ. 800માં એક દંપતીને વેચી દીધી. મહિલાનો પતિ તમિલનાડુમાં દાળી મજૂર છે અને તે આ બાબતથી સંપૂર્ણપણે અજાણ છે.
મહિલાની ઓળખ કરામી મુર્મુ તરીકે થઈ છે, જે મયુરભંજ જિલ્લાના ખુંટાની રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા તેની બીજી પુત્રીના જન્મથી ખુશ ન હતી અને તેણે તેના ઉછેર માટે પાડોશી માહી મુર્મુ પસે ચિંતા વ્યક્ત કરી હતી. જે બાદ પાડોશીએ બાળકીનો સોદો કરવા માટે ખરીદદારની વ્યવસ્થા કરી હતી.
દંપતી સાથે સોદો કર્યા પછી, મહિલાએ તેની પુત્રીને માત્ર 800 રૂપિયામાં વેચી દીધી. દંપતી ફૂલમણિ અને અખિલ મરાંડી બિપ્રચરણપુરના રહેવાસી છે. જ્યારે મહિલાના પતિ મુસુ મુર્મુ એ તમિલનાડુથી પરત ફરીને તેની દીકરી વિશે પૂછ્યું તો મહિલાએ જણાવ્યું કે તેનું મૃત્યુ થઈ ગયું છે. પાડોશીએ મહિલાના પતિને સોદા અંગે જાણ કરી, જેના પગલે મહિલાએ ખાંટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તરત જ કાર્યવાહી કરતા પોલીસે મહિલા, બાળકીને ખરીદનાર દંપતી અને પાડોશીની ધરપકડ કરી લીધી. મયુરભંજ પોલીસ સ્ટેશનના એસપી બટુલા ગંગાધરે જણાવ્યું કે મહિલા બાળક સાથે બજારમાં ગઈ હતી, પરંતુ થોડા સમય પછી એકલી પાછી આવી. અન્ય પાડોશીઓ દ્વારા બાળકી વિશે પૂછવા પર તેણે તેના મૃત્યુની માહિતી આપી. તેમણે જણાવ્યું કે પોલીસે બાળકીને બચાવી લીધી છે અને તેને બાળ સંભાળ કેન્દ્રમાં મોકલી છે. આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 370 (માનવ તસ્કરી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here