આપમાંથી કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચ્યું, સુરતમાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો

16 Nov 22 : સુરતમાં હાઈવોલ્ટેજ ડ્રામાં સર્જાયો છે. સુરતમાં આપના ઉમેદવાર કંચન જરીવાલે ફોર્મ પરત ખેંચ્યું છે. આપ પાર્ટીએ આ પહેલા કંચન જરીવાલને કિડનેપ કરાયા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. ઈસુદાન ગઢવી, મનીષ સિસોદીયા સહીતના નેતાઓએ આ આરોપ લગાવ્યો હતો. ત્યારે આ વાત વચ્ચે હાઈવોલ્ટેજ ડ્રામાં પણ સર્જાયો છે. કંચન જરીવાલા આજે સુરત ખાતે પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચ્યા હતા અને ફોર્મ પરત તેમને ખેંચ્યું હતું.

આ અંગે ગોપાલ ઈટાલિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, કાલે જ્યારે અમારા કેન્ડીડેટના નામાંકન સ્વિકારવામાં આવ્યું ત્યારે બીજેપીના લોકો તેમને જબજસ્તી લઈ ગયા હતા. ક્યાં ગયા ખબર નહોતી. અમે તેમના ઘરે ગયા હતા પરંતુ ત્યાં પણ તેઓ ના મળ્યા, તેમના સબંધીઓ સાથે વાત કરતા કહ્યું કે, તેમને ડરાવવામાં આવ્યા હતા. કાલે આખી રાત અમે દોડ્યા હતા. આજે ભારેભરખમ પોલીસ ફોર્સ સાથે તેઓ ફોર્મ પરત ખેંચવા માટે આવ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે, કંચનભાઈ પર જબરજસ્ત દબાણ કરીને ફોર્મ પરત ખેંચવા માટે કહ્યું હતું. બીજેપીએ જબજસ્તીથી ફોર્મ પરત ખેંચાવ્યું છે. નાના માણસને મેન્ટલી ટોર્ચર કરવામાં આવે તો તેઓ ડરી પણ શકે છે. જો તેમને લાલચ હોય તો રડે જ નહીં. કેમ કે, તેમને અંદરથી દુઃખ થાય છે. આ બતાવે છે કે, બીજેપી આપ પાર્ટીથી બોખલાઈ ગઈ છે. બીજેપીના લોકો અહીં આવ્યા અને ફોર્મ પરત ખેંચીને જતા રહ્યા છે. લીગલ રીતથી એડવાઈઝ લઈને કાનુની કાર્યવાહી અમે કરીશું. AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેસુદાન ગઢવીએ ટ્વીટમાં આરોપ લગાવ્યો હતો કે, AAPના સુરત પૂર્વના ઉમેદવાર કંચન જરીવાલાને તેમના પરિવાર સાથે ભાજપ ઉઠાવી ગઈ છે. તેમ ટ્વીટ પણ તેમણે કહ્યું હતું. ત્યારે આજે તેઓ ફોર્મ પરત ખેંચવા માટે આવ્યા હતા.

આ ઉપરાંત પ્રેસ કરીને મનીષ સિસોદીયાએ કહ્યું કે, હારના ડરથી તેમને કીડનેપ કાલે કરાયા હતા. સ્ક્રૂટની દરમિયાન તેમની પર દબાવ કરવામાં આવ્યો, તેઓ ના માન્યા તો નોમિનશેન રદ કરવા માટે દબાણ કરાયું હતું. આમ આપના નેતાઓએ આરોપ પણ લગાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here