ટિકિટ વહેંચવાના આરોપમાં ફસાયા AAP ધારાસભ્ય, 33 લાખ રોકડ સહિત 3ની ધરપકડ

16 Nov 22 : દિલ્હીમાં આગામી મ્યુનિસિપલ ચૂંટણી (MCD)માં પૈસા લઈને ટિકિટ વહેંચવાના આરોપમાં દિલ્હી પોલીસની ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ ત્રણ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં મોડલ ટાઉનથી AAP ધારાસભ્ય અખિલેશ ત્રિપાઠીના એક સંબંધી અને એક PAનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ લોકોએ પૈસા લઈને MCD ચૂંટણી માટે ટિકિટ આપવાનું વચન આપ્યું હતું. આ કેસમાં ધારાસભ્ય અખિલેશ પાટી ત્રિપાઠીના સંબંધીઓ ઓમ સિંહ, પીએ શિવ શંકર ત્રિપાઠી અને પ્રિન્સ રઘુવંશીની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આરોપીઓએ પૈસાના બદલામાં શોભા ખારી નામની મહિલાને MCD ચૂંટણીની ટિકિટ આપવાનું વચન આપ્યું હતું. શોભા ખારીના પતિ ગોપાલ ખારીએ 14 નવેમ્બરે ACBમાં ફરિયાદ નોંધાવી હતી.

ગોપાલે જણાવ્યું કે તે 2014થી આમ આદમી પાર્ટીનો કાર્યકર છે. ગોપાલના જણાવ્યા અનુસાર, 9 નવેમ્બરે અખિલેશના પતિ ત્રિપાઠીએ તેમને કહ્યું કે તે તેની પત્નીને કમલા નગર વોર્ડ નંબર 69માંથી ટિકિટ અપાવશે અને તેના માટે 90 લાખ રૂપિયાની માંગણી કરી. ગોપાલના કહેવા પ્રમાણે, તેણે અખિલેશ ત્રિપાઠીને 35 લાખ રૂપિયા અને વજીરપુરથી AAP ધારાસભ્ય રાજેશ ગુપ્તાને 20 લાખ રૂપિયા આપ્યા. બાકીના 35 લાખ ટિકિટ મેળવ્યા બાદ આપવાનું જણાવ્યું હતું. પરંતુ જ્યારે 12 નવેમ્બરે ટિકિટનું લિસ્ટ આવ્યું ત્યારે ગોપાલની પત્નીનું નામ ન હતું.

જ્યારે ગોપાલે આ મામલે અખિલેશ ત્રિપાઠી સાથે વાત કરી તો તેમણે કહ્યું કે કંઈ વાંધો નહીં, આગામી ચૂંટણીમાં તેમને ટિકિટ મળી જશે. આ પછી ગોપાલે એસીબીમાં ફરિયાદ કરી હતી અને ડીલિંગના ઓડિયો અને વીડિયો પુરાવા આપ્યા હતા. એસીબીની ટીમે 15 અને 16 નવેમ્બરના રોજ છટકું ગોઠવીને ગોપાલ ખારીના ઘરેથી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. એસીબીના જણાવ્યા અનુસાર, તે સમયે આરોપી 35 લાખમાંથી 33 લાખ રૂપિયા પરત કરવા આવ્યા હતા.

વધુમાં વાંચો… માછીમારો ના બંદરના વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ કરાવવામાં સરકાર નિષ્ફળ : કોંગ્રેસ

લાઈટ પાણી ફાયર સેફટી સ્વચ્છતા આરોગ્ય જેવી પાયાની સુવિધાનો પણ અભાવ હોવાથી કોંગ્રેસ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને થઇ રજૂઆતઃ દેશને કરોડો રૂપિયાનું હુંડીયામણ કમાવી આપતા માછીમારો પ્રત્યે જ ભાજપ સરકારનું ઓરમાયું વર્તન હોવાનો થયો ગંભીર આક્ષેપ

એકબાજુ ચુંટણી સમયે ભાજપના નેતાઓ દ્વારા એવા દાવા થઇ રહ્યા છે કે માછીમારોના મોટાભાગ પ્રશ્નોનું નિરાકરણ કરાવ્યું છે તો બીજી બાજુ પોરબંદર કોંગ્રેસ દ્વારા એવા આક્ષેપ સાથે રજૂઆત થઇ છે કે, પોરબંદરમાં ધમધમતો માછીમારી ઉદ્યોગ રાજ્ય અને કેન્દ્ર સરકારને વર્ષે કરોડો રૂપિયાનું હુંડીયામણ કમાવી આપે છે પરંતુ સરકાર માછીમારો ને પાયાની સુવિધા પણ અપાવવામાં નિષ્ફળ નીવડી છે એમ જણાવીને પોરબંદર કોંગ્રેસે આ મુદ્દે વડાપ્રધાનને રજૂઆત કરી છે. રાજય અને કેન્દ્ર સરકારને વર્ષે કરોડો રૂપિયાનું હુંડીયામણ કમાવી આપતો પોરબંદર માછીમારી ઉદ્યોગ હંમેશા તંત્રની ઉઘસીનતાનો ભોગ બનતો આવ્યો છે પોરબંદરના માછીમારી ઉદ્યોગને પાયાની સુવિધાઓ આપવામાં પણ જવાબદાર તંત્ર ઉણું ઉતર્યું છે તેમ જણાવીને પોરબંદર કોંગ્રેસના આગેવાનોએ તે અંગે સરકારને રજૂઆત કરીને માછીમારોના મહત્વના પ્રશ્નોનું નિરાકરણ કરવા અને તેઓને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે.

પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનીયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા, હીરાલાલભાઈ શિયાળ, મનીશભાઈ લોઢારી, વિરેન્દ્રભાઈ શિયાળ, રવિભાઈ મોદી સહિત ખારવા સમાજના અગ્રણીઓ દ્વારા થયેલી રજૂઆતમાં જણાવાયું છે કે પોરબંદર શહેરની આર્થિક જીવાોરી સમાન માછીમારી ઉદ્યોગ રાજ્ય અને કેન્દ્ર સરકારને દર વર્ષે કરોડો રૂપિયાનો હુંડીયામણ કમાવી આપે છે પરંતુ એ જ માછીમારી ઉદ્યોગને પાયાની સુવિધા આપવામાં પણ રાજ્ય સરકાર ઉઘસીન છે કારણ કે માછીમારો અનેકવિધ સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને સ્થાનિકથી લઇને રાજ્ય અને કેન્દ્ર સરકારને લગતા અઢળક પ્રશ્નોનું નિરાકરણ થયું નથી વારંવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં કોઈ પણ સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી નથી તેથી વધુ એક વખત અમારે રજૂઆત કરવી પડી રહી છે.

સ્ટ્રીટલાઈટના અભાવે મુશ્કેલી : પોરબંદરના બંદર વિસ્તારમાં માછીમારોને અનેક અગવડતાઓનો સામનો કરવો પડી રહ્યો છે જુના બંદર તથા ફીશરીશ ટર્મિનલ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની અપૂરતી સુવિધા હોવાને કારણે રાત્રીના સમયે અંધારામાં માછીમારોને અવર-જવરમાં ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે. અંધારાને લીધે અનેક વખત માછીમારો ખાડીમાં પડીને મૃત્યુ પામ્યા હોવા છતાં પણ તંત્રએ પૂરતી લાઇટની વ્યવસ્થા કરી આપી નથી અને હાઇ મસ્ટ ટાવર અવાર-નવાર બંધ થઈ જાય છે. અન તેનું સમયસર સમારકામ પણ તંત્ર દ્વારા કરવામાં આવતું નથી તેના કારણે માછીમારો અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

આગ સામે રક્ષણ આપવા ફાયર સેફટીનો અભાવ : પોરબંદરના ફીશરીસ ટર્મિનલ અને જૂનાબંદર વિસ્તારમાં તેઓને ફાયર સેફ્ટીની કોઈ જ સુવિધા આપવામાં આવી નથી તેથી આ વિસ્તારમાં અનેક વખત આગના બનાવ બને છે ત્યારે વાહનથી માંડીને ફિશીંગ બોટો સળગીને રાખ થઈ ગઈ છે તેમ છતાં જવાબદાર તંત્ર આ મુદ્દે પણ ગંભીર બન્યું નથી નાના-મોટા આગના બનાવ બને ત્યારે આ વિસ્તાર થી ૭કિ.મી દૂર આવેલા ફાયર બ્રિગેડ સ્ટેશન ખાતેથી આવતા ફાયર ફાઈટરને સમયસર પહોંચવામાં મોડું થઈજાય તો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે. અને તેના કારણે બોટ માલિકો અને વહાણ માલિકોને ખૂબ મોટી નુકશાની વેઠવી પડે છે તેથી આ વિસ્તારમાં ફાયર ફાઈટર જેવી પાયાની સગવડ ઉપલબ્ધ કરાવવા માટે તંત્રે વહેલી તકે યોગ્ય વ્યવસ્થા કરી આપવી જોઈએ તેવી રજૂઆત પણ કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવી છે.

સાફ-સફાઈના અભાવે ગંદકી ફેલાઈ : શહેરના ફીશરીસ ટર્મિનલ અને જૂનાબંદર વિસ્તારમાં સાફ-સફાઈનો પણ અભાવ જોવા મળી રહ્યો છે જેથી ચારેબાજુ ખદબદતી ગંદકીને લીધે પણ અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે સૌથી મહત્વની બાબત એ છે કે તંત્ર દ્વારા ખાડી વિસ્તાર અને ઉપરના ભાગે જ્યાં બોટો બનાવવામાં આવે છે ત્યાં વ્યવસ્થિત સફાઈ થતી નહિ હોવાને લીધે રોગચાળાનો ભય જોવા મળી રહ્યો છે માછીમારોના આ વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા સહિત નિયમિત રીતે સાફ સફાઈ હાથ ધરવી જોઈએ તેવી રજૂઆત પણ થઈ છે.

શૌચાલય જેવી પાયાની સુવિધાનો પણ અભાવ પોરબંદરના બંદર વિસ્તાર અને ફિશરીસટર્મિનલમાં સોચાલયની સુવિધા પણ નહીં હોવાને લીધે માછીમારો હેરાન પરેશાન બની જાય છે તેઓને ખુલ્લામાં શૌચક્રિયા કરવા માટે બેસવું પડે છે જેથી અકસ્માત નાના મોટા બનાવો પણ બન્યા છે અને સોચક્રિયા કરતી વખતે અકસ્માતે ખાડીમાં પડીને તેઓ મૃત્યુ પામ્યા હોય તેવા ચોકાવનારા બનાવમાં નિર્દોષ માછીમારો મરણને શરણ થયા છે એક બાજુ રાજ્ય સરકાર ૧૦૦ % શૌચાલયયુક્ત જિલ્લો હોવાની વાતો કરે છે પરંતુ બીજી બાજુ શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા આપવામાં પણ જવાબદાર તંત્ર બેદરકાર હોય તો તે તંત્ર માટે પણ શરમજનક બાબત છે તેમ ઉમેરવામાં આવ્યું છે.

પ્રાથમિક સારવાર માટે આરોગ્ય કેન્દ્ર જરૂરી : માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સાથે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. પરંતુ તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવા માટે પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી તેમ જણાવીને કોંગ્રેસી આગેવાનોએ ઉમેર્યું હતું કે બોટમાં કામ કરતા ખલાસીઓ, મિસ્ત્રી કામ કરતા કારીગરો વગેરે સાથે અનેક નાના-મોટા અકસ્માતો સર્જાય ત્યારે તેઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવી પડે છે પરંતુ સમયસર પ્રાથમિક સારવાર મળતી ન હોવાને કારણે તેઓની પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે આ પ્રકારના અસંખ્ય બનાવો અત્યાર સુધીમાં બની ચૂક્યા હોવા છતાં બેજવાબદર તંત્રએ માછીમાર આગેવાનોની એક પણ બાબત ગંભીરતાથી લીધી નથી તેથી આ બાબતે પણ વહેલી તકે નક્કર કાર્યવાહી થવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે.

આમ કોંગ્રેસના આગેવાનોએ ઉપરોક્ત મુજબની વિવિધ રજૂઆતો કરીને માછીમારોના મહત્વના પ્રશ્નોનું સમયસર નિરાકરણ કરવામાં આવે તે પ્રકારની રજૂઆત થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here