03 Sep 22 : સૌૈરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન રાષ્ટ્રી સંયોજક અરવિંદ કેદરીવાલે કહ્યું કે, હું તમામ રાજ્ય પરિવહનના કંડક્ટર અને ડ્રાઇવર કર્મચારીઓનો આભાર માનું છું. મેં સાંભળ્યું છે કે ભુજમાં ભાજપની એક મોટી સભા હતી અને ત્યાં પહોંચેલી તમામ બસોના ડ્રાઇવરો અને કંડક્ટરોએ આવતા-જતા દરેક મુસાફરને કહ્યું હતું કે આ વખતે પરિવર્તન થવું જોઇએ. માટે જ આ વખતે બધાએ ઝાડુને મત આપજો. તે મીટીંગમાં ગયેલા તમામ લોકોએ નક્કી કર્યું છે કે ભલે અમે તેમની મીટીંગમાં ગયા હતા, પરંતુ અમે વોટ તો આમ આદમી પાર્ટીને જ આપીશું.

એટલા માટે હું ટ્રાન્સપોર્ટના તમામ કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું અને હું કહેવા માંગુ છું કે તમારે આ કામ દરરોજ કરવાનું છે. તમારે દરેક મુસાફરને કહેવું પડશે કે આમ આદમી પાર્ટીને જ વોટ આપો. ઉપકારને ભૂલી જાવું તેવો નમકહરામ નથી. હું તમારો ઉપકાર કદી નહીં ભૂલું. અને આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે જ રાજ્ય પરિવહનના કર્મચારીઓની તમામ માંગણીઓ 1 મહિનામાં પૂરી કરવામાં આવશે.

પોલીસકર્મીઓની તમામ માંગણીઓ સ્વીકારવામાં આવશે – કેજરીવાલ

પોલીસ કર્મચારીઓની માંગણી હતી કે તેમને ગ્રેડ પે મળવો જોઈએ. સરકારે તેમને ગ્રેડ પે આપ્યો નથી, પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓએ કહ્યું કે અમે તેમના ભથ્થા વધારીએ છીએ. ભથ્થું વધારવા માટે જે જાહેરાત આવી હતી તેમાં તેણે એવી શરતો મૂકી હતી કે તમારે એફિડેવિટ પર સહી કરીને આપવી પડશે. જેમાં લખ્યું છે કે, તમે વિરોધ પ્રદર્શન નહીં કરો, તમે કોર્ટમાં નહીં જઇ શકો. ભારત એક આઝાદ દેશ છે. જ્યાં દરેક માનવીને બંધારણ હેઠળ અધિકાર આપવામાં આવ્યા છે કે તેને વિરોધ કરવાની અને કોર્ટમાં જવાની છૂટ છે.

હું તમામ પોલીસ કર્મચારીઓને કહેવા માંગુ છું કે આ શરતો ઉપર કોઈએ સહી કરવી જોઇએ નહીં. ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે, પોલીસકર્મીઓની તમામ માંગણીઓ સ્વીકારવામાં આવશે અને કોઈ શરત નહીં કરવામાં આવે. અંદરખાને જેવી રીતે તમે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છો તેવો પ્રચાર ચાલું રાખજો.

  • સુરત વિધાનસભાની 12 બેઠકોમાંથી 7 બેઠકો આમ આદમી પાર્ટીને મળશે – અરવિંદ કેજરીવાલનો દાવો

03 Sep 22 : ભાજપના લોકોએ ન તો તમારા બાળકો માટે સારી શાળાઓ બનાવી અને ન તો તમારા માટે સારી હોસ્પિટલ બનાવી સારવાર કરાવવા માટે, ભાજપના ઘણા કાર્યકરોએ ઘરના દાગીના અને જમીનો ગીરવે મુકવી પડી.

અમે એક સર્વે કરાવ્યો છે, સુરત વિધાનસભાની 12 બેઠકોમાંથી 7 બેઠકો આમ આદમી પાર્ટીને મળી રહી છે અને હું સમજું છું કે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ આ 7 બેઠકો પણ વધશે તેમ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું હતું.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. ત્યાર તેમણે સૂરતવાસીઓને સંબોધન કરતા કહ્યું કે, આજે હું સુરતમાં ગણપતી બાપાની મહાઆરતીમાં હાજરી આપવાનો છું. હું તેમના આશીર્વાદ લેવાનો છું. હું સુરતવાસીઓને વિનંતી કરું છું કે સૌ ત્યાં આવો, આખું સુરત એકઠું થાવ, આપણે સૌ સાથે મળીને ત્યાં ભગવાનની પૂજા કરીશું. ગુજરાતના સુખ, શાંતિ, ગુજરાતના વિકાસ અને ગુજરાત ની સમૃદ્ધિ માટે ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરીશું. આ લોકો જેટલા વધુ હુમલા કરી રહ્યા છે, તેટલા જ તેમની સામે પડી રહ્યા છે.

આ હુમલાથી સુરતના તમામ લોકો નારાજ છે. અમે એક સર્વે કરાવ્યો છે તેમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું. ગુજરાતની જનતા પાસે આજે વધુ સારો વિકલ્પ છે અને ઉપરવાળાના આશીર્વાદને કારણે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં પરિવર્તનનું વાતાવરણ સર્જાયું છે તેમ કેજરીવાલે કહ્યું હતું.

આ સાથે વધુમાં કહ્યું કે, અમને ભાજપના નેતાઓ નથી જોઈતા. ગુજરાતના ગામડે ગામડે વર્ષોથી મહેનત કરનાર ભાજપના પન્ના પ્રમુખને હું કહેવા માંગુ છું કે તમે લોકો દાયકાઓથી ભાજપ માટે રાત-દિવસ કામ કરો છો, પણ તમને શું મળ્યું? ભાજપના લોકોએ ન તો તમારા બાળકો માટે સારી શાળાઓ બનાવી અને ન તો તમારા માટે સારી હોસ્પિટલ બનાવી સારવાર કરાવવા માટે, ભાજપના ઘણા કાર્યકરોએ ઘરના દાગીના અને જમીનો ગીરવે મુકવી પડી, તમારે ભારે ભરખમ મોંઘી વીજળીના બીલ ચૂકવવા પડે છે તેથી હું તમને અપીલ કરૂ છું કે તમે લોકો ભાજપમાં રહો પણ આમ આદમી પાર્ટી માટે કામ કરો.

જો તમને ભાજપના લોકો પૈસા આપે છો, તો તમે તેમની પાસેથી તે પૈસા લઇ લો કારણ કે આમ આદમી પાર્ટી પાસે પૈસા નથી, તો તેમની પાસેથી પૈસા લો અને અમારા માટે કામ કરો અને જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર આવશે ત્યારે તમારું વીજળીનું બિલ શૂન્ય થઈ જશે. જો અમારી સરકાર બનશે તો અમે તમારા બાળકોને સારું શિક્ષણ આપીશું, સારી આરોગ્ય વ્યવસ્થા આપીશું, મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપીશું, વીજળી ફ્રી કરીશું, આ બધું ફક્ત આમ આદમી પાર્ટી જ કરી શકે છે, તો પછી શું ફાયદો ભાજપ માટે કામ કરવાનો?