અભિષેક બચ્ચને ટીકા પર મૌન તોડ્યું, કહ્યું- ‘માનસિક સ્વાસ્થ્યને લઈને અમે સંવેદનશીલ છીએ’

12 Nov 22 : અભિષેક બચ્ચનની વેબ સિરીઝ ‘બ્રેથ : ઇનટુ ધ શેડોઝ’ની બીજી સીઝન આવી ગઈ છે. શોમાં અભિષેક ડૉ.અવિનાશ સબરવાલના રોલમાં જોવા મળે છે. તે એક ડિસઓર્ડરથી પીડિત છે અને તેથી જ તે હત્યા કરી રહ્યો છે. તાજેતરમાં એવી ટીકાઓ થઈ હતી કે વેબ સિરીઝમાં માનસિક સ્વાસ્થ્યને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. અભિષેકે આ અંગે મૌન તોડ્યું અને ખુલીને વાત કરી. આ વેબ સિરીઝ દ્વારા ડોક્ટરોના સંવેદનશીલ અભિગમને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સિરીઝનું નિર્દેશન મયંક શર્માએ કર્યું છે. આ ક્રાઈમ થ્રિલરમાં અમિત સાધ, નિત્યા મેનન પણ મહત્વના રોલમાં છે. તાજેતરમાં જ અભિષેકે ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે સીરિઝ પર વાત કરી હતી.

ડોકટરોની ટીમે સ્ક્રિપ્ટ પર કામ કર્યું હતું : અભિષેક બચ્ચન માનસિક સ્વાસ્થ્યને લઈને થઈ રહેલી ટીકાથી અસંમત છે. અભિષેક કહે છે, ‘હું સંપૂર્ણપણે અસંમત છું કે સિરીઝમાં માનસિક સ્વાસ્થ્યને ખોટી રીતે બતાવવામાં આવ્યું છે. જેઓ આવું કહે છે તેઓને સત્યની જાણ નથી. આ સિરીઝની સ્ક્રિપ્ટ પર ડોક્ટરોએ કામ કર્યું છે. મયંકના સાળા પોતે મનોચિકિત્સક છે, જે એક સમાન ડિસઓર્ડર પર સંશોધન કરી રહ્યા છે. માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સંવેદનશીલ બનવું એ આપણા બધાની પ્રથમ પ્રાથમિકતા હતી. ખાસ કરીને એવા લોકો માટે કે જેમને આ ડિસઓર્ડર છે. અભિષેકે આગળ કહ્યું, ‘તે વાર્તા અને પાત્રનો માત્ર એક ભાગ છે. લોકોને તેના પ્રત્યે સંવેદનશીલ બનાવવાનો તેનો કોઈ ઈરાદો નહોતો. આવી ટીકાઓ ખોટી છે. આ રીતે આપણે કોઈપણ વસ્તુમાં ખામી શોધીશું. આ સ્ટોરી બતાવવા પાછળનો હેતુ શું છે, પહેલા તેને સમજવું પડશે.આપને જણાવી દઈએ કે સીરિઝ ની બીજી સીઝન 9 નવેમ્બરના રોજ રીલિઝ થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here