21 Sep 22 : જીજ્ઞેશભાઈ કાલાવડીયા એ રાજપા નાં મહામંત્રી પદે થી આપ્યું રાજીનામું. કોઇપણ રાજકીય પક્ષ માં જોડાયા વગર લોકહિત માટે કાર્યરત રહેશે.

અગામી સમયમાં “પત્રકાર સુરક્ષા કાનૂન”ની લડાઈ ને ધારદાર બનાવવા પર ફોકસ : પત્રકારત્વની સાથે સાથે સામાજિક અને સેવાકિય પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપશે.

દેશભર નાં પત્રકાર જગત માં ખૂબ લોકપ્રિય અને નામના ધરાવતાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નાં રાષ્ટ્રીય અઘ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયા એ ગુજરાત ની રાજનીતિમાં સક્રિય થવાનો તેમનો નિર્ણય પાછો ખેંચ્યો છે અને રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી નાં રાષ્ટ્રીય મહામંત્રી પદે થી તેમનુ રાજીનામું પક્ષનાં રાષ્ટ્રીય અઘ્યક્ષ મનુભાઈ ચાવડા ને સુપરત કર્યું છે.

રાજીનામું આપતી વખતે લખેલા પત્રમાં જિજ્ઞેશ કાલાવડિયાએ તેઓ પાર્ટીનાં વિકાસ માં અંગત અને પારિવારિક કારણોસર સમય અને શક્તિ ફાળવી શકતા ન હોય તેઓએ રાજીનામું આપ્યાનું જણાવેલ છે. જિજ્ઞેશ કાલાવડિયા એ રાજ્કીય ક્ષેત્ર માં સક્રિય થવાનો નિર્ણય કર્યા બાદ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ની કેન્દ્રિય કારોબારી એ ઓનલાઇન બેઠક યોજીને જિજ્ઞેશ કાલાવડિયા ને તેમના આ નિર્ણય પર પુનઃ વિચાર કરવા માટે ઠરાવ પસાર કરી અનુરોધ કર્યો હતો ત્યારબાદ તેઓએ દેશભરનાં પત્રકાર મિત્રો ની લાગણી ને ધ્યાનમાં રાખીને રાજકીય ક્ષેત્રમાં સક્રિય થવાનો નિર્ણય મુલતવી રાખ્યો હોવાનુ અખબારી નિવેદનમાં જાહેર કરેલ છે. જિજ્ઞેશ કાલાવડિયા એ એક અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ અગામી સમયમાં “પત્રકાર સુરક્ષા કાનૂન” ની લડાઈ ને દેશભર માં મજબૂતી પ્રદાન કરવા માટે તેમની સમગ્ર શક્તિ કેન્દ્રિત કરશે. સામાજીક ક્ષેત્રમાં વૈચારિક જાગૃતિ માટે પણ તેઓ સક્રિય રહેશે.

  • છ વર્ષ જૂનો હત્યાનો કેસ કોર્ટમાં ચાલી જતાં નામચીન શખ્સ ફારુક રજાક જામનગરીને ગુનેગાર ઠેરવી આજીવન કેદની સજા

21 Sep 22 : રાજકોટના નામચીન શખ્સ ફારુક રજાક જામનગરી જૂની અદાવતનો ખાર રાખી એક યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા કાર્યવાહી હાથ ધરાઇ અને આરોપીને ૬ વર્ષ પહેલાંના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી.

મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના કોઠારીયા મેઇનરોડ નજીક બગદાદી ગેટ પાસે મહાત્મા ગાંધી સોસાયટીમા રેહતો યુનુસ કરીમ પીપરવાડીયા નામના યુવકની તા. ૮-૮-૨૦૧૬નાં રોજ છરીના ૧૪ ધા ઝીંકી હત્યા નિપજાવ્યાંની મૃતકના પિતરાઈભાઇ ઈકબાલ અજીતભાઈ પીપરવાડીયા એ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફારૂક રજાક જામનગરીની ધરપકડ કરી કલમ ૩૦૨ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુનુસ પેપરવાડીયા તેના પિતરાઈ ભાઈ અને મિત્રો અને પુત્ર સાથે કારમાં આવી રહ્યા હતા. ત્યારે આરોપી ફારુક જામનગરીએ સ્વિફ કાર આડી નાખી અને યુનુસ પેપરવાળીયા પર છરી વડે તૂટી પડ્યો હતો.

પિતા રજાક જામનગરી સાથે દોઢક વર્ષ પહેલા થયેલી માથાકૂટ નો બદલો લેવા ઢીમ ઢાળી દીધાની કબુલાત આપી હતી. તપાસપૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો. તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું હતું. બાદ અદાલતમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર તરફે એપીપી બિનલબેન રવેશિયા હાજર રહી કેસની સુનાવણીને આગળ ધપાવી હતી. જેમાં પંચો અને તપાસનીશને તપાસવામાં આવેલા, ફરિયાદી અને નજરે જોનાર સાહોદોએ બનાવને સમર્થન આપ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં ઘટના કેદ હોવાથી તપાસનીસ દ્વારા 65 બી. મુજબનું સર્ટિફિકેટ મેળવી કોર્ટમાં રજૂ કર્યું હતું. એવિડન્સ માટે રજૂ કર્યું હતું. જજ બી.ડી.પટેલે ફરિયાદી નજરે જવાના સાહેદો અને સીસીટીવી ઇલેક્ટ્રોનિક્સ એવિડન્સ કોર્ટે માન્ય રાખી આરોપી ફારુક રજાક જામનગરીને આજીવન કેદની સજા અને એક લાખનો દંડ ફટકાર્યો છે. અને જો દંડ ચૂકવવામાં કસુર ઠરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા અને કલમ ૧૩૫ હેઠળ ચાર માસની અને એક હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.