તાલિબાનો 150 જેટલા ભારતીયોને સાથે લઈ ગયા : અફઘાન મીડિયા

કાબુલ : કાબુલ એરપોર્ટ પર 150 ભારતીયોને તાલિબાનો અજ્ઞાત સ્થળે લઈ ગયા આવા રિપોર્ટ્સ આવી રહ્યા હતા. આ તમામ ભારતીયોને તાલિબાન પોતાની સાથે લઈ ગયા હતા.આવા કેટલાક અહેવાલો આવી રહ્યા છે કે તાલિબાનોએ આ તમામ ભારતીયોની કાબુલ એરપોર્ટ નજીક અમુક જગ્યાએ પૂછપરછ કરી છે.

અગાઉ એક લશ્કરી વિમાન 80 અન્ય ભારતીયો સાથે તાજિકિસ્તાન ગયું હતું.પહેલા આ સમાચાર અફઘાન મીડિયા આઉટલેટ ‘એટીલાટ્રોઝ’ અને ‘કાબુલ નાઉ’ પર આવ્યા હતા આ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાન દ્વારા 150 થી વધુ લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે એમાંથી મોટાભાગના ભારતીય છે. બાદમાં તે જ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે તાલિબાન પ્રવક્તાએ પણ અપહરણની વાતને નકારી હતી.

‘એટીલાટ્રોઝ’ એ પણ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે તમામ ભારતીયો સુરક્ષિત છે અને એરપોર્ટ પર મોકલતા પહેલા તેમના પાસપોર્ટની તપાસ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના અંગે ભારતીય અધિકારીઓ તરફથી સત્તાવાર રીતે કશું કહેવામાં આવ્યું નથી.જો કે, સરકાર અફઘાનિસ્તાન છોડીને જતા તમામ ભારતીયો પર નજર રાખી રહી છે.સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકાર અફઘાનિસ્તાન છોડનારા તમામ ભારતીયોની વિગતો પણ રાખી રહી છે.

આ પછી તાલિબાનોએ ભારતીયોની પૂછપરછ કરી અને પછી તેમને વધુ તપાસ માટે એરપોર્ટ પરથી કોઈ અજાણી જગ્યાએ લઈ ગયા. કહેવામાં આવી રહ્યું છે કે આ લોકોની પૂછપરછ કર્યા બાદ અને તેમના દસ્તાવેજો તપાસ્યા બાદ આ ગ્રુપને શનિવારે બપોર સુધીમાં કાબુલ એરપોર્ટ પરત મોકલવામાં આવ્યું હતું. અગાઉ, ભારતીય સૈન્યનું એક વિમાન લગભગ 80 ભારતીયોને તાજિકિસ્તાનની રાજધાની દુસમ્બે લાવ્યું હતું. મળતી માહિતી મુજબ, બીજા લશ્કરી વિમાનને દુસમ્બે એરપોર્ટ પર સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું છે.