
23 March 23 : હિંડનબર્ગ રિસર્ચ અને 24 જાન્યુઆરીની તારીખ અદાણી ગ્રુપ કદાચ જ ભૂલી શકશે. હવે હિંડનબર્ગ રિસર્ચે ફરી એકવાર એક નવા ટ્વીટથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. આ શોર્ટ સેલિંગ કંપનીએ ટ્વીટ કરીને ટૂંક સમયમાં વધુ એક નવો રિપોર્ટ રજૂ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ ટ્વીટ કર્યું છે કે ‘નવો રિપોર્ટ ટૂંક સમયમાં આવશે – વધુ એક મોટો ખુલાસો થશે’. જો કે આ રિપોર્ટમાં કઇ કંપની ટાર્ગેટ હશે તે અંગે કંપનીએ હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી.
નેટ એન્ડરસન દ્વારા સંચાલિત આ ફર્મે આ વર્ષે જાન્યુઆરીમાં અબજોપતિ ગૌતમ અદાણીના જૂથ અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો. જે બાદ લગભગ પાંચ સપ્તાહમાં આ જાયન્ટ ગ્રૂપની માર્કેટ વેલ્યુમાં 150 અબજથી વધુનો ઘટાડો થયો છે. આ સાથે, જૂથની વિશ્વસનીયતા અને ભવિષ્ય પર સવાલ લાગી ગયો છે. ટ્વીટ આવ્યા બાદ લોકો ઈચ્છી રહ્યા છે કે વધુ એક વાર વખત કોઈ ભારતીય કંપની તેના નિશાના પર ન આવે.
શું હવે ચાઈનીઝ કંપનીનો વારો છે : અમેરિકન ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા તેની જાહેરાત કર્યા બાદ તરત જ તે ટ્વિટર યુઝર્સમાં ચર્ચાનો વિષય બની ગયો છે. લોકો પૂછી રહ્યા છે કે શું અદાણી પછી અન્ય ભારતીય કંપનીઓને નિશાન બનાવવામાં આવશે. કેટલાક યુઝર્સે જણાવ્યું કે તેઓને અપેક્ષા છે કે આ વખતે યુએસ બેંકિંગ સિસ્ટમ અથવા ચાઇનીઝ કંપની વિશે અહેવાલ પ્રકાશિત કરશે.
વધુમાં વાંચો… મોરબીની જીવાદોરી મચ્છુ ૨ ડેમના ગેટ બદલવામાં આવશે, ડેમ ખાલી કરવા મંજુરી મંગાઈ
સૌરાષ્ટ્રના મધર ડેમ તરીકે જાણીતા અને મોરબીની જીવાદોરી સમાન ગણાતા મચ્છુ-૨ ડેમને ઇતિહાસમાં પ્રથમવાર સંપૂર્ણ પણે ખાલી કરવામાં આવશે જે ડેમ ખાલી કરવા માટે સૈદ્ધાંતિક મંજુરી માંગવામાં આવી છે
મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્રના સૌની યોજનાના મધર ડેમ તરીકે જાણીતા મચ્છુ-૨ ડેમના ગેટ બદલવાના હોવાના કારણે ડેમ ખાલી કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે જે અંગે માહિતી આપતા સિંચાઈ વિભાગના વિજય ભોરણીયાએ જણાવ્યું છે કે મચ્છુ ૨ ડેમના ૫ દરવાજા બદલવાના હોવાથી મોરબી સિંચાઈ વિભાગ દ્વારા રાજ્ય સરકાર પાસે સૈદ્ધાંતિક મંજુરી માંગવામાં આવી છે જે મંજુરી મળ્યા બાદ ડેમ ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે મોરબીની જીવાદોરી ગણાતા મચ્છુ-૨ ડેમમાં જુના ૧૮ અને નવા ૨૦ મળીને કુલ ૩૮ દરવાજા છે. જે પૈકી ૫ ગેટ બદલવાની જરૂરત હોવાથી ડેમ ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ડેમમાં ૫૦% જળ સંગ્રહ રહેલ છે. અને ૧૫ એપ્રિલ બાદ ડેમ ખાલી કરવા માં આવે તેવી વિચારણા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
વધુમાં વાંચો… મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની સામે વધુ એક ફરિયાદ, પૂર્વ કેબિનેટ મંત્રીના ભાઇનો બંગલો પચાવી પાડવાનો કર્યો હતો પ્રયાસ!
વડાપ્રધાન કાર્યાલયના અધિકારીના નામે સરકારી સુવિધાઓનો લાભ લેનાર અને કેટલાક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ કિરણ પટેલનો મુદ્દો ગુજરાતની સંસદ માં પણ ગૂંજ્યો છે. આ કેસમાં સતત નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે કિરણ પટેલ અને તેની પત્ની સામે ફરિયાદ થઈ હોવાની માહિતી મળી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, કિરણ પટેલે બંગલાના રિનોવેશન માટે રૂ. 35 લાખ લઈને બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો.
પૂર્વ કેબિનેટ મંત્રીના ભાઈએ નોંધાવી ફરિયાદ : મીડિયા અહેવાલ મુજબ, મહાઠગ કિરણ પટેલ સામે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના ભાઇ જગદીશ ચાવડાએ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મુજબ, કિરણ પટેલ તેમની પાસે ઇન્ટિરિયર ડિઝાઇનર બનીને આવ્યો હતો અને જગદીશભાઈને પોતાના બંગલામાં રિનોવેશન કરાવવાનું હોવાથી તેને કામ સોંપ્યું હતું. મકાનના રિનોવેશન અને ઈન્ટિરિયર ડિઝાઈનર માટે કિરણ પટેલ અને તેની પત્નીએ જગદીશભાઈ પાસેથી રૂ.35 લાખ લીધા હતા. પરંતુ, રિનોવેશનનું કામ મોટા ભાગનું પૂર્ણ થતા કિરણ પટેલે જગદીશ ચાવડાના બંગલામાં હવન પૂજા કરાવી અને બંગલાની બહાર પોતાના નામનું બોર્ડ પણ લગાવી દીધું હતું.
બંગલા માટે કોર્ટમાં ખોટો દાવો કર્યો : આ સાથે કિરણ પટેલે બંગલા માટે કોર્ટમાં ખોટો દાવો પણ કર્યો હતો. જો કે હવે, આ મામલે જગદીશ ચાવડાએ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિનીબેન સામે ફરિયાદ નોંધાવી છે. કિરણ પટેલે સરકારી અધિકારી તરીકેની ઓળખ આપીને મોટી છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. બુધવારે ક્રાઈમ બ્રાન્ચે આ અંગે ફરિયાદ નોંધી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. માહિતી મુજબ, છેલ્લા ત્રણેક દિવસથી ઠગ કિરણ પટેલની પત્ની માલિનીબેન પરિવારના અન્ય સભ્યો સાથે લાપતા હોવાનું પોલીસનું કહેવું છે. જો કે, પોલીસ તેમને શોધી રહી છે.
વધુમાં વાંચો… કેલિફોર્નિયામાં ભારે વરસાદ, હિમવર્ષા, પૂર અને ભૂસ્ખલનથી તબાહી, કલાકો સુધી વીજ પુરવઠો, વાહનવ્યવહાર ખોરવાયો
કેલિફોર્નિયામાં ભારે વરસાદ અને હિમવર્ષા ચાલુ છે, જેના કારણે લોકોને પૂરનો સામનો કરવો પડી રહ્યો છે. કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો. યુએસ નેશનલ વેધર સર્વિસ (NWS) અનુસાર ભારે વરસાદ, હિમવર્ષા અને ભારે પવનના બીજા રાઉન્ડ સાથે મંગળવારે પશ્ચિમ કિનારે એક ગંભીર વાવાઝોડું આગળ વધ્યું. દક્ષિણ કેલિફોર્નિયામાં ભારે વરસાદ થવાની ધારણા છે.
સાન્ટા બાર્બરા, વેન્ચુરા અને લોસ એન્જલસની મોટાભાગની કાઉન્ટીઓ માટે પૂર સંબંધિત સલાહ જારી કરવામાં આવી છે. NWS લોસ એન્જલસના જણાવ્યા મુજબ, જેમ જેમ વરસાદ નો દર વધે છે, તેમ તેમ નીચે માટી ધસવા, પૂર અને ભૂસ્ખલનનું જોખમ પણ વધી જશે.
કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં અને તેની આસપાસના વિસ્તારોમાં તોફાનને કારણે ઓછામાં ઓછા પાંચ મૃત્યુ થયાની જાણકારી મળી છે, જે બધા ભારે પવનમાં પડેલા ઝાડ નીચે દબાઈને મર્યા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, મંગળવારે કેલિફોર્નિયાના બે એરિયામાં ભારે પવનથી ઝાડ પડી જવાથી પાંચ લોકોના મોત થયા હતા – બે સાન ફ્રાન્સિસ્કોમાં, એક ઓકલેન્ડમાં અને કોન્ટ્રા કોસ્ટા કાઉન્ટી અને સાન માટેઓ કાઉન્ટીમાં એક-એકના મોત થયા છે. ઓછામાં ઓછા બે લોકો તેમના વાહનોમાં માર્યા ગયા હતા, અને એક તંબુની અંદર કચડાઈ ગયો હતો.કેલિફોર્નિયામાં વરસાદ,પવન અને મંગળવારના વાવાઝોડાને કારણે પાવર લાઈનો ડાઉન થઈ ગઈ, જેના કારણે બુધવાર બપોર સુધી 92,000 થી વધુ ઘરો અને વ્યવસાયો વીજળી વગરના હતા, જ્યારે પૂરને કારણે 14,000 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા.
માહિતી અનુસાર, રાજ્યભરમાં લગભગ 48,000 અન્ય લોકોને ચેતવણી આપવામાં આવી હતી કે વરસાદથી વહેતા પ્રવાહોની જમીન ધસી થઈ શકે છે. શહેરના અધિકારીઓએ જણાવ્યું કે પ્રારંભિક અહેવાલોમાં સાન ફ્રાન્સિસ્કોમાં 700 થી વધુ વૃક્ષો ઉખડી ગયા હોવાની જાણકારી મળી છે. તમને જણાવી દઈએ કે, માત્ર છ મહિના પહેલા જ કેલિફોર્નિયામાં ભારે દુષ્કાળ પડ્યો હતો, જે ત્રણ વર્ષ સુધી ચાલ્યો હતો. હવે આ સિઝનમાં ઓછામાં ઓછી 11 વાતાવરણીય નદીઓએ રાજ્યમાં ભારે વરસાદ,હિમવર્ષા,પૂર અને ભૂસ્ખલનને અસર કરી છે.