
ગુજરાતના સુરતમાં મેટ્રો દોડવાની આતુરતાથી રાહ લોકો જોઈ રહ્યા છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડને આશા છે કે સુરતની મેટ્રો મેપ પર આવ્યા બાદ ટ્રાફિકની સમસ્યામાં પણ ઘટાડો થશે અને ડાયમંડ સિટીને નવા યુગની ગતિશીલતાની સુવિધા મળશે.
લોકસભા ચૂંટણી પહેલા આ મેટ્રોની સલામત સવારી શરુ થશે તેવી શક્યતા છે. અમદાવાદ બાદ હવે સુરતમાં મેટ્રોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના વધુ એક શહેરને મેટ્રોની ભેટ મળી શકે છે. હાલમાં રાજ્યમાં માત્ર અમદાવાદમાં જ મેટ્રો દોડી રહી છે. જીએમઆરસીની સમીક્ષામાં એવું બહાર આવ્યું છે કે ડિસેમ્બર સુધીમાં સરથાણા થી ડ્રીમ સિટી કોરિડોરનું કામ પૂર્ણ થઈ જશે. આવી સ્થિતિમાં સુરતને લોકસભાની ચૂંટણી પહેલા મેટ્રોની ભેટ મળી શકે છે.
સુરતમાં બે મેટ્રો કોરિડોર બનાવવામાં આવી રહ્યા છે. તે પૈકી સરથાણાથી ડ્રીમ સિટી કોરિડોરનું કામ ડિસેમ્બર, 2023 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. કુલ 37 મેટ્રો સ્ટેશન બે લાઇન પર બનાવવામાં આવી રહ્યા છે. સરથાણાથી ડ્રીમ સિટી કોરિડોરની કુલ લંબાઈ 22.77 કિમી છે. તેમાંથી 15.75 કિમી એલિવેટેડ અને 7.02 કિમી ભૂગર્ભ છે. આ રૂટ પર કુલ 20 સ્ટેશન છે. બીજો કોરિડોર ભેસાણથી સારોલી વચ્ચેનો છે. અમદાવાદમાં મેટ્રો ગયા વર્ષે ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા શરૂ કરવામાં આવી હતી. મેટ્રોએ માત્ર આઠ મહિના માં 20 લાખ માસિક રાઇડરશિપનો આંકડો હાંસલ કર્યો છે. તેને મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે. જીએમઆરસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સુરત પછી ગાંધીનગર મેટ્રો કનેક્ટિવિટી મેળવનાર ત્રીજું શહેર બનશે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રોનું કામ ખૂબ જ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે.
અમદાવાદ મેટ્રોએ માત્ર આઠ મહિનામાં રાઇડર્સશિપમાં નોંધપાત્ર ઉછાળો નોંધાવ્યો છે. મે મહિનામાં 20 લાખથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી. તેવી જ રીતે સુરત શહેરને પણ મેટ્રોની સવારી આગામી સમયમાં શરુ થતા ફળશે.
વધુમાં વાંચો… રાજકોટમાં યુવા ભાજપના નેતાએ જાહેરમાં કર્યું ફાયરીંગ, નેતાની ખુલ્લેઆમ દાદાગીરી
યુવા ભાજપ મંત્રી કરણ સોરઠીયાએ જાહેરમાં બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. ભાજના નેતાની દાદાગીરી ખુલ્લેઆમ સામે આવી હતી. સોરઠીયાવાડી સર્કલમાં ફાયરીંગનો બનાવ બનતા ચકચારી મચી જવા પામી છે. રાજકોટમાં સોરઠીયાવાડી સર્કલમાં ફાયરીંગની ઘટના બનતા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે કરણ સોરઠીયા વિરુદ્ધ ફરીયાદ પણ દાખલ કરવામાં આવી છે. યુવા ભાજપ મંત્રી કરણ સોરઠીયાએ ફાયરીંગ કર્યું હતું. આર્મ્સ એક્ટ હેઠળ આ મામલે ફરીયાદ નોંધવામાં આવી છે. કરણ સોરઠીયાએ બે રાઉન્ડ ફાયરીંગ કરી કાયદો હાથમાં લેતા પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે. જો કે, આજુ-બાજુના લોકોમાં પણ આ મામલે રોષ છે. યુવા ભાજપના મંત્રી કરણસિંહ સોરઠીયાએ 2 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. પાનની દુકાનની બાજુમાં સૌચાલયમાં જવા મામલે માથાકૂટમાં આ ફાયરીંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે કરણ સોરઠીયાની અટકાયત કરવામાં આવી છે. જો કે, પોલીસે કબ્જે કરેલી આ કારમાં યુવા મંત્રી શ્રી રાજકોટ શહેર ભાજપ એવું લખેલું બોર્ડ મળ્યું છેકે જ્યાં ભાજપનો ખેસ પણ છે. એ કારમાં બેસીને ફાયરીંગ કર્યું હતું. નજીવી બાબતમાં ફાયરીંગની ઘટના સામે આવી હતી. આ મામલે ભક્તિનગર પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે.
આ હતો સમગ્ર મામલો. પૂર્વ કોર્પોરેટર રાજુ સોરઠિયા અને કિરણબેન સોરઠીયાનો શહેર યુવા ભાજપનો મંત્રી કરણ સોરઠિયા છે. જેમણે સૌચાલય ખોલવા બાબતે બબાલ કરી હતી. ત્યારે સૌચાલયના કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી અને માર મારવા સુધીની ઘટના બનતા પાનની દુકાનના સંચાલકો એ વચ્ચે પડતા ઝપાઝપી થઈ હતી ત્યારે આ મામલે બે રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા. જેને જોતા આ વિસ્તારમાં ચકચારી મચી જવા પામી છે.
વધુમાં વાંચો… રાજકોટ – શહેરમાં ચાલતા ગુંડા રાજમાં કડક પોલીસ અધિકારીની નિમણૂક કરવા મુખ્યમંત્રીના અધિક મુખ્ય ગ્રહ સચિવને આદેશ બાદ કોઈ કાર્યવાહી નહિ : લોક સંસદ વિચાર મંચ
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ના પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા સિનિયર કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલાની (લોક સંસદ વિચાર મંચ રાજકોટ) સંયુક્ત યાદી જણાવે છે કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો કોલ આપી શાસનની ધુરા સંભાળનાર ના રાજમાં રાજકોટમાં ભયનો માહોલ ખુદ ભાજપના યુવા મંત્રી એ જ ગત રાત્રે કરેલ હતો. સબ નસીબે કોઈને ગોળી ન વાગતા મર્ડર થતા અટકી ગયું હતું. રાજકોટ શહેરમાં ગઈકાલે રાત્રે 9:30 ની આસપાસ સોરઠીયાવાડી સર્કલ પાસે યુવા ભાજપ ના મંત્રી દ્વારા કાયદો અને વ્યવસ્થા ના લીરે લીરા ઉડાડી કાયદો હાથમાં લઇ બે રાઉન્ડ ગોળીબાર કરેલ છે. આમ તો રાજકોટમાં જેટલા ફટાકડાઓ ફુટે છે એટલા ભડાકા થાય છે જે જગ જાહેર છે રાજકોટ એ રંગીલું શહેર છે એક સમયનું શાંત શહેર આજે અપરાધીનગર બની ગયું છે.
ખાખીનો ખોફ ઓસરી ગયો છે. અને રાજકોટમાં ચણા મમરા ની જેમ વેચાય છે. તમંચાઓ અને હથિયારો વખતો વખત પકડાય છે જે રાજકોટ શહેર પોલીસ તંત્રના રેકોર્ડ પર પણ મોજુદ છે અને આવા તમંચાઓ, કારતુસ અને હથિયારો ક્યાંથી આવે છે તેની તટસ્થ તપાસ થતી નથી અને પરપ્રાંતીઓ રાજકોટ શહેરમાં હથિયારો ઠાલવતા હોય જે પગલે લાયસન્સ વાળી અને લાયસન્સ વગરની બંદૂકો અને તમંચાઓમાંથી ભડાકા ઓ છાસવારે થતા રહે છે. આવા તમંચાઓના મૂળ સુધી પહોંચવામાં પોલીસના હાથ ટૂંકા પડતા હોય એવું લાગે છે.
રાજકોટમાં જાહેર સુલભ શૌચાલય અને યુરીનલ રાત્રે 9:30 વાગે બંધ કરી દેવી એવો આદેશ એટલા માટે છે કે રાજકોટમાં આવા જાહેર સુલભ શૌચાલયો અને યુરીનલો દારૂડિયા, જુગારીયાઓ, લુખ્ખાઓની મહેફીલો જામે છે અને જાહેર સુલભ શૌચાલય કુટણખાના માં ફેરવાય છે જે ખુદતંત્ર સ્વીકારે છે. જોકે પોલીસના ચોપડે રાજકોટ શહેરમાં ચુસ્ત અને કડકાઇથી દારૂબંધીનો અમલ કરાવાઈ રહ્યો છે અને ક્યાંય દારૂ મળતો નથી એવું પોલીસ તંત્ર કહે છે હવે પ્રજાએ નક્કી કરવાનું કે આમાં પોલીસ તંત્ર સાચું કે મહાનગરપાલિકાનું તંત્ર ?
શહેરમાં શાસક પક્ષના આદેશથી સત્તાધીશોની સિધી દોરવાણી હેઠળ લુખ્ખાઓ બેકાબુ બન્યા છે. અને રાજકોટ અપરાધીનગર બનતું જાય છે ત્યારે રાજકોટને બિહાર બનતું અટકાવવા તાજેતરમાં તેર દિવસમાં ચાર ચાર હત્યાઓથી શહેરીજનો સ્તબ્ધ થયા હતા અને શહેરમાં ચાલતા ગુંડારાજ અંગે તત્કાલીન સમયે લોક સંસદ વિચાર મંચ દ્વારા મુખ્યમંત્રીશ્રીને તારીખ – 30/4/23 થી ગાંધીનગર ખાતે લેખિત રજૂઆત કરી રાજકોટ શહેરમાં કડક પોલીસ અધિકારીની નિમણૂક કરવા આવેદનપત્ર આપેલ હતું. જે પગલે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયના પત્ર ક્રમાંક મુમુક/Reg/2023/25671 થી તા – 19/5/2023 થી અધિક મુખ્ય સચિવ શ્રી, ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ને રાજકોટ શહેરમાં કડક પોલીસ અધિકારીની નિમણૂક કરવા બાબતે મુખ્યમંત્રીશ્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી તેમ છતાં એ બાબતે કોઈ કાર્યવાહી ન કરાતા અને મુખ્યમંત્રીની રજૂઆત પણ તુમારશાહીનો ભોગ બનતા ઉપરોક્ત ઘટના અને આગામી દિવસોમાં પણ આવી ઘટનાઓ બનતી રહેશે તેમ અંતમાં આસવાણી અને ઝાલાએ જણાવ્યું છે.
વધુમાં વાંચો… અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાંમાં આધારકાર્ડ બનાવવાની કામગીરી સત્વરે ચાલુ કરવા બાબત.
ટીમ ગબ્બર ગુજરાતના સ્થાપક કે.એચ.ગજેરા એડવોકેટ સુરત તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશીને અમરેલી જિલ્લાના ખાંભા ટીમ ગબ્બરના સંજય ભાઈ બાલુભાઇ જાદવ અને સ્થાનિક લોકો તરફથી રજુઆત મળેલ છે કે,અમરેલી જિલ્લામાં વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ મોટો તાલુકો ખાંભા હોવાછતાં આ તાલુકા સામાન્ય એવી સુવિધાઓ પણ આપવામાં સરકારી વહીવટીતંત્ર સતત ઉણું ઉતરતું હોય તે રીતે ખાંભા તાલુકામાં નવા આધારકાર્ડ બનાવવાની તેમજ આધારકાર્ડમાં નામ કે જન્મતારીખ સુધારવાની કામગીરી છેલ્લા ૮ દિવસથી બંધ છે આવડો મોટો તાલુકો હોવાછતાં અને ગામના લોકો ને આધાર કાર્ડ કામગીરી માટે ખાંભા આવવું પડે છે. અને રોજ ૫૦૦ થી વધુ લોકોને પણ તાલુકા બહાર આ કામગીરી માટે અહીંની પ્રજાને આવા ગરમીના સમયમાં જવું આવવું પડતું હોય અને ત્યાં જઈને લાઈનમાં ઉભા રહે અને વારો આવે ત્યાં નેટ જતું રહે કલાકો સુધી રાહ જોવા છતાં કનેક્ટિવિટી નથી તેવા જવાબો મળતા હોય ખાંભા તાલુકાની પ્રજાના હિતમાં તાત્કાલિક આધારકાર્ડ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવે તે જરૂરી છે આધારકાર્ડ વગર પબ્લીકના કોઈ કામ થતા ન હોય ગરીબ માણસોને અનાજ ન મળતું હોય જેથી આ સંવેદનશીલ સરકારને અમો ટીમ ગબ્બર રજુઆત કરી વિનંતિ કરીએ છીએ કે ખાંભા મામલતદાર કચેરીમાં અને તાલુકા પંચાયત કચેરીમાં તાત્કાલિક આધારકાર્ડ બનાવવાની અને તેમાં સુધારા વધારા કરવાની કામગીરી સત્વરે ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે રજુઆત કરવામાં આવેલ.
વધુમાં વાંચો… લોન ધારકો માટે ખુશ ખબર – હાલમાં વ્યાજદરમાં કોઈ વધારો નહીં થાય, RBI તરફથી રાહત
આરબીઆઈ દ્વારા રેપોરેટ યથાવત રાખવામાં આવ્યો છે. જેના કારણે હાલમાં વ્યાજદરમાં કોઈ વધારો નહીં થાય. રેપોરેટમાં વધારો કરવામાં આવતા લોન ધારકોને વધુ લોન ભરવી પડી રહી છે જેથી આરબીઆઈએ મોંઘવારી કાબુમાં આવતા રેપો રેટ યથાવત રાખ્યો છે. જેના કારણે લોન ધારકોને જે વધુ વ્યાજ ભરવાની ચિંતા હતી તેમાંથી આ વખતે મુક્તિ મળી છે. જો કે, એક વર્ષમાં 2.5 ટકા જેટલો વધારો થતા લોન મોંધી પણ પડી રહી છે. આરબીઆઈ દ્વારા રેપો રેટ 6.50 ટકા યથાવત રાખવામાં આવ્યો છે. જેથી વ્યાજદરોના વધારામાંથી રાહત મળી છે. જો કે, મે 2022 થી ફેબ્રુઆરી 2023 સુધી રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તે જ સમયે, મોંઘવારી દર પણ 5 ટકાથી નીચે આવી ગયો છે. તાજેતરના જીડીપીના આંકડા અપેક્ષા કરતા વધુ સારા હોવાથી મોંઘવારી પહેલાની સરખામણીએ કાબુમાં આવતા આરબીઆઈ તરફથી આ રાહત આપવામાં આવી છે.
RBI ગવર્નરે જાહેરાત કરી હતી કે આ વખતે પણ વ્યાજ દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. અગાઉ એપ્રિલ મહિનામાં પણ વ્યાજ દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. રેપો રેટમાં છેલ્લો વધારો ફેબ્રુઆરીમાં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આરબીઆઈએ 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. રેપો રેટનો દર એ છે કે, જેના પર કોઈપણ દેશની સેન્ટ્રલ બેંક વ્યાપારી બેંકોને નાણાં ધિરાણ આપે છે જ્યારે બેંકો પાસે ભંડોળની અછત હોય, ત્યારે તેઓ કેન્દ્રીય બેંક પાસેથી નાણાં ઉછીના લઈ શકે છે. જેને રેપો રેટ કહે છે.
એપ્રિલ મહિનામાં મોંઘવારી દર 4.70 ટકા હતો. જ્યારે માર્ચ મહિનામાં આ જ દર લગભગ 5.6 ટકા હતો. આ વખતે મોંઘવારીનો અંદાજ ઘટાડી શકે છે. જો કે, આરબીઆઈ ચોમાસ દરમિયાન આગામી શું નિર્ણય લે છે તે પણ જોવાનું રહ્યું.