ધો.12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ પ્રક્રિયાની તારીખ જાહેર

File Image
File Image

02 May 23 : આજે ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધો.12 વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે છેલ્લા 13 વર્ષમાં સૌથી ઓછું પરિમાણ આવ્યું છે. આ વર્ષે ધો.12 સાયન્સનું 65.58 ટકા જ પરિણામ આવ્યું છે. માહિતી મુજબ, એ ગ્રૂપમાં 72.27 ટકા અને બી ગ્રૂપમાં 61.71 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ પરિણામ હળવદ કેન્દ્ર 90.41 ટકા સાથે પ્રથમ રહ્યું છે. જ્યારે સૌથી ઓછું લીમખેડા કેન્દ્રનું 22 ટકા જ પરિણામ આવ્યું છે.

આ વચ્ચે એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે ગત 60 ટકા જેટલી સીટો ખાલી રહેવાના અંદાજ છે. ઉલ્લેખનીય છે કે વર્ષે ને વર્ષે એન્જિનિ યરિંગમાં કોલેજોની સંખ્યાઓ સતત વધી રહી છે. ત્યારે બીજી તરફ એ ગ્રૂપના વિદ્યાર્થીઓ ઘટી રહ્યા છે. આ વર્ષે એ ગ્રૂપમાં અંદાજિત 44 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે પૈકી 29 હજરા વિદ્યાર્થીઓ જ એ ગ્રૂપમાં પાસ થયા છે. માહિતી મુજબ, રાજ્યભરની વિવિધ કોલેજોમાં 68 હજાર સીટો પર રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે એટલે કે 50 ટકા સીટો તો પહેલેથી ખાલી રહેવાનો અંદાજ છે. બીએસસીમાં 29 હજાર પૈકી અનેક વિદ્યાર્થીઓ અને અન્ય પ્રિમિયર સંસ્થાનોમાં પ્રવેશ લેશે એટલે 60 ટકા સીટો ખાલી રહેવાનો અંદાજ છે. જણાવી દઈએ કે, એસીપીસીની વેબસાઇટ પરથી 22મી મે સુધી 350 રૂપિયાની ફી ભરીને રજિસ્ટ્રેશન કરાવી શકાશે. જ્યારે આગામી 9 મેથી ફાર્મસી કોલેજોના એડમિશન માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

વધુમાં વાંચો… અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા નવા રોડ બનાવવામાં આવશે. અગાઉ બિસ્માર રોડ રસ્તા મામલે હાઈકોર્ટે પણ થયેલી અરજી મામલે ફટકાર લગાવી હતી ત્યારે ચોમાસા પહેલા નવા રોડ બનાવવા તેમજ રીપેર કરવામાં આવશે.

પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે વિવિધ વિભાગો દ્વારા વરસાદના આધારે ખાતાકીય કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે રોડ રસ્તાના કામો પણ આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવશે. ચોમાસામાં હાલાકી ના વેઠવી પડે તે હેતુથી 94 જેટલા નવા રોડ બનાવવામાં તેમજ રીપેર કરવામાં આવશે. 142 નવા રોડ બનાવવામાં આવશે. ચોમાસામાં હાલાકી પડતા લોકોની મુશ્કેલીઓ વધુ પડે છે ત્યારે આગામી સમયને ધ્યાનમાં રાખીને અત્યારથી જ આ કામગિરી તરફ એએમસી દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં વધુ રસ્તાઓના થશે કામો.આ કામો ઝડપથી પૂર્ણ કરવા આદેશો આપવામાં આવ્યા છે. તેમાં પણ આ રસ્તાઓમાં ખાસ કરીને બોપલ, ઘુમા, થલતેજ, ચાંદલોડિયા, ગોતા, વસ્ત્રાપુર, બોડકદેવ સહિત ઉત્તર પશ્ચિમ ઝોનમાં મહત્તમ 27 રસ્તાઓ ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવશે જ્યારે પશ્ચિમ ઝોનમાં પણ સાબરમતી, ચાંદખેડા, વાસણા, પાલડી, વાડજ, નારણપુરા ઘાટલોડિયા વિસ્તારમાં બાકી રહેલા કામો રોડના પૂર્ણ કરવામાં આવશે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં વધુ રસ્તાઓના કામો થશે.

વધુમાં વાંચો… રાજકોટની “૧૯૬૨” કરૂણા એમ્બ્યુલન્સના ડોક્ટરોએ કરી “વિશ્વ પશુ ચિકિત્સક દિન”ની ઉજવણી
પશુઓ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા તથા વિશ્વભરના પશુ ચિકિત્સકો દ્વારા કરવામાં આવતા પશુ પક્ષીઓના જીવન બચાવ કાર્યને સન્માનિત કરવા માટે દર વર્ષે એપ્રિલ માસના છેલ્લા શનિવારે “વિશ્વ પશુ ચિકિત્સક દિવસ”ની ઉજવણી વિવિધ કાર્યક્રમો થકી કરવામાં આવે છે ત્યારે રાજકોટ જિલ્લામાં રાજકોટ પશુપાલન ખાતું ને ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ ના સંયુક્ત ઉપક્રમે આ ઉજવણી વેટરનરી પોલીક્લિનિક ખાતે “૧૯૬૨” કરૂણા એમ્બ્યુલન્સમાં કાર્યરત તમામ પશુ ચિકિત્સકો દ્વારા કેક કાપીને કરવામાં આવી હતી. આ તકે પ્રાદેશિક સંયુક્ત નિયામક ડો. ભરતસિંહ ગોહિલે તમામ પશુ ચિકિત્સકોની સેવાને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી તથા વધુમાં વધુ અબોલ જીવોની સારવાર કરી સુદ્રઢ કામગીરી કરવામાં આવે તે બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. “૧૯૬૨” સેવાના જિલ્લા સુપરવાઈઝર જયદેવભાઈ ગઢવીના જણાવ્યા મુજબ, રાજકોટ જિલ્લામાં એપ્રિલ માસમાં ૭૮૯૧ અનાથ અને અબોલ પશુઓને સારવાર આપી પીડામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આકસ્મિક સંજોગોમાં ૧૬૫ પશુઓને ત્વરિત સારવાર પૂરી પાડવામાં આવી છે. જેમાં ગાય, ભેંસ, બળદ, શ્વાન, બકરી, ઘેટાં,જેવા તમામ પશુઓનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનિય છે કે, આકસ્મિક સંજોગોમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા લોકોને નિ:શુલ્ક સેવા પૂરી પાડી રહી છે તેવી જ રીતે પશુઓ માટે પણ આકસ્મિક સંજોગોમાં ઈમરજન્સી સેવા મળી રહે તેવા હેતુથી રાજ્ય સરકારે અબોલ પશુઓ પ્રત્યે પણ સંવેદના દાખવી ગુજરાત સરકાર તથા ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થનાં સંયુક્ત ઉપક્રમે ૦૬ ઓકટોબર, ૨૦૧૭ થી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ સેવા”૧૯૬૨” અને ૨૨ જૂન,૨૦૨૦ થી દસ ગામ દીઠ એક “ફરતા પશુ દવાખાના”ની સેવા શરૂ કરવામાં આવી હતી. હાલમાં મેડિકલ અદ્યતન સાધનોથી સુસજ્જ સમગ્ર રાજ્ય માં ૩૭ અને રાજકોટ જિલ્લામાં હાલ બે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ તથા રાજકોટ જિલ્લામાં ૧૯ સહીત ૪૬૦ મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી વાન સવારના ૦૮ વાગ્યા થી રાતના ૦૮ વાગ્યા સુધી સતત કાર્યરત રહી શહેર તથા જિલ્લા મુખ્ય મથક ખાતે અબોલ, નિરાધાર પશુઓને સેવા પૂરી પાડે છે.

વધુમાં વાંચો… ભરૂચ નગરપાલિકાનું દેવું પૂરું કરવા જનતાના માથે નાખ્યો બોઝો : વિપક્ષ
નગરપાલિકામાં સત્તા પક્ષ બહુમતીના જોરે પ્રજાના માથે ટેક્સના નામે બોજો નાખી રહ્યા છે પરંતુ ભરૂર નગરપાલિકામાં થયેલા ગોટાળાના પાપે જનતાને લૂંટવામાં આવતી હોવાના આક્ષેપ સાથે વિપક્ષે પત્રકાર પરિષદ સંબોધી હતી અને તેમાં તાજેતરમાં વેળા વધારાની નાબૂદી મુદ્દે વિપક્ષીઓ અને અનેક સંગઠનના અને સેવાભાવી લોકો ડોર ટુ ડોર લોકોને જાગૃત કરી વાંધા અરજીઓનો ખડકલો કરવા માટેનું મહા અભિયાન શરૂ કરનાર છે

ભરૂચ નગરપાલિકાની તા.૨૧/૩/૨૦૨૩ની સામાન્ય સભામાં ઠરાવ નંબર ૨૪૧ માં લાઈટ વેરો, પાણી વેરો, સફાઈવેરો તેમજ ખાસ સફાઈવેરો વધારવા માટે સૂચિત ઠરાવ કરવામાં આવ્યો હતો. ભરૂચ નગરપાલિકાના વિપક્ષના સભ્યો તરફથી વેરો વધારાના ઠરાવના વિરોધમાં મતદાન કરી ભાવ વધારો રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી પરંતુ શાસક પક્ષ દ્વારા બહુમતીના જોરે સૂચિત ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે.જ્યારે વાત પ્રજાના હિતની આવે ત્યારે અવાજ ઉઠાવવો જરુરી છે પરંતુ શાસક પક્ષનાં એક પણ સભ્યએ જનહિતમાં વેરા વધારાનાં ઠરાવ સામે અવાજ ઉઠાવ્યો ન હતો. સૂચિત ઠરાવના આધારે ભરૂચ નગરપાલિકા દ્વારા તા.૨૭/૪/૨૦૨૩ના રોજ જાહેર સૂચિત ઠરાવ અંગેની જાહેરાત આપી હતી. જેમાં જણા વવામાં આવ્યું છે કે વેરાના દરોમાં સૂચિત વધારા સામે નગરના જે કોઈ પણ રહીશને વાંધો હોય તેમણે જાહેરાત પ્રસિધ્ધિ થયાની તારીખથી એક માસની મુદતમાં પોતાનો લેખિત વાંધો નગરપાલિકા કચેરીમાં રૂબરૂ રજૂ કરાવવાનો રહેશે જેના પગલે વિપક્ષ સિવાય પણ ભરૂચ નગરપાલિકામાં વાંધા અરજીનો ખડકલો કરવા માટે મહા અભિયાન છેડવાના ભાગરૂપે એક પત્રકાર પરિષદ સંબોધી હતી.

પત્રકાર પરિષદમાં વેરા વધારા સામે વાંધો રજુ કરવા સામાન્ય માણસને કોઈ પણ તકલીફ પડે તો નગરપાલિકા કચેરીમાં ૨૧ નંબરની ઓફીસમાં વિપક્ષ રોજ બે કલાક ( સવારે ૧૧ થી ૧) લોકોની મદદમાં ઉપસ્થિત રહી. જરુર પડશે તો વિરોધ પક્ષ લોકોની વચ્ચે જઈને સોસાયટી, મહોલ્લામાં, શોપિંગ સેન્ટર, વિવિધ સંસ્થાઓ, જાગૃત નાગરીકોને મળી આ વેરા વધારા સામેની લડતને વધુ અસરકારક અને મજબુત બનાવશે પણ સત્તા પક્ષને તેમણે કરેલા નિર્ણયને પાછો ખેંચવા માટે મજબૂર કરાશે કારણ કે જનતાના પૈસે નગરપાલિકામાં ગોટાળા થતા હોય તેવા આક્ષેપો થયા છે. ભરૂચ નગરપાલિકા સફાઈ કરવામાં પણ વેઠ ઉતારી રહી છે પણ કલેક્ટર દ્વારા ચાલી રહેલા માય લીવેબલ ભરૂચ ઝુંબેશ અંતર્ગતની સફાઈ કામગીરીથી પાલિકાની સફાઈ કામગીરીની નિષ્ફળતાં ઢંકાઈ રહી છે. ત્યારે ઘણા વિસ્તારોમાં તો માય લીવેબલ ના માધ્યમથી સફાઈ અભિયાન ચાલી રહ્યું છે પરંતુ ભરૂચ નગરપાલિકા વેઠ ઉતારી રહ્યા હોવાના આરોપ વિપક્ષોએ કર્યા છે. નગરપાલિકામાં નવા ઈન્કમ સોર્સ ઉભા કરવાનાં બદલે દેવામાંથી બહાર આવવા માટે સત્તાધીશોએ વેરા વધારોનો રસ્તો અજમાવ્યો છે. ભરૂચ ની જનતા પર વેરાનું ભારણ નાંખી સત્તાધીશોએ પાલિકાની તીજોરી ભરવાનું જે તરકટ રચ્યુ હોવાના આક્ષેપ સાથે વિપક્ષ સિવાય પણ જનતાને લૂંટથી બચાવવાના ભાગરૂપે વાંધા અરજીના ખડકલા નગરપાલિકામાં કરવા માટેનું મહા અભિયાન છેડ્યું છે અને ભરૂચ શહેરના તમામ વિસ્તારોમાં પહોંચીને પણ મિલકત ધારકો અને ભરૂચની જનતાને સમજાવવાના પ્રયાસ કરવા સાથે વાંધા અરજીઓ કરવા માટે અપીલ કરવા સાથે હજારોની સંખ્યામાં વાધા અરજીનો કડકલો થાય તે માટે વિપક્ષ હોય પણ મહા અભિયાન છેડવાની પત્રકાર પરિષદમાં માહિતી પૂરી પાડી હતી

નગરપાલિકામાં ગરબડ ગોટાળાનો મુદ્દો બોર્ડમાં આવતા એજન્ડાના ૪ મુદ્દા બાદ સત્તા પક્ષે બહુમતીના જોરે મંજૂરી જાહેર કરી હતી :- વિપક્ષ

તાજેતરમાં ૩૦ એપ્રિલના રોજ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં એજન્ડા ઉપર ૨૮ મુદ્દા હતા જેમાં ૪ મુદ્દા ઉપર ચર્ચા થયા બાદ વેળા વધારા અને નગરપાલિકાના ગોટાળા મુદ્દે વિપક્ષોએ સવાલ ઉઠાવ્યા હતા જેના પગલે સત્તા પક્ષે સમગ્ર સભામાં બહુમતીના જોરે તમામ એજન્ડાના મુદ્દાને બહાલી આપી મંજૂરી આપી તાત્કાલિક રાષ્ટ્રગીત શરૂ કરી સત્તા પક્ષે સભાખંડ છોડ્યો હતો જેના પગલે નગરપાલિકાના વિપક્ષીઓએ નગરપાલિકાના ગોટાળા જનતા સમક્ષ મુકવા માટે અને વેળા નાબૂદી માટે મહા અભિયાન છેડ્યું હોવાનું જણાવ્યું છે

ભરૂચ નગરપાલિકામાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલા વેળા વધારાની માહિતી : વર્ષ 2019-20 માં સફાઈ વેરો, લાઈટ વેરો અને પાણી વેરો વધારવામાં આવ્યો હતો જેમાં રહેણાંકમાં પાણી વેરો ₹600 ના 900 રૂપિયા કરવામાં આવ્યા હતા તેમજ સફાઈવેરા અને લાઈટ વેરામાં 10% ના 15% કરવામાં આવ્યા હતા.ત્યાર બાદ હવે GUDUની ગટર માટે નો નવો ગટર વેરો 500 રૂપિયા નક્કી કરાયો છે. જે ગટર લાઈન શરૂ થતા જ શહેરની પ્રજા પાસેથી વસુલવમાં આવશે.દર બે વર્ષે મિલકત વેરામાં 10% નો વધારો કરવામાં આવે છે વર્ષ 2022-23 માં મિલકત વેરા પર 10% વધારો કરવામાં આવ્યો હતો.નગરપાલિકાએ સફાઈ વેરામાં તો વધારો કરવાનું નક્કી કર્યુ જ છે. પણ સાથે સાથે ખાસ સફાઈ વેરાનું ગતકડું કાઢી ગરીબ માણસ નાં ખિસ્સા ખાલી કરવાનું દુ:સાહસ કર્યુ છે.છેલ્લા પાંચ વર્ષમાં નોટ બંધી, GST, કોરોના કાળમાં લોકોના ધંધા રોજગાર પડી ભાગ્યા છે, મોંઘવારી આસમાને છે, ત્યારે નગરપાલિકા દ્વારા વેરો વધારા નો સૂચિત ઠરાવ કરવામાં આવ્યો છે એ અયોગ્ય છે.

વેરો વધારા નગરપાલિકાનું દેવામુક્તિ અભિયાન :- વિપક્ષ સમસાદ અલી સૈયદ

નગરપાલિકાનાં સત્તાધીશોની અણઆવડતનાં કારણે પાલિકાનું દેવું વધ્યુ છે.પાલિકાનાં પાપે લાઈટ બિલ ન ભરવાથી લોકોએ ગત મહિને અંધારપટમાં રહેવું પડ્યુ હતું.પાલિકાનાં સત્તાધીશોની મુર્ખાઈનાં કારણે રોડ, રસ્તા, પાણી, સફાઈ, ગટર વગેરેનાં કામો ખોરંભે પડ્યા છે.

વધુમાં વાંચો… માનહાની કેસમાં રાહુલ ગાંધીને વચગાળાના જામીન આપવાનો ગુજરાત હાઈકોર્ટે કર્યો ઈન્કાર
માનહાની કેસમાં રાહુલ ગાંધીની સજા માફી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી જે મામલે માનહાની કેસમાં રાહુલ ગાંધીને વચગાળાના જામીન આપવાનો ગુજરાત હાઈકોર્ટે ઈન્કાર કર્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, સુનાવણી પૂર્ણ થયા બાદ ચુકાદો અનામત રખાશે. સુરતની નીચલી કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી છે. મોદી અટક અંગે કરેલી ટિપ્પણીના કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. ત્યારે આ ચુકાદને પડકારતા હાઈકોર્ટમાં પણ આજે આ મામલે સુનાવણી થઈ હતી. ઉનાળું વેકેશન પહેલા નિર્ણય આવે તેવા હાલ કોઈ સંકેત સામે નથી આવી રહ્યા. સજા મોકૂફી મુદ્દે તમામ પક્ષોને સાંભળવા હોઈકોર્ટ આજે અને કાલે તક આપી શકે છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, સુનાવણી પૂર્ણ થયા બાદ ચુકાદો અનામત રખાશે. ઉનાળુ વેકેશન દરમિયાન ચુકાદો કોર્ટ લખાવશે. ત્યારે ઉનાળુ વેકેશન બાદ હાઈકોર્ટ જાહેર કરી શકે છે. આગામી એક મહિના સુધી સજા મોકૂફી મુદ્દે નિર્ણય અનામત પણ રહી શકે છે.

આ દલીલો પૂર્ણેશ મોદીના વકીલ દ્વારા કરવામાં આવી. કોર્ટ ગુનાની ગંભીરતા અને સમાજ પર અસરોને ધ્યાનમાં લે તેમ પૂર્ણેશ મોદીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી. દોષિત કે 2 વર્ષથી વધુ સજા થાય તો ગેરલાયક ઠેરવાય છે. કોર્ટ કે ફરિયાદીએ નહીં, રાહુલને સંસદે ગેરલાયક ઠેરવ્યા છે. આ સાથે એમ પણ દલીલ કરાઈ હતી કે, રાહુલ ગાંધીએ બધા મોદી ચોર છે એવું નિવેદન શા માટે આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here