
21 Jan 23 : ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં સીઆર પાટીલ પર ભાજપ હાઈકમાન્ડે જે વિશ્વાસ મુક્યો હતો આ અપેક્ષા કરતા વધુ સવાયા પાટીલ સાબિત થયા છે અને મોટી જ્વલંત જીત દેશભરમાં ચર્ચામાં રહી છે. જેથી પાર્ટી સંગઠનમાં પાટીલને પહેલી હરોળમાં સ્થાન મળ્યું છે. ભાજપે અત્યારથી જ લોકસભાની ચૂંટણી માટે શંખનાદ ફૂંકી દીધો છે અને દરેક મોરચે જંગી જીત મેળવવા માટે ભાજપ પ્રયાસ કરી રહી છે. ગત વખતે ભાજપને 300થી વધુ સીટ મળી હતી ત્યારે આ વખતે વધુ સીટોનો લક્ષ્યાંક ભાજપ તરફી રાખવામાં આવી રહ્યો છે. ત્યારે જ્યાં ભાજપ જીતથી સતત દૂર લોકસભામાં રહ્યું છે તેવા દક્ષિણ ભારતમાં અને તેમાં પણ કેરળમાં પાટીલને અઘરો ટાસ્ક હાઈકમાન્ડ સોંપે તેવી શક્યતા છે.
કેરળમાં પાટીલને પ્રભારી બનાવી શકે છે – આગામી દિવસોમાં નડ્ડા તેમની ટીમોની જાહેરાત કરી શકે છે જે 2024ની લોકસભા ચૂંટણીની જવાબદારી સંભાળશે. આ ટીમમાં સીઆર પાટીલને પ્રથમ હરોળમાં સ્થાન મળે તેવી ચર્ચા છે. પાટીલને સંગઠનમાં પ્રમોશન મળવાની પ્રબળ શક્યતા છે. જો કે, એ પહેલા ગુજરાતમાં તેમના સ્થાને અન્ય નેતાને બેસાડવામાં આવી શકે છે. સીઆર પાટીલને 20 જુલાઈના રોજ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ભાજપ હાઈકમાન્ડે બનાવ્યા હતા. આવી સ્થિતિમાં તેમનો કાર્યકાળ હજુ બાકી છે. જો કે, આગામી લોકસભામાં 2024 માટે તેઓને કેરળના પ્રભારી બનાવવામાં આવી શકે છે.
કેરળના અભેદ કિલ્લામાં પાટીલને ખભે હાઈકમાન્જ સોંપી શકે છે જવાબદારી – ખાસ કરીને સીઆર પાટીલ કે જેઓ સંગઠનમાં ઝડપી અને મજબૂત પક્કડ બનાવવામાં માહીર છે ત્યારે કેરળ માંટ પાટીલનેટ પ્રભારી બનાવવાની ચર્ચા છે. ભાજપ કેરળના કિલ્લામાં લોકસભામાં ઘૂસવા માંગે છે. આ સમયે ભારતીય જનતા પાર્ટી માટે સીઆર પાટીલ છે તે પાર્ટી માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. જેથી કેરળ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાંથી પાર્ટી પાસે લોકસભાની એક પણ સીટ નથી. જેમાં યુડીએફ અને એલડીએફને બેઠકો મળતી રહે છે. જેથી હાઈકમાન્ડ આ કઠીન પરિક્ષામાં ફરી સીઆર પાટીલને ખભે વધુ એક જવાબદારી સોંપે તેવી પણ શક્યતા છે.
સીઆર પાટીલનો લોકસભાના ઈલેક્શન પહેલા કાર્યકાળ થાય છે પૂર્ણ – સીઆર પાટીલનો કાર્યકાળ 20 જુલાઈ 2023 સુધી છે. જો કે, ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમના સ્થાનની પૂર્તિ કરવી મુશ્કેલ છે પરંતુ ભાજપ માટે લોકસભા એ સૌથી વધુ મહત્વની ચૂંટણી છે જેથી સંગઠનના નિર્ણયમાં પાટીલ ફિટ બેસી શકે છે. જો પાટીલને મોટી જવાબદારી સોંપવામાં આવે છે તો હાઈકમાન્ડને તેમના અનુગામી ગુજરાત માટે પણ શોધવા જ રહ્યા.
સીટોના લક્ષ્યાંક અને નવા રેકોર્ડ સાથે સજ્જ થવા બીજેપી જવાબદારી નક્કી કરી શકે છે – ખાસ કરીને દક્ષિણ ભારત ઉપરાંત દેશના સૌથી મોટા રાજ્ય અને વધુ બેઠકો ધરાવતા યુપી પર પણ પાર્ટી ફોકસ કરી રહી છે પરંતુ 2024ની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં પાટીલને ત્યાં પણ બની શકે છે જવાબદારી સોંપવામાં આવી શકે પરંતુ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ જેવા મજબૂત નેતૃત્વ વચ્ચે તેમના ત્યાં જવાની શક્યતા ઓછી છે. જેથી દક્ષિણ ભારતમાં પાટીલની જવાબદારી નક્કી કરવામાં આવી શકે છે. તે વાતનો અંદાજ આગામી લોકસભામાં વધુ સીટોના લક્ષ્યાંક અને નવા રેકોર્ડ સાથે સજ્જ થવા બીજેપી જવાબદારી નક્કી કરી શકે છે.
વધુમાં વાંચો… અમેરિકા, યુકે, જર્મની અને ફ્રાન્સ બધા રહી ગયા પાછળ, આ મામલામાં ભારત બન્યો વિશ્વનો નંબર વન દેશ
ભારતમાં ડિજિટલ પેમેન્ટ કરવાનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધ્યો છે. હાલમાં મોટાભાગના લોકો માત્ર ઓનલાઈન અથવા ડિજિટલ પેમેન્ટ કરે છે. અમે ઇન્સ્ટન્ટ મની ટ્રાન્ઝેક્શન, શોપિંગ, બિલ પેમેન્ટ અને આવી અન્ય જરૂરિયાતો માટે ડિજિટલ પેમેન્ટ એપનો ઉપયોગ કરીએ છીએ. હવે ડિજિટલ પેમેન્ટના મામલે ભારતના નામે એક નવો રેકોર્ડ નોંધાયો છે. હકીકતમાં, ભારતની કુલ ડિજિટલ ચૂકવણી યુએસ, યુકે, જર્મની અને ફ્રાન્સની કુલ ડિજિટલ ચૂકવણી કરતાં વધી ગઈ છે.
ભારતે વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓને પાછળ છોડી
માહિતી આપતાં કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ડિસેમ્બર 2022માં ભારતની ડિજિટલ ચૂકવણી ચાર મોટી અર્થવ્યવસ્થાઓ – યુએસ, યુકે, જર્મની અને ફ્રાંસની સંયુક્ત ડિજિટલ ચૂકવણી કરતાં વધુ હતી. ગયા ડિસેમ્બર 2022માં, વાર્ષિક ધોરણે ડિજિટલ પેમેન્ટ વ્યવહારોની રકમ $1.5 ટ્રિલિયન હતી. દાવોસ વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે જો તમે યુએસ, યુકે, જર્મની અને ફ્રાન્સમાં કુલ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને ચાર વડે ગુણાકાર કરો તો જે રકમ બહાર આવે છે તે ભારતના કુલ વ્યવહારો કરતાં વધુ છે.
આ ક્વાર્ટરમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન -મ વર્લ્ડલાઇન ઇન્ડિયા દ્વારા તાજેતરના ‘ડિજિટલ પેમેન્ટ્સ રિપોર્ટ’ અનુસાર, નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ક્વાર્ટરમાં, ભારતે 38.3 લાખ કરોડ રૂપિયાના 23.06 બિલિયન ડિજિટલ વ્યવહારો કર્યા હતા. તેમાં ઉમેર્યું હતું કે આ ડિજિટલ વ્યવહારોમાં UPI, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ, પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેમ કે મોબાઇલ વોલેટ્સ અને પ્રીપેડ કાર્ડ્સ દ્વારા કરવામાં આવતી ચૂકવણીનો સમાવેશ થાય છે. બીજી તરફ, જો માત્ર UPI ટ્રાન્ઝેક્શનની વાત કરવામાં આવે તો તે 32.5 લાખ કરોડ રૂપિયાથી વધુ હતી. આ દરમિયાન 19.65 અબજ ટ્રાન્ઝેક્શન થયા હતા. તે જ સમયે, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે UPI વ્યવહારો બમણા થયા છે.
ડિસેમ્બરમાં UPI ટ્રાન્ઝેક્શન – માત્ર ડિસેમ્બરમાં, UPIએ રૂ. 12.82 લાખ કરોડના મૂલ્ય સાથે રેકોર્ડ 782.9 કરોડ ડિજિટલ પેમેન્ટ વ્યવહારો હાંસલ કર્યા છે. નાણા મંત્રાલયે તાજેતરમાં કહ્યું હતું કે સરકાર દ્વારા રૂપે ડેબિટ કાર્ડ અને ઓછા મૂલ્યના BHIM-UPI ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે બેંકોને આપવામાં આવતા પ્રોત્સાહનો GSTને આકર્ષશે નહીં. ગયા અઠવાડિયે, કેબિનેટે ચાલુ નાણાકીય વર્ષમાં RuPay ડેબિટ કાર્ડ અને ઓછા મૂલ્યના BHIM-UPI વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે બેંકો માટે રૂ. 2,600 કરોડની પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી હતી.