
ચક્રવાતી તોફાન બિપરજોયના કારણે ભારે પવન અને ભારે વરસાદને કારણે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાયો છે.
વાવાઝોડાએ 5,120 વીજ થાંભલાઓને નુકસાન પહોંચાડ્યું હતું અને 4,600 ગામોમાં વીજ પુરવઠો ખોરવ્યો હતો. જે એક પછી એક પૂર્વવત કરવાની કામગિરી ચાલી રહી છે.
જેમાંથી 3,580 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે જ્યારે 1,000 થી વધુ ગામોમાં હજુ પણ વીજળી નથી. કચ્છના ભુજમાં ચક્રવાત બિપરજોયની અસરથી અનેક વૃક્ષો ધરાશાયી થયા છે, NDRFની ટીમ કરી રહી છે. જ્યારે વાવાઝોડાએ ગુજરાતમાં લેન્ડફોલ કર્યું, ત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે પવન અને વરસાદ પડ્યો. જેના કારણે અનેક જગ્યા એ ભારે નુકસાન થયું છે. બિપરજોય ગુજરાતમાં ત્રાટક્યા બાદ કોઈ જાનહાનિ થઈ નથી. જો કે,અલગ-અલગ ઘટનાઓમાં 23 લોકો ઘાયલ થયા હતા અને રાજ્યના ઓછામાં ઓછા 1,000 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
બિપોરજોયનો ખતરો ગઈકાલ બાદ ટળ્યો છે. ભારે પવન અને ભારે વરસાદને કારણે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાયો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પવનની ઝડપ 140 કિલોમીટર પ્રતિ કલાકે પહોંચી હતી. શુક્રવારે ભારે વરસાદ પડ્યો હતો. દરિયાનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયું હતું. વાવાઝોડાને કારણે અંદાજે 4થી 5 હજાર થાંભલાઓ પડી ગયા છે. 1,000થી વધુ ગામોમાં વીજળી ડુલ થતા પાવર સપ્લાય આપવાની પ્રક્રિયા ક્યાંક થઈ ગઈ તો ક્યાંય કામ ચાલું છે. ગુજરાતના માંડવી શહેરમાં જોરદાર પવન અને ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. જેના કારણે લોકોને મુશ્કેલી પડી હતી. ચક્રવાત બિપરજોયના કારણે વૃક્ષો ધરાશાયી થતાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે. તેમજ અનેક મકાનોને નુકસાન થયું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ ચક્રવાત બિપરજોયને લઈને લેન્ડફોલ કર્યા પછી ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી. NDRF અને SDRFની ટીમો રાહત કાર્યમાં લાગેલી છે. આર્મી, નેવી, એરફોર્સ, કોસ્ટ ગાર્ડ અને બીએસએફની ટીમો પણ બચાવ કામગીરીમાં લાગેલી છે. હવે તેની અસર દક્ષિણ રાજસ્થાનમાં જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આજથી વરસાદ ઓછો થવા લાગશે.
વધુમાં વાંચો… જૂનાગઢના અન્ય વિસ્તારોમાં પણ તોફાન થવાની દહેશતે પોલીસના ધાડાં ઉતારાયા

જૂનાગઢના મજેવડી ગેઈટ વિસ્તાર બાદ અન્ય વિસ્તારોમાં પણ તોફાન ફેલાવવાની દહેશત જણાતા ઘેરી તંગદિલી વ્યાપી ગઈ છે. જુનાગઢ પોલીસવડા પણ સ્થળ પર દોડી ગયા છે અને શહેરના સંવેદનશીલ જણાતા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવા તજવીજ હાથ ધરાઈ છે. બહારના જિલ્લામાંથી પણ પોલીસ બોલાવવામાં આવી રહી છે. જૂનાગઢમાં રાતે બસ પર પથ્થરમારો કરીને પોલીસ પર પણ હુમલો કરતા તંગદિલી વ્યાપી ગઈ હતી. બાદમાં રાતે કેટલાક અસામાજિક તત્વોએ એસટી બસ પર પથ્થર મારો કરી કાચ તોડી નાખ્યા હતા ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કરી દીધો હતો મજેવડી ચોકી પાસે હુમલો કરીને વાહનો સળગાવી દેવાતા તંગદિલી આપી જવા પામી હતી આ હુમલામાં ડીવાયએસપી અને PSI સહિત ચાર પોલીસમેન ઘાયલ થયા હતા. ડીવાયએસપીને ખંભા અને માથામાં ઇજા થઈ છે. પોલીસે ટોળાને વિખેરવા માટે વળતા જવાબરૂપે ટીયર ગેસના પાંચથી છ શેલ છોડવા પડ્યા હતા. તોફાની ટોળાએ મજેવડી પોલીસ ચોકીને પણ નિશાન બનાવીને હુમલો કરતા ચોકીમાં ખાસ્સું નુકસાન થયું છે ફરજ પરના કેટલાક પોલીસમેન માંડ કરીને જીવ બચાવી શક્યા હતા.
શું હતો આખો મામલો : જૂનાગઢના અનેક રસ્તાઓ પર ઘણા ધાર્મિક દબાણ આવેલા છે આ અંગે મનપાના ટીપીઓએ જણાવ્યું હતું કે રસ્તા પર આવતા સાતથી આઠ ધાર્મિક દબાણ અને નોટિસ આપી તેના આધાર પુરાવાઓ માંગવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કોઈ પણ ધાર્મિક દબાણ ન થાય તેની તકેદારીના ભાગરૂપે અધિકૃત આધાર પુરાવા માલિકીના પુરાવા પાંચ દિવસમાં રજૂ કરવા નોટિસ આપવામાં આવેલ છે. જો આધાર પુરાવાઓ રજૂ કરવામાં ન આવે તો જીપીએમસીએક્ટ 1949 ની કલમ 110,266 મુજબ રસ્તા પરના બિનઅધિકૃત દબાણ દૂર કરવામાં આવશે તેનો ખર્ચ પણ જે તે દબાણ કરતાં પાસેથી વસૂલવામાં આવશે જેમાં કોઈ જાનહાનિ કે અકસ્માત થશે તો તે અંગેની જવાબદારી દબાણ કરતાંની રહેશે મજેવડી દરવાજા નજીક આવેલ હઝરત ખીજનીશાહ પીર અને હજરત બેગનશાહ પીરની દરગાહ સહિતના સાથે આઠ રસ્તા પર આવતા ધાર્મિક દબાણ અંગે મનપા દ્વારા નોટિસ આપવામાં આવી છે મનપાએ નોટિસની કોપી જે તે ધાર્મિક દબાણો પર ચિપકાવી દીધી છે નોટિસ આપવાની જાણ થતા મજેવડી દરવાજે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઈને બંદોબસ્ત ગોઠવી દીધો હતો પરંતુ લઘુમતી સમાજના લોકોએ જ્યાં સુધી આ બાબતનો ઉકેલ ન આવે ત્યાં સુધી ધરણા કરવા નિર્ણય કર્યો હતો.
વધુમાં વાંચો… બિપોરજોય વાવાઝોડાની અસરથી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં વધુ, ક્યાંક વૃક્ષો તો ક્યાંક સ્કૂલની દિવાલ પડી

ઉત્તર ગુજરાતમાં આગાહી પ્રમાણે વરસાદ થયો છે. વાવાઝોડાની અસર રાજસ્થાનના દક્ષિણ તરફ વાવાઝોડું ફંટાવાના કારણે થઈ છે. ગઈકાલથી વરસાદી માહોલ જામ્યો છે. મોડી રાત્રે અતિભારે પવન સાથે વરસાદ પડ્યો છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાસાઈ થવાના બનાવો બન્યા છે. મકાનના પતરા ઉડ્યા હતા.
અલગ અલગ તાલુકાઓમાં 4 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. કચ્છને પ્રભાવિત કર્યા બાદ ઉત્તર ગુજરાત તરફ તેની અસર જોવા મળી હતી. ઘણી જગ્યાએ વાહનો ફસાયા અને પતરા ઉડવાની સ્થિતિ જોવા મળી હતી. તેજ પવનના કારણે વૃક્ષો ધરાસાઈ થયા હતા જેના કારણે કેટલાક વાહનો પણ ફસાયા હતા. બિપોરજોય વાવાઝોડાના કારણે પાલનપુર, વડગામ, દાંતા, ડીસા, લાખણી, ભાભર સહીતના વિસ્તારોમાં આ માહોલ જોવા મળ્યો હતો. અનેક જગ્યાએ વૃક્ષો ધરાસાઈ થયા છે. વહેલી સવારે પવનની ગતિ પણ જોવા મળી હતી. અમિરગઢ તાલુકાના ઢોલિયા ગામની સ્કૂલની દિવાલ પડી. અમિરગઢ તાલુકાના ઢોલિયા ગામની શાળાની દિવાલ ધરાસાઈ થઈ હતી. દિવાલ ધરાસાઈ થઈ ત્યાં પણ વાવાઝોડાની અસર જોવા મળી છે. કેમ કે, ભારે પવન ગઈકાલથી જ ફૂંકાઈ રહ્યો હતો ત્યારે વરસાદ પણ અહીં પડ્યો હતો જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. આ સાથે વરસાદી ઝાપટાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે.