નવસારી – કોરોના બાદ વિદેશોમાં માગ ઘટતા નવસારીમાંથી કાચી કેરીની નિકાસ પર માઠી અસર

12 May 23 : ભારતથી મોટા પ્રમાણમાં કાચી કેરીનું એક્સપોર્ટ વિશ્વના અન્ય દેશોમાં થયું હોય છે. પરંતુ, કોરોના મહામારી બાદથી કાચી કેરીના એક્સપોર્ટમાં ઘટાડો જોવા મળ્યો છે. કોરોના મહામારી પહેલા ગણદેવીની કેસર કેરી મોટા પ્રમાણમાં વિદેશોમાં એક્સપોર્ટ થતી હતી. પરંતુ, કોરોના મહામારી બાદથી વિદેશોમાં નિયમો અને એક્સપોર્ટ કરવા માટે ખાસ પ્રકારના ટેગ સહિતની વિવિધ પ્રક્રિયાના કારણે એક્સપોર્ટ કરવું મુશ્કેલ થયું છે. કેટલાક વેપારીઓના જણાવ્યા મુજબ, કોરોના કાળ બાદથી વિદેશોમાં કેરીનું એક્સપોર્ટ કરવું મુશ્કેલ થયું છે. વિવિધ નવા નિયમો અને એક્સપોર્ટની પ્રક્રિયા પહેલા કરતા વધુ સખ્ત અને જટિલ બની છે, જેના કારણે આ વર્ષે કાચી કેરીના એક્સપોર્ટમાં પણ ઘટાડો થયો છે. ઉપરાંત, કોરોનાના ડરથી વિદેશોમાં લોકોની વધુ સાવચેતીના પગલે કેરીના વેચાણમાં પણ ઘટાડો થયો છે. બીજી તરફ વિદેશોમાં કેરીના પલ્પની માગ વધુ છે. જણાવી દઈએ કે, ફેક્ટરીઓમાં કેરીનો પલ્પ તૈયાર કરવામાં આવી છે. કેરીના રસને ફ્રોઝન કરી પલ્પ બનાવવામાં આવે છે અને ટીન તૈયાર કરી એક્સપોર્ટ કરવામાં આવે છે. વિદેશોમાં લોકો કેરીના પલ્પને વધુ પસંદ કરે છે. આથી તેની નિકાસ પણ વધુ છે.

ખેડૂતોની આવકમાં ઘટાડો થયાની ચર્ચા. કોરોના કાળ પહેલા વિદેશોમાં કાચી કેરીની નિકાસ વધુ પ્રમાણમાં થતી હોવાથી મોટા ભાગના ખેડૂતો કેરીની નિકાસને પ્રાધાન્ય આપતા હતા. પરંતુ, કોરોના કાળ બાદથી વિદેશોમાં કેરીના નિકાસમાં ઘટાડો થતા ખેડૂતોની આવકમાં પણ ઘટાડો થયો છે. કોરોના કાળ બાદથી વિદેશોમાં કાચી કેરીની માગ ઘટી છે અને કેરીના પલ્પની માંગ વધી છે.

વધુમાં વાંચો… નવસારીમાં એકવાર ફરી ચડ્ડી બનિયન ગેંગ સક્રિય બની! બે મકાનમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડની ચોરી કરનારા તસ્કરો CCTVમાં કેદ

રાજ્યમાં ફરી એકવાર ચડ્ડી બનિયાન ગેંગ સક્રિય થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. નવસારી નજીક એરુ રોડ પાસેની એક સોસાયટીમાં ચડ્ડી બનિયાન ગેંગના સભ્યો રાત્રિના સમયે ત્રાટક્યા હતા અને સોસાયટીના એક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ મળી અંદાજે કુલ 3 લાખ રૂપિયાની મતા ચોરી ફરાર થયા હતા. આ સમગ્ર ઘટના મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

મળતી માહિતી મુજબ, નવસારી પાસેના એરુ રોડ નજીક આવેલી અંકુર પાક સોસાયટીમાં બેન્કર નિલેશ પટેલ પરિવાર સાથે રહે છે. 8 મેની રાતે નિલેશભાઈ અમને તેમનો પરિવાર ઘરના ઉપરના માળે સૂતો હતો. ત્યારે મોડી રાતે કેટલાક તસ્કરો ચડ્ડી અને બનિયાનમાં, મોઢે રૂમાલ બાંધી ત્યાં આવ્યા હતા અને નિલેશભાઈના ઘરમાં પ્રવેશી નીચેના રૂમમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ મળી કુલ અંદાજે રૂ.3 લાખની મતા ચોરી ફરાર થયા હતા. અન્ય સોસાયટીમાંથી પણ ચોરી કરી. આ સિવાય તસ્કરોએ અન્ય એક સોસાયટી સાઈ ગાર્ડનમાં પણ એક ઘરમાંથી 12થી 15 તોલા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની માહિતી મળી છે. ચોરીની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી, જેમાં ચડ્ડી અને બનિયાનધારી કેટલાક શખ્સો મોઢે રૂમાલ બાંધેલા દેખાઈ રહ્યા છે. આ મામલે જલાલપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને પકડવા તજવીજ હાથ ધરી છે.

વધુમાં વાંચો… સાવરકુંડલાની યુવતી અને અમદાવાદના યુવાને લગ્ન કરી બાઈક પર ચારધામ ની યાત્રા કરી હનિમૂન કર્યું

ગુજરાતનાં નવદંપતીએ લગ્ન બાદ હનીમૂન માટે પ્રચલિત સ્થળો અને વિદેશમાં જવાના બદલે ચારધામ અને 12 જ્યોતિર્લિંગનાં દર્શન કરવાના અનોખા સંકલ્પ સાથે યાત્રા શરૂ કરી છે. સાવરકુંડલાની યુવતી અને અમદાવાદના યુવકે બે વર્ષ પહેલાં પ્રેમસંબંધ બાદ લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ તેઓ ટુ-વ્હીલર પર ચારધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રાએ રવાના થયાં છે. સાવરકુંડલાની માધુરી જયાણી જણાવે છે કે પિતા સાવરકુંડલામાં તબેલો ચલાવે છે અને હું અમદાવાદમાં બે સ્થળે કેફે ચલાવું છું. એક મિત્ર દ્વારા તેનો ત્રિયુગી નારાયણ ખાતે હિન્દુ વિધિથી લગ્ન કરશે. વિરાજસિંહ રાણા અને માધુરી જયાણીએ જણાવ્યું હતું કે કેદારનાથમાંહિન્દુ વિધિથી લગ્નશક્ય નથી બન્યાં પરંતુ આવતા નવેમ્બરમાં અમારાં લગ્નને એક વર્ષ પૂર્ણ થશે ત્યારે જ્યાંશિવ-પાર્વતીનાં લગ્ન થયાં હતાં તે ઉત્તરાખંડના ત્રિયુગી નારાયણ ખાતે જઇ લગ્ન કરીશું. પરિચય વિરાજસિંહ રાણા સાથે થયો હતો. બંનેએ સાથે કેદારનાથની યાત્રા કરવા નો નિર્ણય લીધો હતો. જોકે પરિચય પ્રેમમાં બદલાતાં બંને હનીમૂનના સ્થાને યાત્રાધામોનાં દર્શન કરવાનો નિર્ધાર કર્યો હતો. માધુરી જણાવે છે કે ગત નવેમ્બરમાં અમે અમદાવાદમાં કોર્ટ મેરેજ કર્યાં પરંતુ તે વખતે કેદારનાથનાં કપાટ બંધ હોઈ યાત્રા શરૂ ન થઇ શકી. હવે કપાટ ખૂલતાં જ અમે યાત્રાએ નીકળી ગયાં છીએ. અમે એવું પણ નક્કી કર્યુ હતું કે હિન્દુ વિધિથી અમે કેદારનાથમાં જઇને પણ મેરેજ કરીશું.

જોકે ભારે ભીડ અને અહીં બે દુર્ઘટના બની હોઈ કેદારનાથમાં અમારા મેરેજ શકય બન્યાં નથી. બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રીની યાત્રા પણ અમે પૂર્ણ કરી લીધી છે. હવે બાકીનાં જ્યોતિર્લિંગની યાત્રા પર નીકળ્યાં છીએ અને તે પણ બાઇક લઇને. વરસાદ હોય કે ઠંડી દ૨૨ોજ 10 કલાક બાઇક ચલાવી અમે આ યાત્રા પૂર્ણ કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here