22 Sep 22 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એક પછી એક ગુજરાતના પાટનગર ખાતે આંદોલન થઇ રહ્યા છે ત્યારે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા પોતાનું આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું. સરકાર સામે છેલ્લા કેટલાય સમય થી લડી રહેલી કિસાન સંઘનું આંદોલન તેજ થયું છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આ આંદોલન આક્રમક બન્યું હતું તેમ છતાંપણ સરકારના પેટનું પાણી પણ હલતું નથી. કિસાન સંઘ પોતાની માંગણી માટે છેલ્લા ઘણા દિવસથી આંદોલન કરી રહ્યા છે.

ગુજરાતમાં આગામી મહિનામાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વિવિધ કર્મચારીઓ સહીત ભારતીય કિસાન સંઘ છેલ્લા ઘણા દિવસથી આંદોલન કરી રહી છે. પોતાની માંગણીને લઈને સરકાર સામે બાઓ ચડાવી છે. આ અગાઉ પણ ભારતીય કિસાન સંઘ દ્વારા જુના સચિવાલયથી મુખ્યમંત્રી આવાસ સુધી ટ્રેક્ટર રેલી કાઢી હતી. આજે આ આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.

આજે કિસાન સંઘના આગેવાનો ધારાસભ્યોનું સમર્થન લેવા ગયા ત્યારે ઘણા આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આજે પણ ગાંધીનગરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ગાંધીનગર છેલ્લા ઘણા દિવસથી આંદોલનની ભૂમિ બની ગઈ છે. આજે થયેલી અટકાયતને કિસાન સંઘના આગેવાનોએ સરકાર માટે શરમજનક ઘટના ગણાવી હતી.

કિશાન સંઘના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે ફક્ત ધારાસભ્યોના ઘરે સમર્થન માંગવા ગયા હતા તે દરમિયાન જ અમારી અટકાયત કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતે આજે કિસાન સંઘના આગેવાનોએ ‘ભારત માતા કી જ્ય’ ‘કિસાન સંઘ જિંદાબાદ’ જેવા સુત્રોચાર કર્યો હતો.

કિસાન સંઘના આગેવાને કહ્યું હતું કે જગતનો તાત અને જગતનું પેટ ભરનારા કિસાનને પોતાના વિસ્તારના ધારાસભ્યને મળવાની પણ મંજૂરી ન મળે તો સરકારની શરમજનક વાત કહેવાય. નીતિ અને નિયમમાં રહેવવાળુ સંગઠનને પણ ડિટેઇન કરવામાં આવે છે. પોતાની માંગણી કરવામાં આવ્યા છે તેમ છતાં તેમની અટકાયત કરવામાં આવી છે.