29 Aug 22 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓે જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ એક પછી એક પાર્ટીઓ તેમના ઉમેદવારો શોધવા ની અને તેના પર મહોર મારવાની કવાયત હાથ ધરી છે ત્યારે આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસ પણ પ્રથમ ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડવા ની ફિરાકમાં છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આ લિસ્ટમાં કોણ કોણ ઉમેદવારો સામેલ થશે તેને લઈને મનોમંથન ચાલી રહ્યું છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના ધારાસભ્યોને નો રિપીટટ થીયરીનો ડર સતાવી રહ્યો છે.

આ વખતે નો રિપીટ થીયરી લાગે તો નવાઈ નહીં, ગુજરાતમાં આ પ્રયોગ થઈ પણ શકે છે. ભારતીય જનતા પાર્ટીમાં ગમે ત્યારે એક્શન લેવાતી હોય છે તેમાં પણ તાજેતરમાં જ જે રીતે બે મંત્રીઓ પાસેથી તેમની જવાબદારી પરત લઈ લેવામાં આવી હતી આ ઉપરાંત એક વર્ષ પહેલા મુખ્યમંત્રી મંત્રીઓ સહીતની આખે આખી સરકાર બદલાઈ હતી તેવી રીતે આ વખતે નો રિપીટ થીયરી લાગે તો નવાઈ નહીં.

જય રુપાણીએ પણ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, પાર્ટી ટિકિટ આપશે તો લડીશું . અગાઉ ગુજરાતમાં આવેલા બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ ગુજરાતમાં રાજકીય પ્રયોગ થઈ શકે છે. તે પ્રકારનો ઉલ્લેખ કર્યો હતો ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા જ નો રિપીટ થીયરી લાગુ કરવામાં આવી શકે છે. એક વર્ષ પહેલા જે ભાજપના જૂના જોગીઓ કે જે મંત્રીપદ પર બિરાજમાન હતા તેમાંથી કોઈને નવી સરકારમાં રિપીટ કરવામાં નથી આવ્યા ત્યારે બે દિવસ પહેલા વિજય રુપાણીએ પણ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, પાર્ટી ટિકિટ આપશે તો લડીશું.અન્ય નેતાઓને પણ આ ડર ટિકિટને લઈને સતાવી રહ્યો છે. કેમ કે, પૂર્વ મુખ્યમંત્રી સહિતનાને ટિકિટ મળે કે ના મળે તેને લઈને હજૂ સુધી કંઈ નક્કી નથી ત્યારે ભાજપમાં પણ જૂથવાદ અંદરો અંદર ટિકિટ ના મળતા વઘી શકે છે.

પાટીદાર નેતાઓ પાસના આ જૂથમમાં જોડાઈને પણ ચૂંટણી લડી શકે છે. જેથી ચૂંટણી લડવાને લઈને જે મહત્વકાંક્ષાઓ રાખી રહ્યા છે તે નેતાઓ ટિકિટના મળતા ત્રીજો રસ્તો પણ પસંદ કરી શકે છે. જે તે વિસ્તારમાં પ્રભૂત્વ ધરાવતા નેતાઓ અપક્ષમાંથી પણ ચૂંટણી લડી પણ શકે છે આ ઉપરાંત અત્યાર સુધી બે પક્ષો જ ગુજરાતમાં હતા ત્યારે ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી આ વખતે ચૂંટણીમાં એડ થયો છે. ત્યારે બની શકે છે તેમાં પણ પક્ષ પલટો કરી શકે છે. આ ઉપરાંત ગઈ કાલે જ પાસ દ્વારા 23 બેઠકો પરથી ચૂંટણી લડવાને લઈને એલાન કરાયું છે ત્યારે પાટીદાર નેતાઓ પાસના આ જૂથમાં જોડાઈને પણ ચૂંટણી લડી શકે છે