અમદાવાદ – કોન્ટ્રાક્ટર જે ક્વોલિટી એસ્યોરન્સ પ્લાનની ગાઈડલાઈન તૈયાર કરે તેને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મંજૂર કરાવવાની રહેશે

File Image
File Image

02 Nov 22 : અમદાવાદના સરદારનગરમાં મ્યુનિ. કમિશનરના રાઉન્ડ દરમિયાન હલકી ગુણવત્તાના રોડ પકડાતા આખરે કમિશનરે એક વિશેષ પરિપત્ર બહાર પાડી ઠરાવ્યું છે કે, શહેરમાં નવા બનતા રોડમાં વપરાતી સામગ્રીના નમૂના લઈ તેનો લેબોરેટરી ટેસ્ટ કરાવવાનો રહેશે તેમજ આ ટેસ્ટનું સર્ટિફિકેટ મ્યુનિ.ના સંબંધિત વિભાગને પણ અધિકારી ઓએ મોકલવાનું રહેશે.

મ્યુનિ. કમિશનર એમ.થેન્નારસને બહાર પાડેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રોડ પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરે ડિઝાઈન કરવા અંગેની શરત મૂકવામાં આવી હોય અથવા ઈપીસી પ્રકારના ટેન્ડર તૈયાર કરવામાં આવ્યા હોય તો સ્ટ્રક્ચરલ ડિફેક્ટ લાયેબિલિટીનો સમય 10 વર્ષનો રાખવો પડશે. કમિશનરે આદેશ આપ્યો છે કે, કોન્ટ્રાક્ટર જે ક્વોલિટી એસ્યોરન્સ પ્લાનની ગાઈડલાઈન તૈયાર કરે તેને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મંજૂર કરાવવાની રહેશે.

આ ઉપરાંત પીએમસીએ તૈયાર કરેલા માસિક પ્રગતિ અહેવાલમાં ફાઈનાન્સિયલ બીડમાં દર્શાવવામાં આવેલી સામગ્રીનો જથ્થો જે તે માસમાં થયેલી કામગીરીના જથ્થા સાથે મળતો આવે છે કે નહીં તેનો પણ અહેવાલ તૈયાર કરવાનો રહેશે. આ ઉપરાંત લેબમાં કરાવેલા કુલ ટેસ્ટની સંખ્યા પણ દર્શાવવાની રહેશે. અમદાવાદમાં છારાવારે તૂટતાં રોડની સમસ્યા હલ કરવા મ્યુનિ.એ બેંગલુરુની તર્જ પર વ્હાઈટ ટૉપિંગ રોડ કોન્ટ્રાક્ટ બનાવવા 17 કરોડનો આપ્યો છે. ગુરુકુળ રોડ પર વ્હાઈટ ટોપિંગ રોડ બનવાની શરૂઆત થઈ ગઈ છે. મ્યુનિ.નો દાવો છે કે, આ રોડ 20થી 25 વર્ષ ટકી શકે છે. જો કે, ડામરના રોડ માંડ ૩ થી ૬ વર્ષ ટકે છે. બીજો ફાયદો એ છે કે, લાંબા આવરદા છતાં વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાનો ખર્ચ 1.3 ગણો વધુ છે. ગુરુકુળ ઉપરાંત ઈસનપુરમાં પણ આ પ્રકારે રોડ બનાવવાનું આયોજન છે.

વધુમાં વાંચો… શું 2017માં પેટલ અનામત આંદોલન હતું માટે ગત વખત કરતા આ વખતે બીજેપીમાં દાવેદારો વધ્યા

ગુજરાતમાં ગત ચૂંટણી 2017માં પાટીદાર અનામત આંદોલન હતું. આ આંદોલનના વંટોળમાં એક સમયે બીજેપીનું પલળું નીચે નમતું જોવા મળ્યું હતું. જેનો સંપૂર્ણ લાભ કોંગ્રેસને બેઠા બેઠા મળ્યો હતો. જ્યારે આ વખતે એવી કોઈ હવા નથી. બીજેપી 27 વર્ષથી શાસનમાં છે.

સેન્સમાં બીજેપીમાંથી ચૂંટણી લડવા હોડ જમાવી – છેલ્લા આઠ વર્ષથી ડબલ એન્જિન રીતે બીજેપી કાર્યરત છે ત્યારે આ વખતે ઉમેદવારોએ પણ સેન્સ પ્રક્રીયામાં બીજેપીમાંથી ચૂંટણી લડવા હોડ જમાવી છે. પટેલ અનામત આંદોલનમાં જે તે ટિકિટ પર બીજેપી તરફી લડવા હારવાનો ડર કેટલાક વિસ્તારોમાં વધુ હતો. એટલે કે, પટેલ પ્રભૂત્વ ધરાવતી બેઠકો પર વધુ હતો જ્યારે આ વખતે ચૂંટણી લડવા 4340 બાયોડેટા આવ્યા છે. 2017ની ચૂંટણીમાં આવેલા ડેટા કરતા 1100થી વધુ ડેટા છે. પટેલ અનામત આંદોલન બીજેપી માટે ભારે પડ્યું હતું.

પાટીદારો રાજ્યની 71 જેટલી સીટો પર પ્રભૂત્વ ધરાવે છે, ગત વખતે બીજેપીને થયું હતું નુકશાન

2017થી લઈને અત્યાર સુધીના 5 વર્ષના હિસાબ સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિ ચૂંટણી મેદાનમાં ઝંપલાવી રહી છે હજૂ ઉમેદવારો નક્કી નથી પરંતુ ચૂંટણી મેદાનમાં ઉતરતા પટાદીરોના પ્રભૂત્વવાળી સીટોનો ફાયદો તેમને જરુરથી મળી શકે છે. પાટીદારો રાજ્યની 71 જેટલી સીટો પર પ્રભૂત્વ ધરાવે છે. સૌરાષ્ટ્રની તેમજ ઉત્તર ગુજરાતની મહેસાણા, ઉંઝા, સૂરત સહીતની સીટો વગેરે પર પ્રભૂત્વ જમાવી શકે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 28 અને કોંગ્રેસના 20 પાટીદાર ધારાસભ્યોને જીત મળી હતી. જેમાં અનામત આંદોલનની આંધીમાં ભાજપના 8 પાટીદાર ધારાસભ્યનો ઘટાડો થયો હતો અને બેઠકો પર પણ અસર પડી હતી. શું ભાજપ તરફી હવા હોવાથી દાવેદારોની ઈચ્છા વધી – સૌથી ઉત્તર ગુજરાતમાંથી ચૂંટણી લડવા દર્શાવી તૈયારી જ્યારે દક્ષિણ ગુજરાતમાં – 600થી 700 આસપાસ નોંધાયા છે જે સૌથી ઓછા દાવેદારો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં 1490 દાવેદારો નોંધાયા છે. ત્રીજા નંબર પર સૌરાષ્ટ્રમાં – 1,100 જેટલા દાવેદારો નોંધાયા છે. મધ્યગુજરાતમાં – 960 દાવેદારો નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here