અમદાવાદ : ‘હું તમારી દીકરીને પ્રેમ કરું છું. તમારાથી જે થાય તે કરી લેજો…’

File Image
File Image

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ રિક્ષાચાલક યુવક સગીરાનો પીછો કરી હેરાન કરતો હતો. આથી પરિવારે યુવકને પીછો ન કરવા સમજાવતા યુવકે ધમકી આપી હતી કે, હું તમારી દીકરીને પ્રેમ કરું છું. તમારાથી જે થાય તે કરી લેજો. આ અંગે સગીરાના પરિવારે યુવક વિરુદ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સગીરાના પરિવારે યુવકને સમજાવ્યો હતો. મળતી માહિતી મુજબ, શાહીબાગમાં રહેતા 40 વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે, મેઘાણીનગરમાં રહેતો અને રિક્ષા ચલાવનાર એક યુવક તેમની 16 વર્ષની સગીર દીકરીનો પીછો કરી હેરાન-પરેશાન કરતો હતો. કેટલીક વખત રિક્ષાચાલક યુવકે સગીરાને જાહેર માર્ગ પર રોકી તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. અવારનવાર થતી હેરાનગતિથી કંટાળી સગીરાએ આ અંગે પરિવારને જાણ કરી હતી. આથી પરિવારે ઘર પાસે આંટા ફેરા મારતા રિક્ષાચાલક યુવકને ઘર પાસે નહીં આવવા અને સગીરાનો પીછો કરી હેરાન ન કરવા સમજાવ્યો હતો.
રિક્ષાચાલક યુવકે પરિવારને જાનથી મારવાની ધમકી આપી. પરંતુ, રિક્ષાચાલક યુવકે પરિવારને ધમકી આપી હતી કે, હું તમારી દીકરીને પ્રેમ કરું છું. તમારાથી જે થાય તે કરી લેજો. આ સાથે ગાળો બોલી જાનથી મારવાની ધમકી પણ આપી હતી. આ મામલે સગીરાની માતાએ રિક્ષાચાલક યુવક વિરુદ્ધ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જાણવા મળ્યું છે કે, અગાઉ પણ યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી. છતાં યુવક સગીરાને હેરાન કરતો હતો.

પિયરે જવા પૈસા માગતા પતિએ પત્ની સાથે ઝઘડો કરી આપ્યા ત્રણ તલાક, પતિ, સસરા અને દિયર સામે મહિલાની ફરિયાદ
અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પતિ, સસરા અને દિયર સામે શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ને પતિએ ત્રણ તલાક આપ્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે મહિલાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ફતેવાડીમાં રહેતી મહિલાના વર્ષ 2019માં સમાજના રીતિ રિવાજ સાથે લગ્ન થયા હતા. લગ્નજીવનથી તેણે સંતાનમાં એક દીકરો છે. મહિલાનો પતિ રિક્ષા ચલાવી પરિવાર નું ગુજરાન ચલાવે છે. દરમિયાન મહિલાનો પતિ ઘર ખર્ચ માટે રૂપિયા આપતો નહોતો અને ગાળાગાળી કરી ઝઘડો કરતો હતો. આથી મહિલાએ આ અંગે સસરા અને દિયરને વાત કરતા તેઓ પણ પતિનું ઉપરાણું લેતા હતા અને મહિલા સાથે ઝઘડો કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. દરમિયાન મહિલાને પિયરે જવું હોવાથી તેણે પતિ પાસે પૈસા માગતા પતિએ ગાળો બોલી મારામારી કરી હતી. સાથે જ મહિલા અને દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્રણ વાર ‘તલાક, તલાક, તલાક’ કહી મહિલાને ઘર માંથી કાઢી મૂકી હતી. આથી મહિલા દીકરા સાથે તેના પિયરે આવી હતી. ત્યાર બાદ મહિલાએ આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં પતિ, સસરા અને દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read more : દિલ્હીમાં ફેરબદલની ચર્ચા વચ્ચે ગુજરાતનું રાજકારણ કેમ ગરમાઈ રહ્યું છે, શું પાટીલનું પ્રમોશન છે પાક્કુ?

ગાંધીનગર: મહેસાણા LCBએ દારૂનો જથ્થો લઈ જતા પિકઅપ ચાલકની કરી ધરપકડ, 5.67 લાખનો મુદ્દામાલ જપ્ત

મહેસાણા એલસીબીને એક મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે મહેસાણા થઈ ગાંધીનગર જનારા એક પીકએપ ડાલાને માનવ આશ્રમ પાસે રોકી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે ચાલક શાહિદ ખાન અનવર ખાન અમાનત અલીને ઝડપી લીધો હતો.
બાતમીના આધારે સોમનાથ ચોકડી પાસે વોચ ગોઠવી. મહેસાણા એલસીબીને બાતમી મળી હતી કે, એક પીકઅપ ડાલું મહેસાણા થઈને ગાંધીનગર જવાનું છે, જેમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. ત્યારે એલસીબીની એક ટીમે સોમનાથ ચોકડી પાસે માનવ આશ્રમ નજીક વોચ ગોઠવી ત્યાંથી પસાર થતા શંકાસ્પદ જણાતા એક પીકઅપ ડાલાને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ડાલામાંથી પોલીસને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી ડ્રાઇવરની ધરપકડ કરી હતી.
બાલવા ચોકડી પાસે એક શખ્સને ડિલિવરી કરવાનો હતો દારૂનો જથ્થો. પૂછપરછમાં ડ્રાઇવર શાહિદ ખાન અનવર ખાન અમાનત અલીએ જણાવ્યું કે, વિદેશી દારૂનો આ જથ્થો શ્રવણ સિંગ પરમારે ભરી આપ્યો હતો અને તેણે બાલવા ચોકડી પાસે કૌશલસિંહ રઘુસિંહ વાઘેલાને આપવાનો હતો. આ કાર્યવાહી હેઠળ પોલીસે વિવિધ બ્રાંડની 309 બોટલ જેની કિંમત આશરે રૂ.1.35 લાખ, 9 બિયર ટીન કિંમત રૂ. 26 હજાર, રૂ. 4 લાખનું પિકઅપ ડાલું , મોબાઇલ ફોન, રોકડ મળી કુલ રૂ. 5.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે કૌશલ સિંહ, શ્રવણસિંહ પરમારની શોધખોળ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here