અમદાવાદ મેટ્રો પર TAS લખવાનું પડ્યું ભારે, ઇટલીના ચાર યુવકોની અટકાયત

File Image

03 oct 22 : અમદાવાદની નવી શાન બની ગયેલી મેટ્રો પર પરવાનગી વગર ગ્રેફિટી કોતરવાની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદ મેટ્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બરે લોન્ચ કરી હતી. ત્યારથી અમદાવાદ મેટ્રો ચર્ચામાં છે અને ફેઝ-1નો રૂટ સામાન્ય લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે એપેરલ પાર્ક સ્ટેશન પર મેટ્રોમાં સ્પ્રે દ્વારા TAG લખવાની ઘટના સામે આવી છે. મેટ્રો ઓફિસરની ફરિયાદના આધારે ગુજરાત ATS અને ગુજરાત પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ઇટાલીના ચાર યુવકોની ધરપકડ કરી છે.

દુબઈથી અમદાવાદ પહોંચ્યા : ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસની તપાસમાં એ વાત સામે આવી છે કે આ યુવકો ઝનૂની રીતે ગ્રેફિટી બનાવે છે. તેણે અગાઉ કોચીમાં આખી મેટ્રો પર ગ્રેફિટી બનાવી હતી. આ પછી દિલ્હી, જયપુર અને મુંબઈમાં કરવામાં આવ્યું. મેટ્રોને બિહામણું બનાવવાની આ પાંચમી ઘટના છે. તેમની સામે ચાર એફઆઈઆર નોંધાયેલી છે. ભારત ઈટાલીના ચાર યુવકો પહેલા વિઝિટર વિઝા પર દુબઈ ગયા હતા અને મુંબઈ થઈને અમદાવાદ પહોંચ્યા હતા. ATS અને ક્રાઈમ બ્રાન્ચ મેટ્રો તરફથી ફરિયાદ મળ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

TASને કર્યું ડિકોડ : આ યુવકોએ એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચને જણાવ્યું છે કે તેમણે કોચી મેટ્રો પર બર્ન અને સ્પ્લેશ લખ્યું હતું. આ યુવકોનું કહેવું છે કે તેઓ 2019ની અમેરિકન બ્લેક કોમેડી થ્રિલર ફિલ્મ ‘બર્ન’થી પ્રેરિત છે. તેનો બીજો અર્થ ટેરરિસ્ટ એન્ટી સ્ક્વોડનો પણ છે. યુવકોનું કહેવું છે કે તેઓ રોમાંચ માટે આવું કરે છે. પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે આ યુવકો પર મેટ્રો પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવાનો અને ખોટી રીતે એન્ટ્રી કરવાનો અને 50,000 રૂ. નુકસાન કરવાનો આરોપ છે.

યુનિવર્સિટી ઓફ કેપ કોસ્ટ, ઘાના દ્વારા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે સમજૂતી કરાર થયા.

03 Oct 22 : નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે તા.1 લી ઓક્ટોબર, 2022ના રોજ ગરબા, રંગોળી, ચિત્રકામ, ફોટોગ્રાફી જેવી સ્પર્ધાઓ સહિત ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા (INI)ના ગૌરવપૂર્ણ દરજ્જાને બે વર્ષ પૂર્ણ થતાં આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.

આ દિવસે યુનિવર્સિટી ઓફ કેપ કોસ્ટ (UCC), ઘાનાએ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર સાથે સમજૂતી કરાર કર્યા હતા. આ સમજૂતી કરાર ઉપર ડો. જે.એમ. વ્યાસ, કુલપતિ, નેશનલ ફોરેન્સિસ સાયન્સિસ યુનિવર્સિટી અને પ્રો. જ્હોન્સન ન્યાર્કો બોમ્પોંગ, કુલપતિ, કેપ કોસ્ટ યુનિવર્સિટી-ઘાના દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ દ્વિપક્ષીય સમજૂતી કરાર ફોરેન્સિક સાયન્સના વિકાસમાં મદદ કરશે. બંને સંસ્થાઓ શૈક્ષણિક સહયોગ સ્થાપિત કરવા માટે સંયુક્ત રીતે કામ કરશે. NFSU ઘાનામાં વિવિધ પ્રયોગશાળાઓની સ્થાપના સાથે ફોરેન્સિક સાયન્સની વિશિષ્ટ સંસ્થા સ્થાપવા માટે યુનિવર્સિટી ઓફ કેપ કોસ્ટને સહયોગ આપશે.

આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધતા પ્રો. જ્હોન્સન ન્યાર્કો બોમ્પોંગ, કુલપતિ, યુનિવર્સિટી ઓફ કેપ કોસ્ટ-ઘાનાએ જણાવ્યું હતું કે હું NFSUને તેની બીજી વર્ષગાંઠ પર અભિનંદન આપું છું અને હું સફળતાની કામના કરું છું. તેની બીજી વર્ષગાંઠ પર, અમે NFSU સાથે દ્વિતીય સમજૂતી કરાર કર્યો છે. યુનિવર્સિટી ઓફ કેપ કોસ્ટ (UCC), ઘાના પશ્ચિમ આફ્રિકાની ટોચની યુનિવર્સિટી છે અને NFSU એ વિશ્વની પ્રથમ અને એકમાત્ર ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી છે. આ સમજૂતી કરાર થકી શૈક્ષણિક સહિતના ક્ષેત્રોમાં સંયુક્ત રીતે કામ થશે.

ડૉ. જે.એમ. વ્યાસ, કુલપતિ, નેશનલ ફોરેન્સિસ સાયન્સિસ યુનિવર્સિટીએ પોતાના અધ્યક્ષીય વક્તવ્યમાં જણાવ્યું હતું કે NFSUની સફળતા એ છે કે અમે NFSU પરિવાર તરીકે ‘વિવિધતામાં એકતા’ના એક સૂત્ર સાથે કામ કરીએ છીએ અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના “NFSUને વૈશ્વિક ફલક ઉપર શિરમોર બનાવવાના” સ્વપ્નને સાકાર કરવા નિરંતર પ્રયાસ કરી રહ્યા છીએ. ગુનાઓની તપાસ અને નિવારણમાં ઉપયોગી એવા ફોરેન્સિક સાયન્સનું મહત્ત્વ વિશ્વવ્યાપી બને તે માટે પ્રયાસ કરી રહ્યા છીએ.

ડો. જે.એમ. વ્યાસે “હિન્દી પખવાડા” તથા આ પ્રસંગે યોજાયેલી વિવિધ સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ કર્યું હતું. આ પ્રસંગે પ્રો. (ડૉ.) પૂર્વી પોખરિ યાલ, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગરએ સ્વાગત પ્રવચન કર્યું હતું. શ્રી સી.ડી. જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર, NFSUએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં પ્રો. (ડૉ.) નવીન કુમાર ચૌધરી, કેમ્પસ ડિરેક્ટર, NFSU-ગોવા; વિવિધ સ્કૂલ્સના ડીન્સ અને એસોસિયેટ ડીન્સ, અધ્યાપકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here