
11 Sep 22 : વિવાદોમાં રહેતા ઔવેસી અને એમની રાજકીય પાર્ટી ઉપર સુરત શહેરની જનતા કેમ ભરોષો કરે તેવી અનેક ઘટના જાણે રોજે રોજ સામે આવી રહી હોય તેમ aimim ના નવા નીમાયેલા સુરત શહેર પ્રમુખ દ્વારા અચાનક રાજીનામું આપતા જાણે સુરત શહેરમાં aimim સમાપ્ત થઇ ગઈ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે અગાઉના વિવાદિત પ્રમુખ વસીમ કુરેસી ની હકાલપટ્ટી પછી સમગ્ર સુરત શહેરના મુસ્લિમો દ્વારા aimim ને જાણે બાઈ કોર્ટ કરી હોય તેમ સુરત માં ઔવેસી ની પાર્ટી ગુમનામ થઇ ગઈ હતી. જ્યાં ફરી વસીમ કુરેસી ની ફેન્સ્ફોલોવિંગ જોતા વસીમ કુરેસી ને સાથે રાખી પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલા દ્વારા નવા શહેર પ્રમુખ ની નિમણુક કરી હતી. જ્યાં નવા નીમાયેલા પ્રમુખે પણ રાજીનામું આપતા ફરી વિવાદોમાં સુરત શહેર aimim આવી ગઈ છે.
ગુજરાત વિધાનસભા ચુંટણી ના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે રોજે રોજ ગુજરાતની રાજનીતિમાં ક્યાંક ને ક્યાંક ફેર બદલ ના સમાચારો સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક પાર્ટી દ્વારા ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં ગુજરાતમાં મુસ્લિમ ( માઈનોરીટી ) ના વોટ મળી શકે તેવી જનાબ ઔવેસી સાહાબ ની પાર્ટી AIMIM કે જેમાં ફરી ભૂકંપ સર્જાયું છે. જ્યાં સુરત શહેર પ્રમુખ અબ્દુલ હબીબ મોહમ્મદ આરીફ શેખ એટલે કે એડવોકેટ ગુલ્લુ ભાઈ દ્વારા રાજીનામું આપતા સુરત શહેર AIMIM કેટલી વિવાદો થી ભરેલી છે તે અહી સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે.
ગુજરાતમાં હજુ તો જનાબ ઔવેસી સાહાબ આવ્યાજ કે તેમના તે વખતના શહેર પ્રમુખ જનાબ વસીમ કુરેશી સાહાબ ને કાઢી મુકવામાં આવ્યો હતો, જ્યાં એના પહેલા ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલા દ્વારા સુરત શહેરમાં પ્રથમ શહેર પ્રમુખ ની વરણી કરવામાં આવી હતી જેમનું નામ હતું જનાબ સૈયેદ ખુર્શીદ અહેમદ સાહાબ કે જેવો માંડ માંડ પોતાની પાર્ટીને મજબુત કરવા માં લાગ્યા કે થોડાક મહિનાઓમાં જ સૈયેદ ખુર્શીદ અલી સાહાબ ને અંદરો અંદરના જૂથવાદના કારણે પોતે આખરે કંટાળી ને રાજીનામું આપવાની નોબત આવી હતી.
જ્યાં ખુર્સીદ અલી સૈયેદે રાજીનામું આપ્યું અને થોડાક સમયમાં ફરી નવા શહેર પ્રમુખ ની નિમણુંક કરવામાં આવી એ પણ ખુર્શીદ અલી ની જેમ સાબિર કાબલીવાલા દ્વારા સામજ સેવક અને માહિર ફાઉન્ડેશન ના ફાઉન્ડર એવા વસીમ કુરેશી ને AIMIM ના શહેર પ્રમુખ પદ ઉપર નિમણુક કરવામાં આવી હતી. પરંતુ ઔવેસી ની મુસ્લિમ સમાજ ની માત્ર કહેવાતી રાજનેતિક પાર્ટી વિવાદો વગર ની હોય એવું બની શકે ખરું. જ્યાં ઔવેસી સુરત આવ્યા એજ રાત્રી દરમિયાન શહેર પ્રમુખ ની પદ ઉપર રહેલા વસીમ કુરેશી ને પાર્ટીનાજ એક હોદ્દેદાર મજહર બાપુ દ્વારા મધરાત્રે હોટેલ લોર્ડઝ પ્લાઝાના ગેટ ઉપર માર મારવાની ચોકાવનારી ઘટના સામે આવી હતી.
જ્યાં મહત્વનું છે કે જ્યાં વસીમ કુરેશી ઉપર હુમલો કરવામાં આવ્યો તે સમયે બેરિસ્ટર ઔવેસી પોતે હોટેલમાં હાજર હતા છતા તે વાતને ઔવેસી દ્વારા અને સાબિર કાબલીવાલા દ્વારા નજર અંદાજ કરવામાં આવી હતી. ત્યાં વધુ એક વિવાદે ઉડાન પકડી હતી. ત્યારે આ તે વખતના શહેર પ્રમુખ વસીમ કુરેસી અને પાર્ટીનો વિવાદ એટલી હદે વકરતો ગાયો કે અંતે AIMIM પાર્ટી દ્વારા વસીમ કુરેસી અને એની સમગ્ર શહેર બોડી ને કાઢી મુકવામાં આવી હતી એટલે કે હાકલ પટ્ટી કરવામાં આવી હતી.
જ્યાં થોડા સમયમાં નવા શહેર પ્રમુખની નિમણુક કરવાની વાત આવી તો ફરી વસીમ કુરેસી ને બનાવાની વાતો શહેરમાં વહેતી થી હતી પરંતુ અનેતે નવા શહેર પ્રમુખ એટલે કે અબ્દુલ હબીબ મોહમ્મદ આરીફ શેખ એટલે કે એડવોકેટ ગુલ્લુ ને બનાવામાં આવતા સુરત AIMIM જે વસીમ કુરેસીના નામ ઉપર ચાલતી હતી તે ફરી વેર વિખર થઇ ગઈ અને નવા શહેર પ્રમુખ ગુલ્લુ દ્વારા આખી શહેર બોડીને ફરી ઉભી કરવામાં મહેનત લાગી અને નવી તેમ ત્યાર થઇ કે ફરી એક નવો વિવાદનો જન્મ થયો અને એ છે કે નવા નીમાયેલા દરેક હોદ્દેદારોને પાર્ટી દ્વારા બરખાસ્ત કરવામાં આવ્યા અને શનિવાર ની સાંજે અબ્દુલ હબીબ મોહમ્મદ આરીફ શેખ એટલે કે એડવોકેટ ગુલ્લુ શહેર પ્રમુખ AIMIM દ્વારા રાજી નામું આપતા ફરી સુરત AIMIM નું અસ્તિત્વ શંકા ના દાયરામાં આવી ગાયો છે.
જ્યાં મહત્વનું છે કે સુરત શહેરની જનતા AIMIM ઉપર ભરોષો કરે તો કેમ કરે કારણ કે પાર્ટી દ્વારા લગ ભગ એક વર્ષમાં ત્રણ શહેર પ્રમુખ ની હકાલપટ્ટી કહો કે રાજીનામું કહો એ જોતા મુસ્લિમ સમાજ પણ વિચારમાં આવી ગયું છે, જ્યાં એક તરફ વસીમ કુરેસી ની જન સેવા જે આજે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં દેખાઈ રહી છે અને મુસ્લિમ તો ઠીક પરંતુ હિંદુ પણ તેમને આવકારી રહ્યા છે તો સવાલ એ ઉભો થયો છે કે શું હવે ઓવેસી અને કાબલીવાલા દ્વારા લોકોની સેવા કરનાર અને ગરીબ બાળકોના ભળતર નો ખર્ચ ઉપાડનાર વસીમ કુરેસી ને ફરી સુરત શહેરની કમાન સોપવામાં આવશે કે પછી કોઈ નવો ચહેરો આવશે કે કોઈ નવી ટીમ ઉભી થશે તે તો આવનાર સમય બતાવશે, પરંતુ એક વાત સ્પષ્ટ થઇ ગઈ છે કે સુરતમાં AIMIM નું ભવિષ્ય શંકાના દાયરામાં આવી ગયું છે તેમાં કોઈબે મત નથી, અને આવનાર ચુંટણી પહેલા aimim માં વધુ નવા વણાંક આવે તો નવાઈ નહિ.
ત્યારે સવાલ એ થઇ રહ્યો છે કે શું સુરતમાં લોક ચાહ મેળવનાર એવા વસીમ કુરેસી ને ફરી શહેર પ્રમુખ બનાવામાં આવશે કે પછી ફરી કોઈ નવો ચહેરો આવશે તે તો ઔવેસી અને સાબિર કાબલીવાલા ની રાજનીતિ જાણે, પરતું એટલું ચોક્કસ થી કહી શક્ય કે સુરત શહેર જે વિશ્વ સ્તરે નામના મેળવી રહ્યું છે અને ત્યાં aimim ની પાર્ટીનું વારે વાર નું વિસર્જન એ અનેક સવાલો ઉભા કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.