14 Sep 22 : મસ્કતથી કોચીન જતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં ધુમાડો જોવા મળ્યા બાદ રદ કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ IX 442 મસ્કતથી કોચીન જવાની હતી. ત્યારબાદ ફ્લાઈટમાં ધુમાડો દેખાવા લાગ્યો. આ પછી ટેક ઓફ કેન્સલ કરવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે એર ઈન્ડિયા એક્સપ્રેસના વિમાનની પાછળ ઉભેલા વિમાનમાંથી ધુમાડો નીકળવાની ફરિયાદ મળી હતી. આ પછી ટેક ઓફ મોકૂફ રાખવામાં આવ્યું હતું. દુર્ઘટના સમયે પ્લેનમાં 147 મુસાફરો અને ક્રૂ મેમ્બર હાજર હતા. જોકે, તમામ સુરક્ષિત છે.

મળતી માહિતી મુજબ, ફ્લાઇટમાં 141 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર હાજર હતા. જોકે, તમામ સુરક્ષિત છે. સાથે જ એન્જિનિયરોની ટીમ વિમાનની તપાસ કરી રહી છે. આ ઘટના બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસ મુસાફરો માટે બીજા પ્લેનની વ્યવસ્થા કરી રહી છે. જેથી મુસાફરોને મસ્કતથી કોચીન લાવી શકાય.

આ ઘટના પર ડીજીસીએનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મસ્કત એરપોર્ટના રનવે પર એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ (કોચીન તરફ)ના એન્જિન નંબર 2માં ધુમાડો જોતા તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. મુસાફરો માટે રાહત ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમે ઘટનાની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરીશું.

  • ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બ્રિટનની રાણી એલિઝાબેથના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે.

14 Sep 22 : આગામી 17-19 સપ્ટેમ્બર 2022 ના રોજ ક્વીન એલિઝાબેથ II ના રાજકીય અંતિમ સંસ્કાર થવા જઈ રહ્યા છે. તે જ સમયે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારતીય સરકાર વતી શોક વ્યક્ત કરવા લંડન જશે. વિદેશ મંત્રાલયે આજે આ જાણકારી આપી. તમને જણાવી દઈએ કે મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 8 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું અને ભારતે પણ રવિવારે રાષ્ટ્રીય શોક વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રપતિ મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે જ વિદેશ મંત્રી એસ જયશંકરે 12 સપ્ટેમ્બરે અહીં બ્રિટિશ હાઈ કમિશનની મુલાકાત લીધી હતી અને ભારત વતી શોક વ્યક્ત કર્યો હતો.

વિશ્વના 500 થી વધુ મહાનુભાવો હાજરી આપે તેવી અપેક્ષા – રાજાઓ અને રાણીઓ, રાજ્યના વડાઓ, સરકારના વડાઓ, તેમજ વિદેશી મહાનુભાવો સહિત લગભગ 500 વિશ્વ નેતાઓ અંતિમ સંસ્કારમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. જે તાજેતરના ઇતિહાસમાં બ્રિટનની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી ઘટનાઓમાંની એક છે. ઉલ્લેખનીય છે કે બ્રિટનના ઇતિહાસમાં સૌથી વધુ સમય સુધી રાજ કરનાર રાણી હતી એલિઝાબેથ. દેશ તેમજ વિશ્વમાં મહારાણી એલિઝાબેથને સન્માનીય રીતે જોવામાં આવતા હતા જેથી તેની અંતિમ વિધિમાં પણ મહાનુભવો હાજર રહેશે.