ભારતીય મૂળના અજય બંગા વર્લ્ડ બેંકના નવા અધ્યક્ષ બન્યા, જાણો ભારત સાથે શું છે સંબંધ

04 May 23 : ભારતીય મૂળના ભૂતપૂર્વ માસ્ટરકાર્ડ સીઈઓ અજય બંગા (Ajay Banga) બુધવારે વર્લ્ડ બેંક (World Bank) ના આગામી પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેઓ એશિયન મૂળના પ્રથમ અધ્યક્ષ હશે. તેઓ 2 જૂન, 2023ના રોજ તેમનું પદ સંભાળશે. તેમનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે. ઉલ્લેખનીય છે કે, અજય બંગા બુધવારે 25 સભ્યોના એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા બિનહરીફ ચૂંટાયા હતા. આ પહેલા બંગા માસ્ટરકાર્ડ (Mastercard) ના સીઈઓ પણ રહી ચૂક્યા છે. તેમની પાસે નાણાકીય અને વિકાસ કાર્યોનો બહોળો અનુભવ છે. આ કાર્ય કાળમાં તેમની સામે જળવાયુ પરિવર્તન (Climate Change) નો મોટો પડકાર રહેશે. અગાઉ, વર્લ્ડ બેંકના વર્તમાન પ્રમુખ ડેવિડ માલપાસે વર્ષની શરૂઆતમાં તેમનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં જ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

જો બિડેને પદ માટે નામાંકિત કર્યા હતા. ડેવિડ માલપાસે તેમના રાજીનામાની જાહેરાત કર્યા બાદ ફેબ્રુઆરીમાં યુએસ પ્રમુખ જો બિડેને અજય બંગાને વર્લ્ડ બેંકના પ્રમુખ પદ માટે નામાંકિત કર્યા હતા. ત્યારથી, અજય બંગાનું વર્લ્ડ બેંકના પ્રમુખ બનવું લગભગ નિશ્ચિત માનવામાં આવતું હતું કારણ કે તેમની સામે અન્ય કોઈ વ્યક્તિએ તેમની ઉમેદવારી રજૂ કરી ન હતી. તેમને નોમિનેટ કરતી વખતે જો બિડેને જણાવ્યું હતું કે, બંગાને ક્લાઈમેટ ચેન્જ જેવા પડકારોનો સામનો કરવાનો ઘણો અનુભવ છે. આવી સ્થિતિમાં, તેઓ આ માટે જાહેર અને ખાનગી ક્ષેત્રમાંથી સંસાધનો એકત્ર કરવામાં સક્ષમ છે. બિડને જણાવ્યું હતું કે, અજયે ત્રણ દાયકાથી વધુ સમય વૈશ્વિક કંપનીઓના નિર્માણ અને સંચાલનમાં વિતાવ્યો છે. આ એવી કંપનીઓ છે જેણે અર્થતંત્ર તેમજ રોજગારીને વેગ આપ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, અજય બંગા આ ઐતિહાસિક ક્ષણે વર્લ્ડ બેંકની કમાન સંભાળવા સૌથી વધુ લાયક છે.

IIM અમદાવાદમાંથી MBA કર્યું – અજય બંગાનો જન્મ 10 નવેમ્બર 1959ના રોજ મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો. તેમના પિતા હરભજનસિંહ બંગા ભારતીય સેનામાં સેવા આવી હતી. તેઓ ભારતી સેનામાં લેફ્ટનન્ટ જનરલ હતા. તેમણે જાલંધર અને શિમલામાંથી સ્કૂલિંગ એજ્યુકેશન મેળવ્યું હતું. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે અને IIM અમદાવાદ માંથી MBA કર્યું છે. 2016માં ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત પણ કર્યા છે.

ભારત સરકારે વર્ષ 2016માં આપ્યો પદ્મશ્રી – ભારત સરકારે નાણાકીય ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ વર્ષ 2016માં અજય બંગાને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. તેઓ 2 જૂન, 2023 ના રોજ વિશ્વ બેંકના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળશે. તેમની સામે ઘણા નવા પડકારો છે. આમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે ક્લાઈમેટ ચેન્જમાં ખાનગી ક્ષેત્રનો હિસ્સો વધારવો.

વધુમાં વાંચો… વધુ એક IT કંપની કરશે કર્મચારીઓને છુટ્ટા, 3,500 કર્મચારીઓને કાઢશે Cognizant

અમેરિકા સહિતના યુરોપિયન દેશોમાં પ્રવર્તતી મંદીના કારણે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) કંપનીઓની કમાણીને અસર થઈ છે. આ કારણે તેની કમાણી ઝડપથી ઘટી ગઈ છે. તે જ સમયે, કંપનીઓએ કોરોના પછી તરત જ મળેલા ઓર્ડરને પૂર્ણ કરવા માટે મોટી સંખ્યામાં કર્મચારીઓની ભરતી કરી હતી. હવે જ્યારે કમાણી ઘટી છે ત્યારે કંપનીઓ સતત છટણી કરી રહી છે. આ શ્રેણીમાં, અન્ય IT કંપની કોગ્નિઝન્ટે 3,500 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ, વિશ્વની સૌથી મોટી ટેક કંપનીઓમાં લગભગ 1.5 લાખ કર્મચારી ઓની છટણી કરવામાં આવી છે. જે કંપનીઓએ સામૂહિક છટણી કરી છે તેમાં ફેસબુક, ગૂગલ, એમેઝોન જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

કંપનીનો નફો ઘટ્યો. કોગ્નિઝન્ટે વાર્ષિક ધોરણે નફામાં નજીવા 3 ટકાનો વધારો નોંધાવ્યો હતો. તે જ સમયે, કંપનીની આવક $4.81 બિલિયન પર આવી ગઈ. વાર્ષિક ધોરણે આવકમાં 0.3 ટકાનો ઘટાડો થયો છે. વધુમાં, કોગ્નિઝન્ટનું માર્જિન હાલમાં 14.06 ટકા છે, જે ટેક મહિન્દ્રાની બરાબર છે. આઈટી ઉદ્યોગમાં આ સૌથી નીચો છે. આખા વર્ષ માટે, કંપનીએ એડ જસ્ટેડ ઓપરેટિંગ માર્જિન 14.2 થી 14.7 ટકાની રેન્જમાં રહેવાની આગાહી કરી છે. કોગ્નિઝન્ટે સંપૂર્ણ વર્ષ માટે $19.2 થી 19.6 બિલિયનની આવકનું લક્ષ્ય રાખ્યું છે. એકંદરે કંપની ની કમાણી ઘટી છે. આ કારણે કંપની પર ખર્ચ ઘટાડવાનું દબાણ વધી ગયું છે. ખર્ચ ઘટાડવા માટે કેટલીક ઓફિસો પણ બંધ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર ખર્ચ ઘટાડવા માટે કંપની પોતાની કેટલીક ઓફિસો પણ બંધ કરશે. તમને જણાવી દઈએ કે કોગ્નિઝન્ટ યુએસમાં સ્થિત છે, પરંતુ ભારતમાં તેની કામગીરીનો મોટો હિસ્સો છે. કોગ્નિઝન્ટ એકમાત્ર ટેક કંપની નથી જેણે તાજેતરમાં છટણીની જાહેરાત કરી છે. વિપ્રો, એમેઝોન, એક્સેન્ચર,ઈન્ફોસીસ,આઈબીએમ, ગૂગલ, મેટા અને ટ્વિટર જેવી કંપનીઓએ પણ છેલ્લા કેટલાક મહિનામાં કર્મચારી ઓને છુટ્ટા કર્યા છે. એવું કહેવું ખોટું નથી કે ટેક સેક્ટર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને હજારો લોકો નોકરીમાંથી છૂટા થયા પછી નોકરી શોધી રહ્યા છે.

વધુમાં વાંચો… ભારતીયો માટે ગર્વ કરવા જેવી વાત! જાણો કેટલા લાખ અમેરિકનોને નોકરી આપે છે ભારતીય કંપનીઓ

અત્યાર સુધી આપણે ભારતમાં સાંભળતા આવ્યા છીએ કે વિદેશી કંપનીઓ ભારતમાં આઉટસોર્સિંગ દ્વારા નોકરીઓ આપી રહી છે. સરકારો પણ વિદેશી મૂડીરોકાણ સાથે રોજગારના આંકડાઓ જાહેર કરે છે. પરંતુ આજની દુનિયામાં ભારતીય કંપનીઓનો પ્રભાવ પણ ઝડપથી વધી રહ્યો છે. હવે ભારતીય કંપનીઓ વિશ્વની મહાસત્તા અમેરિકામાં માત્ર રોકાણ જ નથી કરી રહી, પરંતુ ત્યાંના લોકોને રોજગાર પણ આપી રહી છે. તાજેતરના એક અહેવાલમાં ખુલાસો થયો છે કે અત્યાર સુધીમાં 163 ભારતીય કંપનીઓએ યુએસમાં $40 બિલિયનથી વધુનું રોકાણ કર્યું છે. એટલું જ નહીં, આ રોકાણથી ભારતીય કંપનીઓએ અમેરિકામાં લગભગ 4,25,000 નોકરીઓનું સર્જન કર્યું છે. આ હકીકત એક સર્વેમાં સામે આવી છે.કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ના ‘ઈન્ડિયન રૂટ્સ, અમેરિકન સોઈલ’ શીર્ષકવાળા સર્વેને બુધવારે અમેરિકામાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારતમાં અમેરિકી રાજદૂત નિયુક્ત એરિક ગાર્સેટ્ટી પણ હાજર હતા. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતીય કંપનીઓએ અમેરિકામાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પર લગભગ $185 મિલિયનનો ખર્ચ કર્યો છે.

અમેરિકા સ્થિત સંશોધન અને વિકાસ પ્રોજેક્ટ્સમાં તેમનું ભંડોળ લગભગ એક અબજ ડોલર છે. ભારતીય કંપનીઓના પ્રતિનિધિઓની વિશાળ સભાને સંબોધતા સંધુએ કહ્યું, “ભારતીય કંપનીઓ અમેરિકામાં તાકાત, લડાઈની ભાવના અને સ્પર્ધાત્મકતા લાવી રહી છે. તેઓ નોકરીઓનું સર્જન કરી રહ્યા છે અને સ્થાનિક સમુદાયોને ટેકો આપી રહ્યા છે.” ભારતીય કંપની ઓના પ્રતિનિધિઓ અહીં એક કોન્ફરન્સમાં ભાગ લેવા આવ્યા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે 163 ભારતીય કંપનીઓએ યુએસમાં $40 બિલિયનથી વધુનું રોકાણ કર્યું છે. આનાથી દેશમાં લગભગ 4,25,000 નોકરીઓનું સર્જન થયું છે. CIIના ડાયરેક્ટર જનરલ ચંદ્રજીત બેનર્જીએ જણાવ્યું કે, “ભારતીય કંપનીઓએ યુએસ માર્કેટમાં તેમની લડાઈ ક્ષમતા અને પ્રતિબદ્ધતા દર્શાવી છે. અહીં રોકાણ વધારવાની સાથે તેમણે રોજગારીનું સર્જન પણ કર્યું છે અને વિવિધ ક્ષેત્રોમાં વૈવિધ્યીકરણ કર્યું છે.” ભારતીય કંપનીઓ દ્વારા સર્જાયેલી નોકરીઓથી લાભ મેળવનાર ટોચના દસ રાજ્યોમાં ટેક્સાસ (20,906 નોકરીઓ), ન્યુયોર્ક (19,162 નોકરીઓ), ન્યુ જર્સી (17,713 નોકરીઓ), વોશિંગ્ટન (14,525 નોકરીઓ), ફ્લોરિડા (14,418 નોકરીઓ), કેલિફોર્નિયા (14,334 નોકરીઓ), જ્યોર્જિયા (13,945 નોકરીઓ), ઓહિયો (12,188 નોકરીઓ), મોન્ટાના (9,603 નોકરીઓ), ઇલિનોઇસ (8,454 નોકરીઓ)નો સમાવેશ થાય છે.

વધુમાં વાંચો… 30 જૂન સુધી આધાર સાથે પેનને લિંક કરાવી લેજો, નહીંતર અટકી જશે આ 5 મહત્ત્વપૂર્ણ કામ
જો તમારું આધાર પેન સાથે લિંક નથી તો સાવધાન થઈ જાવ. કારણ કે સરકારે પેનને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ નક્કી કરી દીધી છે. જો કોઈ કારણોસર તમે છેલ્લી તારીખ સુધી આ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરી શકતા નથી, તો તમારે ભારે દંડ ભરવો પડશે. એટલું જ નહીં તમારું કાર્ડ પણ નિષ્ક્રિય થઈ જશે. જેના પછી કોઈ બેંક તમને લોન નહીં આપે. કારણ કે, તમામ નાણાકીય જરૂરિયાતો માટે પેન કાર્ડ મુખ્ય દસ્તાવેજ છે. એટલા માટે સમયસર પેનને આધાર સાથે લિંક કરાવી લો. જેથી પાછળથી કોઈપણ મુશ્કેલીથી બચી શકાય.

પેન થઈ જશે નિષ્ક્રિય. જો તમે છેલ્લી તારીખ એટલે કે 30મી જૂન સુધીમાં આધારને પેન સાથે લિંક નહીં કરો, તો તમારું પેન નિષ્ક્રિય થઈ જશે. ત્યાર બાદ જ્યાં પણ પેન કાર્ડની જરૂર પડશે તમારું કામ ત્યાં જ અટકી જશે. કારણ કે પેન કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. કોઈપણ નાણાકીય જરૂરિયાતમાં તમારે ફક્ત પેન કાર્ડની જરૂર હોય છે. ખાસ કરીને તમને કોઈ પણ બેંકમાંથી લોન નહીં મળે. તેની સાથે મોબાઈલ ફોન, એસી સહિતની ઘણી એવી વસ્તુઓ છે જેનું ફાઇનાન્સ પેનના આધારે કરવામાં આવે છે.બેંક એકાઉન્ટ નહીં ખોલાવી શકો. જો પેન નિષ્ક્રિય હશે તો કોઈ બેંક તમારું ખાતું ખોલશે નહીં. કારણ કે ખાતું ખોલવા માટે આધાર કરતાં પેન કાર્ડ વધુ જરૂરી દસ્તાવેજ છે. એટલું જ નહીં તમે ITR પણ ફાઇલ કરી શકશો નહીં. કારણ કે રિટર્ન ભરવા માટે પણ પેન કાર્ડ જરૂરી છે. એટલું જ નહીં જો તમારી પાસે પહેલેથી જ એકાઉન્ટ છે, તો 50,000 રૂપિયાથી વધુની લેવડદેવડ શક્ય નહીં હોય. જો તમે PAN ને આધાર સાથે લિંક કરી શકતા નથી, તો પછી તમે incometaxindiaefiling.gov.in પર જઈને સરળ પ્રક્રિયા પછી લિંક કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here