
03 Dec 22 : લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા (પ્રવક્તા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ) વણોલ મનોજભાઈ ની એક સંયુક્ત યાદી જણાવે છે કે તારીખ 1 ડિસેમ્બર 2022 ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કારણે સરકારી સ્ટાફ ચૂંટણીમાં રોકાયેલો હોય તેવા ચૂંટણી ફરજ બજાવનારા 12000 થી વધુ કર્મચારીઓને તારીખ 2 ડિસે.ના રોજ ઓન ડ્યુટી રજા જાહેર કરતા સરકારી કચેરીઓ ખાલીખમ્મ રહી હતી. અને ચૂંટણી ફરજ માં રોકાયેલ સ્ટાફ ની રજાની ઓથમાં અન્ય કર્મચારીઓ કે જે ચૂંટણીઓમાં રોકાયેલ ન હતા. તેવા કર્મચારીઓએ પણ રજા રાખવામાં આવેલ હોય એવો આભાસ થતાં સરકારી કચેરીઓ ચોકીદાર સિવાય કોઈ હતું નહીં અને લોકોને પણ પોતાના કામકાજ અર્થે ધરમ ધક્કા ઓ થયા હતા.
આવી જ એક કચેરી આજી ઇન્ડસ્ટ્રીયલ પેટા વિભાગીય કચેરી (PGVCL) મા લોક સંસદ વિચાર મંચના સદસ્ય વણોલ મનોજભાઈ માવજીભાઈ પોતાનું લાઈટ બિલ બપોરના ૨-૪૦ કલાકે ભરવા જતા આ કચેરીમાં કેસ બારી પર કોઈ કર્મચારી હાજર હતા નહીં. એટલું જ નહીં પરંતુ એક પણ જવાબદાર અધિકારી આ કચેરીમાં ઉપસ્થિત હતા નહીં ફક્ત ચોકીદાર સિવાય કચેરીમાં કાગડા ઉડતા હોય કચેરી ખાલીખમ્મ હોવાથી આ કચેરીમાં ગુટલી બાજોનું રાજ હોય તેવો આભાસ થતો હોવાને પગલે કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા ને આ અંગે મનોજભાઈએ વાકેફ કરતા પીજીવીસીએલના સુપ્રિન્ટેન્ડેન્ટ ઇજનેર અને કચેરીના ડેપ્યુટી ઇજનેર પી. જી. લાઠીયાને ફોન દ્વારા બંધ કેસ બારી બાબતે ફરિયાદ કરવામાં આવી અને જણાવ્યું કે આ કચેરીમાં કેશબારી બપોરના ૨-૩૦ ખુલવી જોઈએ જે હજી ખુલ્લી નથી બપોરના ૩-૦૦ કલાકનો સમય થયો હતો અંતે ઉચ્ચસ્તરીય રજૂઆતને પગલે બપોરના ૩-૧૦ કલાકે બારી ખોલવામાં આવેલ હતી. કેશ બારી 40 મિનિટ મોડી ખોલવામાં આવતા અને ગ્રાહકો જે બિલ ભરવા આવેલ હતા તેઓને ધરમ ધક્કા ઓ થયા હતા.
એક તબક્કે સુપ્રિન્ટેન્ડેન્ટ ઇજનેરે એવું જણાવ્યું કે તમે અન્ય જગ્યાએ પણ બિલ ભરી શકો છો. જોકે બારી બંધ છે એ બાબતે તપાસ કરી પગલા ભરવાની સ્પષ્ટતા કરવાને બદલે આ પ્રકારનો સરકારી જવાબ જવાબદાર અધિકારી દ્વારા આપવામાં આવેલ હતો. અંતે ટેલિફોનિક ફરિયાદ બાદ તંત્રને બારી ખોલવાની ફરજ પડી હતી અને કર્મચારી ઉપસ્થિત થયા હતા. તેમ અંતમાં ગજુભા અને મનોજભાઈ ની યાદીમાં જણાવ્યું છે.
વધુમાં વાંચો…. પ્રેસ કોન્ફરન્સ માં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપ ત્રિવેદી એ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા ના સાથીદારો ના સ્વાગત અને અભિવાદન કર્યું.
પરમ દિવસે મતદાન ની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે અમે સૌ કોંગ્રેસ પરિવાર મતદારો નું અને મતદાન ની પ્રક્રિયા મા સંકળાયેલા તમામ અધિકારીઓ વહીવટી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ અને તમામ પ્રેસ મીડિયા ના જાગૃત પત્રકારો અને ટીમ નો આભાર માન્યો હતો વિશેષમાં જણાવ્યું હતું કે સૌ નો સહયોગ અને ઉત્સાહ વિશેષ રહ્યો એટલું જ નહીં કોંગસને પણ સાંપડયો એ બદલ પુનઃ સર્વેને આભાર માન્યો હતો.
કોંગ્રેસ પરિવાર આ ચૂંટણીનું પરિણામ બાકી છે ત્યારે એટલુંજ આપનું ધ્યાન દોરવા માંગે છેકે આ માત્ર શરૂઆત છે હવે સમગ્ર કોંગ્રેસ પરિવાર એકજુથ થઈ આવનાર દરેક ચૂંટણી ઓમાં પ્રજાનો અભૂતપૂર્વ વિશ્વાસ સંપાદન કરશે તેવું પ્રદીપભાઈ ત્રિવેદી એ જણાવ્યું હતું.
ઇન્દ્રનીલ રાજગુરુ પુર્વ ધારાસભ્ય અને ઉમેદવાર વિધાનસભા ૬૮-રાજકોટ પૂર્વ બેઠક તેઓએ જણાવ્યું હતુ કે કોંગ્રેસ એક અને ભાજપ વેરવિખેર આ સ્થતી આખા રાજકોટ ના લોકો સહિત આપે સૌ એ નીહાળી અનેક જૂથમાં બટાયેલું ભાજપ અને નેતાગીરી વગરનું કહીએ તો એવું ભાજપ એમાં જે મતદાન ઓછું થયું લોકોએ એમની નારાજગી દેખાડી એમ ભાજપના કાર્યકર ને પણ બધી અસર થતી હતી અને અવસ્થા હતી ત્યારે ભાજપનો કાર્યકર પણ ચૂંટણી દરમિયાન ખૂબ નિષ્ક્રિય રહ્યા મહેનત એની અને જ્યારે કોઈ કાર્યકર મહેનત કરતો હોય છાસ વલોણે ચડાવે માખણ ઉતરે તો એ માખણ કાર્યકરો સુધી પહોંચે તો એનો વાંધો ન હોય પણ ભાજપના એજન્ડામાં એ માખણ ઉતરે ઇ માખણ ગણ્યા ગાંઠયા લોકો માટે જ રહે ભ્રષ્ટાચાર ની ગંગાઓ વહે છે રાજકોટ ની પ્રજા ને અમો વચન આપીએ છીએ કે કયાંક ને ક્યાંક અમે એકજુથ નથી એવી આપ લોકોની લાગણી પરંતુ, અમારા મતભેદ હતા મનભેદ નહોતા અમારું જે કાંઈ હોય એ લોકો સમક્ષ હોય અમે એક હોય તો પણ લોકો સમક્ષ હોય અને થોડા વાંધા હોય તો પણ લોકો સમક્ષ હોય અને અમારા મતભેદ પણ લોકો સુધી પહોંચે પરંતુ ભાજપના લોકોમાં મનભેદ પણ છે અને મતભેદ પણ છે કેમકે ન્યા લાભલાભમાં કોનો વારો આવે એની જ હરીફાઈ હોય છે ત્યારે અમારો વૈચારિક ભેદ પણ મૂકીને અમો એકજુટ થઈ અને લોકોના દિલ જીતઈશું ન કેવળ દિલ જીતશું પણ રાજકોટ કોર્પોરેશનની અવ્યવસ્થાઓ ને ઓવરકમ કરવા માટે એકજુટ થઈ કોર્પોરેશનમાં ખૂબ સરસ મજાની ટિમ બનાવશું કે જે ટિમ લોકોનું ખરા અર્થમાં કામ કરે ભ્રષ્ટાચાર ન કરે એવી રીતે અમો આવતા દિવસો માં ભાજપ સામે લડતા દેખાશું. ભાજપનો ગઢ છે અમો તોડવાના છીએ જ્યાં સુધી પૂરેપૂરો ન તૂટે ત્યાં સુધી મહેનત કરવાના છીએ એટલી જ વાત કરવા પ્રજાસમક્ષ અમો ચૂંટણી પત્યા પછી અને મતગણતરી પહેલા લોકોને જણાવવા માંગીએ છીએ સૌને જય હિન્દ…
હિતેશભાઈ વોરા..પૂર્વ પ્રમુખ રાજકોટ જિલ્લા કોંગ્રેસ અને ઉમેદવાર વિધાનસભા૭૦-રાજકોટ દક્ષિણ તેઓએ જણાવ્યું હતું કે જૂનું એ સોનુ આખા રાજકોટ ના મતદારભાઈ ઓ એ સ્વીકાર્યું કે જે કાંઈ આ દેશનું ઉત્થાન કર્યું એ કોંગ્રેસે કર્યું ત્યારે આ વખતે2022 ની ચૂંટણી માં જે અશક્ય હતું એ અમોએ શક્ય કર્યું ત્યારેએક પ્રસંગ યાદ કરતા જણાવ્યું હતું કે કુટુંબ ભાવનાનો જ્યારે કોંગ્રેસ પરિવાર એક છે ત્યારે મહાભારત ના યુદ્ધ ની અંદર પાંચ ગામ પણ નહોતા આપ્યા ત્યારે દુર્યોધન મરણ પથારી એ હતા ત્યારે એના દીકરા નો હાથ યુધિષ્ઠિરના હાથમાં આપ્યો હતો ત્યારે આવી ભાવના થી અમારા કોંગ્રેસ પરિવારે સમગ્ર રાજકોટ માં એકજુટ થઈ ને લડ્યા હતા ત્યારે વિશેસમાં આપ બધા અને મતદારભાઈઓ બહેનો નો અમો કોંગ્રેસ પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રેસ કોન્ફરન્સ માં રાજકોટ શહેર કોંગ્રેસ પરિવાર ના પ્રદિપ ત્રિવેદી, ઈન્દ્રનિલ રાજગુરુ, હિતેશભાઈ વોરા, મહેશભાઈ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી, ડી.પી.મકવાણા, ગાયત્રીબા વાઘેલા, ગોપાલ અનડકટ, પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા.