આણંદના તાલુકાઓમાં સસ્તા અનાજની દુકાનો પર સડેલા ઘઉંનું વિતરણ કરાયાનો આક્ષેપ

File Image
File Image

27 Nov 22 : આણંદમાં સસ્તા અનાજની 80 જેટલી દુકાનો પર સડેલા ઘઉંનું વિતરણ કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આણંદ જિલ્લામાં આંકલાવ તાલુકા સહિત અન્ય તાલુકા ઓમાં બીજા તબક્કામાં સરકારી ગોડાઉનમાંથી ફાળવવામાં આવેલ ઘઉંના જથ્થાની સસ્તા અનાજના સંચાલકો દ્વારા સળેલો જથ્થો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે હોબાળો મચી જવા પામ્યો હતો. મોટાભાગની સસ્તા અનાજની દુકાનો પર અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે આણંદ જિલ્લાના કેટલાક ગામોમાં સડેલા અનાજનું વિતરણ થતાં ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. આંકલાવમાંથી એવી ફરીયાદો પણ સામે આવી હતી કે, આ વખતે ઘઉંનો કેટલોક જથ્થો સડી ગયો છે. જેમાં ફરિયાદો કરવામાં આવી રહી છે.

સસ્તા અનાજની દુકાનો અને જિલ્લાની અન્ય તાલુકાઓમાં 80થી વધુ સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજનો જથ્થો બળી ગયો હોવાની ફરિયાદો મળી છે. જિલ્લામાં 30 ટકા દુકાનો માંથી સડેલા ઘઉં મળી આવ્યા છે તે પ્રકારની વિગતો પણ સામે આવી રહી છે. પંડિત દીનદયાલ સરકારની સસ્તા અનાજની દુકાનો છે. દુકાન સંચાલક દ્વારા રેશનકાર્ડ ધારકોને મફત ઘઉંનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે સસ્તા અનાજની દુકાનોમાં સડેલા અનાજની વાત પણ સામે આવી છે. કેટલાક ભ્રષ્ટાચારીઓના કારણે ગરીબોને આ મુસીબતોનો સામનો કરવો પડી શકે છે. ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ થાય તો તેમાં મોટું કૌભાંડ બહાર આવે તેવી શકયતાઓ પણ છે.

વધુમાં વાંચો… મોડાસા રૂરલ પોલીસે પેલેટ ચોકડી નજીકથી રાજસ્થાનના 3 વર્ષથી નાસતા-ફરતા બુટલેગરને કોર્ડન કરી ઝડપ્યો

વિધાનસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થાય તે માટે અરવલ્લી જીલ્લા SP સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા કમર કસી છે મોડાસા રૂરલ પોલીસે છેલ્લા કેટલાક સમયથી નાસતા-ફરતા રાજસ્થાની બુટલેગરને પેલેટ હોટલ પાસેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુન્હાનો રાજસ્થાનના ભુવાલી ગામનો શાંતિલાલ કમજી ડામોર નામનો આરોપી મોડાસા શહેરની મેઘરજ બાયપાસ ચોકડી નજીક પેલેટ હોટલ પાસે આવવાનો હોવાની બાતમીના આધારે પોલીસે પેલેટ હોટલ નજીક વોચ ગોઠવી શાંતિલાલ ડામોર આવતા પોલીસે કોર્ડન કરી દબોચી લેતા ત્રણ વર્ષથી પોલીસને ખો આપતા બુટલેગરના મોતિયા મરી ગયા હતા મોડાસા રૂરલ પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ચૂંટણી પહેલા પોલિસ તંત્ર દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે ત્યારે મોટી સંખ્યામાં આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી છે. ત્યારે નસતા ફરતા આરોપીને પોલિસે પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે, જોકે હજુ પણ પોલિસ દ્વારા વિદેશી દારૂ પકડવામાં આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here