
રાજ્યમાં આ મહિનામાં ફરીથી વરસાદ ખાબકશે. વિવિધ ભાગોમાં 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન ફરીથી વરસાદી માહોલ જામશે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાર્વત્રિક વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ખેડૂતો માટે ફરીથી આ ખુશીની સમાચાર છે.
રાજ્યમાં જૂન-જુલાઈ બાદ સાર્વત્રિક વરસાદને જાણે બ્રેક વાગી ગઈ છે ત્યારે ફરીથી ચોમાસું સક્રીય બનશે. રાજ્યમાં 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.વરસાદી સિસ્ટમ સક્રીય થતા 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અરબ સાગરમાં સિસ્ટમ સક્રીય થઈ છે. બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર સિસ્ટ બનતા વરસાદી માહોલ ફરીથી જામશે. 14 સપ્ટેમ્બરે આ સિસ્ટમ વધુ મજબૂત રીતે સક્રીય થશે.આહવા, ડાંગ, ધરમપુર, કપરાડા,સુરત,નવસારી,સૌરાષ્ટ્રમાં 19 તારીખ આસપાસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 22 તારીખ આસપાસ સૌરાષ્ટ્ર,કચ્છ સહીતના તમામ ભાગોમાં વરસાદી માહોલ જામશે. સુરત, નવસારી, ભરુચમાં સપ્ટેમ્બરના એન્ડમાં પણ વરસાદ ખાબકી શકે છે.
રાજકોટથી દીવ પરત જતા પરિવારને નડ્યો અકસ્માત
રજાઓ પૂરી થઈ તે પહેલા સર્જાયો ગોઝારો અકસ્માતમાં બે લોકોએ પોતાના જીવ ગુમાવતા પરિવારમાં અરેરાટી પ્રસરી હતી. રાજકોટથી પરત પોતાના ઘેર ઘોઘલા જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં સાસુ વહુના કમ કમાટી ભર્યા મોતની નિપજ્યા હતા જ્યારે ગાડી ચલાવનાર પિતા અને પુત્ર તથા પુત્રી ને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર મૂળ દીવ પાસે આવેલ ઘોઘલાનાં વતની પરિવાર રાજકોટ આવ્યો હતો. ત્યાર બાદ કાલે મોડી રાત્રે પરત પોતાના વતન ઘોઘલા જઈ રહ્યો હતો ત્યારે કાર ચલાવનાર કાર પરથી કાબૂ ગુમાવતા કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ અને ત્યાં રહેલ ઝાડ સાથે પટકાઈ.
આ અકસ્માત એટલો ભયંકર અને ગોઝારો હતો કે કાર ચલાવનાર ના મતા તથા પત્નીનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું જ્યારે કાર ચલાવનાર પિતા અને તેના પુત્ર અને પુત્રીને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના બનતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી ત્યારે પોલીસમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર પ્રદીપ ભાઈ કાર ચલાવતા હતા જેમાં તેમની પત્ની હેમલતા, માતા તારાવંતીબેન પુત્ર પુનિત અને પુત્રી મયુરી સવાર હતા. જેમાં કાર ચાલક પ્રદીપ ભાઈ અને પુત્ર પુનિત અને પુત્રી મયુરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે તેમના માતા તારાવંતીબેનઅને પત્ની હેમલતા બેનનું મોત નિપજ્યું હતું જેથી પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. કાર ચાલકની બેદરકારીને કારણે કાર પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાથી પોલીસે કાર ચાલક પર કેસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ શહેરને મળ્યા નવા મહિલા મેયર, જાણો કોને મળ્યો આ કાર્યભાર
જે પદને લઈને ચર્ચા હતી તેવા અમદાવાદમાં નવા મેયર તરીકેનું નામ સામે આવી ગયું છે. અમદાવાદના નવા મેયર તરીકે પ્રતિભા જૈનની વરણી કરવામાં આવી છે. અનેક તર્ક વિતર્ક નવા નામોને લઈને સેવાઈ રહી હતી ત્યારે આખરે આ નામની આજે જાહેરાત કરી દેવામાં આવી છે. અમદાવાદમાં મહિલા મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. આજે અમદાવાદ અને વડોદરાના મેયરના નામોની જાહેરાત કરવામાં આવી હતી. અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા આ વખતે મેયર તરીકે મહિલાની સીટ અનામત હોવાથી મહિલા મેયર પ્રતિભા જૈન બન્યા છે. આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સામાન્ય સભામાં મેયર તરીકે પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દેવાંગ દાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ડેપ્યુટી મેયરની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઘાટલોડીયા વોર્ડના કોર્પોરેટર જતીન પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. પ્રતિભા જૈન શાહીબાગ વોર્ડના કોર્પોરેટર છે. અઢી વર્ષ માટે મહિલા મેયરની સીટ અનામત હતી માટે તેમના નામ પર મહોર મારવામાં આવી છે.
મોડાસાના મેઘરજ રોડ પર 5 દુકાનોમાં ચોરીની ઘટનાના પગલે વેપારીઓમાં ફફડાટ, અરવલ્લી પાર્લર ચોર માટે લકી દર વર્ષે ચોરી
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં તસ્કર ટોળકીએ તળખળાટ મચાવતા મેઘરજ રોડ પર એક સાથે પાંચ દુકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે, તસ્કરોને ફેરો માથે પડ્યા જેવો ઘાટ સર્જાયો હતો એક જ દુકાનમાંથી એક હજારથી વધુ રોકડ રકમ હાથ લાગી હતી. તસ્કર ટોળકી માટે અરવલ્લી પાર્લર હોટ ફેવરેઇટ હોય તેમ દર વર્ષે એક વાર ચોરો ત્રાટકી સીસીટીવી કેમેરાનું વાયર કાપી નાખી ચોરીનો પ્રયાસ કર્યો હતો. ટાઉન પોલીસ નાઈટ પેટ્રોલિંગ અને હોમગાર્ડ પોઈન્ટ વધુ ફાળવેની માંગ પ્રબળ બની હતી. મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલ કિરાણા સ્ટોર્સ, પાન પાર્લર અને સલૂન, બ્યુટી પાર્લર સહીત 5 દુકાનોમાં શનિવારે રાત્રીના સુમારે ટાસ્કરો ત્રાટકી દુકાનોના શટર ઉંચા કરી તાળા તોડી નાખી દૂકાનો ઘમરોળી નાખી હતી. જો કે દુકાનોમાંથી રોકડ રકમ કે કિંમતી ચીજવસ્તુ ચોર ટોળકીને હાથ ન લાગતા તસ્કરીનો ફેરો માથે પડ્યો હતો. તસ્કરોએ 5 દૂકોનોમાં ચોરીનો નિષ્ફ્ળ પ્રયાસ કરતા વેપારીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તસ્કરોને ફેરો માથે પડતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો.