15 Sep 22 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કોર્પોરેશન દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં અમદાવાદની એલ.જી. મેટ કોલેજનું નામ બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કોલેજ હવે નરેન્દ્ર મોદીના નામે ઓળખશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ અંગે કોર્પોરેશન દ્વારા એક પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે જેમાં અમદાવાદ શહેરમાં મણિનગર વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં આવેલ મેટ કોલેજનું નામ નરેન્દ્ર મોદી મેટ કોલેજ તરીકે કરવામાં આવ્યું છે. આ નામ એવા સમયે ફેરવવામાં આવ્યું છે કે જયારે આગામી બે દિવસ બાદ 17મી તારીખે ભારતના પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે.

આ આગાઉ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું હતું અને આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ તરીકે પ્રસ્થાપિત થયું હતું જેનું ઉદ્ઘાટન પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ દ્વારા 2021માં કરવામાં આવ્યું હતું. હવે વધુ એક કોલેજને નરેન્દ્ર મોદી નામ આપવામાં આવ્યું છે.

  • બનાસકાંઠાના પાંથાવાડા, દાંતીવાડા, ડીસા ના ગૌસેવકો તેમજ ધાનેરા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા ગૌમાતા ને ન્યાય માટેના બેનરો લગાવવામાં આવ્યા.

15 Sep 22 : ગૌમાતા કે જે હિન્દુ ધર્મમાં માતાનો દરજ્જો આપવામાં આવેલ છે કે જેને અત્યારે લંપી નામના ભયંકર રોગ ચાળામાં સપડાયેલ છે શ્રી સરકારે આજથી સાત મહિના પહેલા ગૌશાળા અને પાંજરાપોળને 500 કરોડ રૂપિયાની આપવાની જાહેરાત કરેલી જે આજ દિન સુધી એક રૂપિયો પણ નથી આપેલ બીજું કે આ જાહેરાત બાદ ગૌશાળાઓમાં બીજા લોકોનું દાન આવતું હતું તે પણ આવતું બંધ થયું જેના લીધે ગાય માતાને યોગ્ય સારવાર ન મળવાના લીધે તેમ જ લંપી નામના આ રોગચાળા ના લીધે અત્યંત દયનીય પરિસ્થિતિનું નિર્માણ થયું છે

આજે રોજની 200થી વધારે ગાયો દર્દનાક મૃત્યુ પામી રહી છે ત્યારે હિન્દુઓના હૃદય કંપની ગયેલા છે જે અનુસંધાને ગૌરક્ષકો અને એ એચપી રાષ્ટ્રીય બજરંગ દળ ટીમ સાથે મળી સંપૂર્ણ બનાસકાંઠામાં 2 હજાર થી વધારે ગાય માતાને સરકાર દ્વારા યોગ્ય સારવાર વેક્સિન અને જે જાહેરાત કરેલી પાંચસો કરોડની એ આપવા સરકાર જાગૃત થાય એ માટે જાહેર જગ્યાઓએ તેમજ સરકારી કચેરીઓ પર ગૌમાતા ને ન્યાય માટેના બેનરો લગાવવામાં આવ્યા.