પુતિનને મોટો ઝટકો આપવાની તૈયારીમાં અમેરિકા, G 7 દેશો સાથે બનાવી આ યોજના

03 Sep 22 : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આર્થિક મોરચે ઝટકો આપવા માટે અમેરિકાએ G-7 દેશો સાથે એક મોટી યોજના બનાવી છે. યુએસએ કહ્યું છે કે, અમે G-7 દેશો દ્વારા જાહેર કરાયેલા રશિયન તેલ પર કિંમત મર્યાદા લાદવાના નિર્ણયને ઝડપથી લાગુ કરીને પુતિનની મનસ્વીતાને રોકીશું. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરેન જીને જણાવ્યું હતું કે રશિયાના તેલની કિંમતની મર્યાદા નક્કી કરવી એ એક શક્તિશાળી સાધન છે જે વૈશ્વિક ઉર્જાના ભાવ માં ઘટાડો કરશે અને વૈશ્વિક સ્તરે ગ્રાહકોને લાભ કરશે. ત્યારે અગાઉ G-7 ના નાણા પ્રધાનો આ જ મુદ્દા પર મળ્યા હતા અને કહ્યું હતું કે, અમારા નિર્ણય થી રશિયાની આવક પર દબાણ આવશે, જે યુક્રેનમાં ઘાતકી યુદ્ધ ચલાવી રહ્યું છે.

ઘણા દેશોએ રશિયા પાસેથી તેલ ખરીદ્યા બાદ અમેરિકા એલર્ટ : હકીકતમાં અમેરિકાનું માનવું છે કે, ભારત સહિત કેટલાક દેશોએ રશિયા પાસેથી તેલની ખરીદી વધારી છે અને તેને જોતા તે રશિયાથી આવતા તેલની કિંમતોને મર્યાદિત કરવા માંગે છે. જ્યારે આ નિર્ણયથી રશિયાની આવક પર બોજ વધશે, પરંતુ તેનાથી વૈશ્વિક સ્તરે ગ્રાહકોને ફાયદો થશે. આ સિવાય અમેરિકા G-7 દેશોની આડમાં તેલની નિકાસમાં વિશ્વનું વર્ચસ્વ હાંસલ કરવા માંગે છે.

G-7 દેશોએ કહ્યું કે, અમે અમારા નિર્ણય પર અડગ છીએ : G-7 દેશોએ કહ્યું કે, તે આ નિર્ણયને નક્કર આકાર આપવા માટે એક વ્યાપક ગઠબંધન તરફ કામ કરી રહ્યા છે. પરંતુ ફ્રાન્સના અધિકારીઓએ થોભવાની વિનંતી કરતા કહ્યું કે “અંતિમ” નિર્ણય ત્યારે જ લઈ શકાય જો તમામ 27 EU સભ્યોએ તેમની સંમતિ આપી હોય. જો કે અમે અમારા નિર્ણય પર અડગ છીએ, G-7, કેનેડા, ફ્રાન્સ, ઇટાલી, જાપાનમાં યુ.કે. અને યુનાઇટેડ સ્ટેટ્સ.

રશિયા વીરુદ્ધ અમેરિકાને ભારતની આશા : જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા ભારતની મુલાકાતે આવેલા યુએસ ડેપ્યુટી ફાયનાન્સ મિનિસ્ટર વોલી એડેયેમોએ કહ્યું હતું કે મેં ભારતીય અધિકારીઓ અને નીતિ નિર્માતાઓ સાથે પ્રાઇસ કેપ નક્કી કરવા માટે સાથે આવવાની વાત કરી છે અને તેઓએ આ વિષયમાં ઊંડો રસ લીધો છે. આ ઉપભોક્તાઓ માટે ઊર્જાના ભાવ ઘટાડવાના ભારતના ઉદ્દેશ્યને અનુરૂપ છે. અમે તેમને આ અંગે માહિતી આપી રહ્યા છીએ અને આ વિષય પર વાતચીત ચાલુ રહેશે.

  • ઑસ્ટ્રેલિયન સરકારે કાયમી ઇમિગ્રેશનની મર્યાદા વધારી 35,000 થી વધારીને 1.95 લાખ કરશે

03 Sep 22 : ઑસ્ટ્રેલિયન સરકારે શુક્રવારે જાહેરાત કરી કે તે ચાલુ નાણાકીય વર્ષમાં કાયમી ઇમિગ્રેશન મર્યાદા 35,000થી વધારીને 1.95 લાખ કરશે. ઓસ્ટ્રેલિયા કૌશલ્ય અને શ્રમબળની અછત સાથે ઝઝૂમી રહ્યું છે. સરકારો, ટ્રેડ યુનિયનો, વ્યવસાયો અને ઉદ્યોગોના 140 પ્રતિનિધિઓની બે દિવસીય સમિટમાં ગૃહ બાબતોના પ્રધાન ક્લેર ઓનીલે 30 જૂન, 2023ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે વધારાની જાહેરાત કરી હતી.

ઓનીલે કહ્યું કે, ઓસ્ટ્રેલિયન નર્સો બે વર્ષથી બે-ત્રણ શિફ્ટમાં કામ કરી રહી છે. ગ્રાઉન્ડ સ્ટાફના અભાવે ફ્લાઈટ્સ કેન્સલ થઈ રહી છે. તોડવા માટે કોઈ ન હોવાથી ફળોને ઝાડ પર સડવા માટે છોડી દેવામાં આવ્યા છે. અમારું ધ્યાન સૌથી પહેલા દેશના લોકોને રોજગાર આપવાનું છે, પરંતુ કોરોનાની અસર એવી છે કે જો આશંકા દૂર થઈ જાય તો પણ હજારો કામદારોની અછત સર્જાશે.

કુશળ લોકો કેનેડા, જર્મની અને બ્રિટન જવાનું પસંદ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના ગૃહ બાબતોના પ્રધાન ક્લેર ઓનીલે જણાવ્યું હતું કે ઘણા કુશળ અને પ્રતિભાશાળી લોકો ઓસ્ટ્રેલિયાને બદલે કેનેડા, જર્મની અને બ્રિટનમાં સ્થળાંતર કરવાનું પસંદ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રે લિયા રાષ્ટ્રના હિતમાં તેના ઈમિગ્રેશન પ્રોગ્રામને ફરીથી બનાવવા માટે એક સમિતિની રચના કરશે. વિશ્વની શ્રેષ્ઠ પ્રતિભાઓને આકર્ષવા માટે આ પ્રકાર ના કાર્યક્રમો જરૂરી છે. દેશ માટે કુશળ કામદારોની સપ્લાય કરવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે.