17 Aug 22 : મહારાષ્ટ્રના ગોંદિયામાં મંગળવારે રાત્રે 2.30 કલાકે પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચેની ટક્કરમાં 50થી વધુ મુસાફરો ઈજા ગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં પેસેન્જર ટ્રેનના 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

છત્તીસગઢના બિલાસપુરથી રાજસ્થાનના જોધપુર જઈ રહી હતી પેસેન્જર ટ્રેન : સૂત્રોએ જણાવ્યું છે કે, આ દુર્ઘટના એક જ ટ્રેક પર બંને ટ્રેનોના આવવાને કારણે થઈ છે. ગ્રીન સિગ્નલ મળ્યા બાદ બિલાસપુર-ભગત કી કોઠી એક્સપ્રેસ પેસેન્જર ટ્રેન આગળ નીકળી ગઈ હતી. ગોડિયા પહોંચતાની સાથે જ તે જ ટ્રેક પર ઉભેલી માલગાડીએ તેને પાછળથી ટક્કર મારી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ટેકનિશિ યન તરફથી યોગ્ય સિગ્નલ ન મળવાને કારણે આ દુર્ઘટના બની હતી. 50થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે અને 13 ને સામાન્ય ઈજાઓ થઈ છે.

જો કે, કોઈ મુસાફરના મોતના સમાચાર નથી. અન્ય લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ ટ્રેનની અંદર ફસાયેલા લોકોને પણ સવાર સુધી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ટ્રેન છત્તીસગઢના બિલાસપુરથી રાજસ્થાનના જોધપુર જઈ રહી હતી. અકસ્માત માં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોને ગોંદિયાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

આ બનાવ મોડીરાત્રે બન્યો હતો. હકીકતમાં, ગુડ્સ ટ્રેનને ગોંદિયા પહેલા સિગ્નલ મળ્યું ન હતું અને તે પાટા પર ઉભી હતી. ત્યારે એ જ ટ્રેક પર આવતી બીજી ટ્રેન પાછળથી અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેન માં ભગત કી કોઠી વચ્ચે સિગ્નલ ન મળવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો.