26 Aug 22 : દિન દયાળ અંત્યોદય યોજના અંતર્ગત રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન અન્વયે જિલ્લા પંચાયત કચેરી રાજકોટના સહયોગથી મહિલા ઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગે “લાલ સહેલી” પ્રોજેક્ટ હેઠળ માર્ગદર્શક વર્કશોપનો શુભારંભ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના હસ્તે દિપ પ્રાગટ્ય વડે કરવામાં આવ્યો હતો.

આ તકે શ્રી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મહિલાઓના સ્વાસ્થ્ય અને અધિકાર માટે સતત કાર્યરત છે. ત્યારે ખાસ કરીને મહિલાઓના સ્વાસ્થ્ય અને મેન્સ્ટ્રુઅલ હાઈજીનને કેન્દ્રમાં રાખીને રાજકોટ જિલ્લા પંચાયત કાર્ય કરી રહી છે. સમગ્ર ગુજરાતમાં રાજકોટ જિલ્લો શાળા માં અભ્યાસ કરતી દિકરીઓ માટે સેનેટરી પેડનું વેન્ડિંગ મશિન મારફત નિ:શુલ્ક વિતરણ કરે છે. ગ્રામિણ વિસ્તારમાં બહેનોના સ્વાસ્થ્ય અને મેન્સ્ટ્રુઅલ હાઈજીનને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ ધરતી અંતર્ગત “લાલ સહેલી” પ્રોજેક્ટના માધ્યમથી મેન્સ્ટ્રુઅલ કપની માહિતી અને કપનું વિતરણ કરવામાં અવી રહ્યું છે.

આ પ્રોજેક્ટમાં સખી મંડળની બહેનોની સાથે તલાટી બહેનો, આઈ.સી.ડી.એસ.ના કાર્યકર્તાઓ અને પંચાયતના આરોગ્ય વિભાગની બહેનોને મેન્સ્ટ્રુ અલ કપનો મહત્તમ ઉપયોગ કરતી થાય તેવો અમારો પ્રયાસ છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારની બહેનો માસિક ધર્મ દરમિયાન સેનેટરી પેડના બદલે મેનસ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરે તેવી અપીલ શ્રીચૌધરીએ કરી હતી.

આ વર્કશોપમાં લાલ સખી NGOના પ્રિતિબેન જાંગરા, જિલ્લા ગ્રામિણ આજીવિકા મિશનના ચારૂબેન પ્રજ્ઞા, નમ્રતાબેન ભટ્ટે મહિલાઓની સ્વસ્થય, સ્વચ્છતા અંગે રહેલી રૂઢિગત માન્યતાઓ, નકારાત્મક વિચારો અને સમસ્યાઓને અનુલક્ષીને યોગ્ય નિરાકરણ આપ્યા હતા. તેમજ મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. રાજકોટના નાગલપર અને પીપળીયાની મહિલાઓએ માસિક ધર્મ દરમિયાન હિંમત દાખવીને મેન્સ્ટ્રુઅલ કપ અપનાવતી થઈ છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ બહેનોએ અન્ય મહિલાઓને પ્રોત્સાહિત કરવા તેમણે પોતાનો કપના ઉપયોગને લઈને અંગત અભિપ્રાય આપ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.એસ.ઠુંમર,પ્રાદેશિક મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી મિતેષ ભંડેરી,રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશનનાશ્રી વી.બી.બસિયા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ ક્ષેત્રમાં કાર્યરત મહિલાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

  • રાજકોટ શહેરમાં કાયમી, હંગામી કે કોન્ટ્રાકટ ઉપર કામ કરતાં કર્મચારીઓ અને કારીગર વર્ગોની નોંઘણી અંગે પોલીસ કમિશ્નરશ્રીનું જાહેરનામું 

26 Aug 22 : રાજકોટ શહેરમાં બનતા લુંટધાડખૂન તથા અપહરણ જેવા બનાવોમાં ઘરો દુકાનો તેમજ વ્યાવસાયિક એકમોમાં કામ કરતા વ્યક્તિ ઓ માલિકનો વિશ્વાસ મેળવી તેમના પર વોચ રાખી પોતાના સાગરીતો દ્વારા ગુન્હા આચરતા હોય છે. આ સંજોગોમાં જાહેર જનતાના જાન-માલ અને મિલકતની સલામતી તથા સુરક્ષા માટે રાજકોટ પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ દ્વારા જારી કરાયેલા હુકમો મુજબ…

રાજકોટ પોલીસ કમિશ્નરેટની હુકમત હેઠળના વિસ્તારમાં મકાનો/બંગલાઓ/ દુકાનો/કારખાનાઓ/ ઔદ્યોગિક એકમો/મકાન બાંધકામ બિલ્ડર્સ/ ટેક્સટાઈલ તેમજ હીરા ઉદ્યોગના પ્રાઇવેટ સેક્ટરના માલિકો/ ઓનલાઇન સર્વીસ પ્રોવાઇડરો/ મેનેજમેન્ટ સ્ટાફ કે જેઓના યુનિટમાં કામ કરતા ઘર ઘાટીનોકરડ્રાઈવરરસોઈયા વોચમેન માળી  કર્મચારીઓકારીગરો અને મજુરો કે જે હાલમાં કામ પર છે તેવા તેમજ કામ પર રાખવામાં આવનાર કાયમીહંગામીરોજીદા કે કોન્ટ્રાક્ટ કર્મચારી/કારીગરો/મજુરો નોકરોની માહિતી/ હકીકત અંગેની તમામ નોંધણી સીટીઝન પોર્ટલ વેબ. (www.gujhome.gujarat.gov.inઅથવા સીટીઝન ફર્સ્ટ એન્ડ્રોઇડ એપ મારફતે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. તથા પોતાની પાસે પણ રાખવાની રહેશે. તેમજ જે તે વિસ્તારના પોલીસ સ્‍ટેશનમાં આપવાની રહેશે.

આ હુકમ ૦૧/૦૯/૨૦ ૨૨થી તા.૩૧/૧૦/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.